કેનેડામાં બે જૂથ વચ્ચે છુરાબાજી, 10ના મોત, 15 ઘાયલ

Canada News: પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. છરા મારવાની આ ઘટનાઓ જેમ્સ સ્મિથ ક્રી નેશન, વેલ્ડન વિલેજ અને સાસ્કાટૂનના ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં બની છે.

કેનેડામાં બે જૂથ વચ્ચે છુરાબાજી, 10ના મોત, 15 ઘાયલ
Suspects accused in Canada clash
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Sep 05, 2022 | 8:21 AM

કેનેડાના સાસ્કાચેવાન (Saskatchewan) જિલ્લામાં રવિવારે બે સમુદાયો વચ્ચે છરાબાજીની અનેક ઘટનાઓ સામે આવી છે. આ અલગ-અલગ ઘટનાઓમાં લગભગ 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તેમજ અન્ય 15 લોકો ઘાયલ થયા હતા. કેનેડા પોલીસનું (Canada Police) કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ બે શકમંદોની પણ શોધખોળ ચાલી રહી છે. છરા મારવાની આ ઘટનાઓ કેનેડાના જેમ્સ સ્મિથ ક્રી નેશન, વેલ્ડન વિલેજ અને સાસ્કાટૂનના ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં બની છે.

આરસીએમપી સાસ્કાચેવનના આસિસ્ટન્ટ કમિશનર રોન્ડા બ્લેકમોરનું કહેવું છે કે આ ઘટનાને જોઈને લાગે છે કે કેટલાક લોકોને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકો પર અચાનક બિનઆયોજિત રીતે હુમલો કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે જિલ્લામાં જે પણ બન્યું છે તે ભયંકર છે. તેમના જણાવ્યા અનુસાર, જિલ્લામાં 13 સ્થળોએ લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે. તો કેટલાક લોકો ઘાયલ થયા છે.

શંકાસ્પદને શોધી રહી છે પોલીસ

રેજિનાની પોલીસનું કહેવું છે કે તેઓ શંકાસ્પદને શોધી રહ્યા છે. આ માટે પોલીસ માઉન્ટની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસ શકમંદોને શોધી કાઢવા માટે અનેક મોરચે કામ કરી રહી છે. જેથી તેમની ધરપકડ કરી શકાય. શહેરમાં લોકોની સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે, કેનેડિયન ફૂટબોલ લીગ પણ થઈ રહી છે.

આ અંતર્ગત મોટી સંખ્યામાં ચાહકો પણ સાસ્કાચેવાન રૉફ્રાઈડર્સ અને વિનીપેગ બ્લુ બોમ્બર્સ વચ્ચેની મેચ જોવા માટે પહોંચ્યા હતા. આ ભીડને કારણે શકમંદોને શોધવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. ફૂટબોલ સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati