અમેરિકાના પ્રથમ અશ્વેત વિદેશ મંત્રી કોલિન પોવેલનું થયું નિધન, સૈન્ય જનરલના એક ‘ખોટો દાવા’થી થયું હતું ઇરાક યુદ્ધ

કોલિન પોવેલને 2001માં અમેરિકાના વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પદ સંભાળનાર તેઓ અમેરિકન ઇતિહાસમાં પ્રથમ અશ્વેત વ્યક્તિ બન્યા હતા.

અમેરિકાના પ્રથમ અશ્વેત વિદેશ મંત્રી કોલિન પોવેલનું થયું નિધન, સૈન્ય જનરલના એક 'ખોટો દાવા'થી થયું હતું ઇરાક યુદ્ધ
Former US Secretary of State Colin Powell (File Photo)

અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી કોલિન પોવેલનું (Colin Powell) કોરોનાવાયરસ રોગને લગતી ગૂંચવણોને કારણે 84 વર્ષની વયે નિધન થયું છે. પોવેલના પરિવારે સોમવારે તેમના ફેસબુક પેજ પર મૃત્યુની જાહેરાત કરી હતી. પરિવારના નિવેદન અનુસાર, પૂર્વ વિદેશ મંત્રીને સંપૂર્ણ રસી આપવામાં આવી હતી. કોલિન પોવેલ અમેરિકાના પ્રથમ અશ્વેત અમેરિકી વિદેશ મંત્રી (First Black US secretary of state) હતા. તેમના નેતૃત્વએ 20મી સદીના અંતમાં અને 21મી સદીની શરૂઆતમાં અનેક રિપબ્લિકન વહીવટમાં અમેરિકન વિદેશ નીતિને આકાર આપવામાં મદદ કરી.

પોવેલના પરિવારે ફેસબુક પોસ્ટમાં લખ્યું, ‘ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ અને જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ભૂતપૂર્વ ચેરમેન જનરલ કોલિન એલ. પોવેલ કોવિડ-19ની ગૂંચવણોને કારણે આજે સવારે નિધન થયું. એક પ્રેમાળ પતિ, પિતા, દાદા અને એક મહાન અમેરિકનન ગુમાવ્યા છે. 2000માં પોવેલની નિમણૂકની જાહેરાત કરતા, તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશએ (George W. Bush) સૈનિક તરીકે ફરજ અને સન્માનની ભાવના માટે તેમની પ્રશંસા કરી હતી.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું પદ પણ સંભાળ્યું

ચાર-સ્ટાર જનરલ દાયકાઓથી રિપબ્લિકન રાષ્ટ્રપતિ વહીવટીતંત્રની વિદેશ નીતિને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે 1987 થી 1989 સુધી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને 1989 થી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ એચડબ્લ્યુ બુશ હેઠળના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. 2001માં જ્યારે તેમને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ બનાવવામાં આવ્યા હતા, ત્યારે તેઓ આ પદ સંભાળનારા અમેરિકન ઇતિહાસમાં પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા. તે સમયે તે અમેરિકન ઇતિહાસમાં સર્વોચ્ચ ક્રમાંકિત અશ્વેત અમેરિકન અધિકારી પણ બન્યા હતા.

ઇરાક યુદ્ધ શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી

ઈરાક યુદ્ધ દરમિયાન પોવેલે તેને ટેકો આપવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે દાવો કર્યો હતો કે, ઇરાક પાસે સામૂહિક વિનાશના શસ્ત્રો છે. ફેબ્રુઆરી 2003માં, પોવેલ યુએન સુરક્ષા પરિષદ સમક્ષ વિદેશ મંત્રી તરીકે હાજર થયા અને દાવો કર્યો કે તત્કાલીન ઇરાકી નેતા સદ્દામ હુસૈન પાસે જૈવિક શસ્ત્રો છે અને ઇરાક પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યું છે. ત્યારબાદ યુનાઇટેડ નેશન્સે આ હુમલાને મંજૂરી આપી હતી. તે જ સમયે, પછીના વર્ષે સીઆઇએના પોતાના ઇરાક સ્ટડી ગ્રુપે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, સદ્દામે એક દાયકા અગાઉ દેશના સામૂહિક વિનાશના શસ્ત્રોનો નાશ કર્યો હતો.

આ પણ વાંચો: CBSE Board Exams 2022 : CBSE 10 અને 12ની ટર્મ-1ની પરીક્ષાની તારીખ આજે થશે જાહેર

આ પણ વાંચો: TCS Smart Hiring Program અંતર્ગત 78000 ફ્રેશર્સની ભરતી કરશે, જાણો નોકરી માટે જરૂરી યોગ્યતા અને અરજી કરવાની રીત

Click on your DTH Provider to Add TV9 Gujarati