ઈંગ્લેન્ડમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે અથડામણ, લાઠી-ડંડા સાથે રોડ પર ઉતર્યા ટોળા, મંદિર પર કર્યો હુમલો, જુઓ વીડિયો

Hindu Muslim Violence in England : સોશિયલ મીડિયા એક નકલી પોસ્ટ પર બંને પક્ષો વચ્ચે ગુસ્સો પ્રવર્તતો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ત્રણ હિન્દુ યુવકોએ એક મુસ્લિમ છોકરીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઈંગ્લેન્ડમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે અથડામણ, લાઠી-ડંડા સાથે રોડ પર ઉતર્યા ટોળા, મંદિર પર કર્યો હુમલો, જુઓ વીડિયો
Clash between Hindus and Muslims in England
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Sep 19, 2022 | 9:15 AM

Clashes between Hindu Muslims in Leicester England:  ઈંગ્લેન્ડના લેસ્ટર (Leicester) શહેરમાં ધાર્મિક હિંસા (violence) જોવા મળી રહી છે. શનિવાર અને રવિવારે રાત્રે સ્થાનિક મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે ભારે અથડામણ થઈ હતી. બંને પક્ષે ફાટી નીકળેલી હિંસા વચ્ચે પોલીસે દરમિયાનગીરી કરી ત્યારે તેમના પર પણ કાચની બોટલો ફેંકવામાં આવી હતી. આ આખો વિવાદ 28 ઓગસ્ટથી ચાલી રહ્યો છે, જ્યારે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ચાલી રહી હતી. ભારતે આ મેચ જીતી લીધી હતી. ભારતની જીત અને પાકિસ્તાનની હારથી દક્ષિણ એશિયાઈ મૂળના કટ્ટરપંથીઓમાં ભારે રોષ ફેલાયો હતો. આ તે દિવસ હતો જ્યારે મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે વિરોધ બાદ અથડામણ ફાટી નીકળી હતી.

શનિવાર અને રવિવારે વહેલી સવારે બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને રસ્તાઓ પર વિરોધ કરવા લાગ્યા હતા. જ્યારે બ્રિટિશ પોલીસે બંને પક્ષો વચ્ચે અથડામણ અટકાવવા દરમિયાનગીરી કરી, ત્યારે વિરોધીઓએ તેમના પર પણ હુમલો કર્યો અને કાચની બોટલો ફેંકી. આટલું જ નહીં, કટ્ટરવાદીઓએ મંદિર (temple) પર હુમલો કરીને તેના પર લાગાવેલા ભગવા ધ્વજને પણ ઉખાડી નાખ્યો હતો. ટીઓઆઈના અહેવાલ મુજબ, શનિવારે લેસ્ટર શહેરમાં મુસ્લિમોએ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ માટે એક પોસ્ટર પણ બનાવવામાં આવ્યું હતું. પોસ્ટરમાં લખ્યું છે કે, ‘અમે રસ્તામાં ઉતરવાના છીએ. જેથી આરએસએસના આ હિન્દુત્વવાદી ઉગ્રવાદીઓને બતાવી શકાય કે આપણા મુસ્લિમો અને શીખો, મહિલાઓ અને બાળકો અને વડીલો સાથે દુર્વ્યવહાર કરે નહી.

સોશિયલ મીડિયા પર પોસ્ટને લઈને વિવાદ થયો હતો

એક નકલી સોશિયલ મીડિયા પોસ્ટ પર બંને પક્ષો વચ્ચે ગુસ્સો થયો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ત્રણ હિન્દુ યુવકોએ એક મુસ્લિમ છોકરીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ખોટી પોસ્ટને લઈને મુસ્લિમ પક્ષો દ્વારા કરવામાં આવેલા વિરોધ અને પોસ્ટર સામે હિન્દુ યુવાનોએ પણ કૂચ શરૂ કરી હતી. બંને પક્ષો સામસામે આવી જતાં પ્રદર્શન હિંસામાં ફેરવાઈ ગયું હતું. હિંસા રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી હતી, પરંતુ દેખાવકારો દ્વારા તેમના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. લેસ્ટર પોલીસે આ હિંસામાં સામેલ બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે હિંસા ફેલાવવાનું કાવતરું ઘડવાની શંકામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને બીજાની પાસે ધારદાર હથિયાર રાખવાની શંકા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati