બલૂચના હુમલાએ ‘ડ્રેગન’ની ઊંઘ ઉડાવી દીધી,ડરના માર્યા ચીને પાકિસ્તાનમાંથી તમામ ચીની શિક્ષકોને પરત બોલાવ્યા

કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટના (Confucius Institutes) ડાયરેક્ટર ડૉ.નસીરુદ્દીને કહ્યું કે કરાચી યુનિવર્સિટી સિવાય પાકિસ્તાનની વિવિધ સંસ્થાઓના ચીની શિક્ષકો ચીન પરત ફરી રહ્યા છે.

બલૂચના હુમલાએ 'ડ્રેગન'ની ઊંઘ ઉડાવી દીધી,ડરના માર્યા ચીને પાકિસ્તાનમાંથી તમામ ચીની શિક્ષકોને પરત બોલાવ્યા
ચીનના રાષ્ટ્રપતિ શી-જિનપિંગImage Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 1:26 PM

પાકિસ્તાનની(Pakistan) કરાચી યુનિવર્સિટીમાં થયેલા બ્લાસ્ટમાં (Blast) ચીની નાગરિકોના મોત બાદ હવે ચીન(China) ડરી ગયું છે. વાસ્તવમાં,પાકિસ્તાનમાં હાજર ચીની શિક્ષકોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે તેમના દેશમાં પાછા ફરવાનું શરૂ કરી દીધું છે.ચીને પોતે જ તમામ શિક્ષકોને પાછા બોલાવ્યા છે.કરાચી યુનિવર્સિટીના કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટમાં(Confucius Institutes) ભણાવતા ચાઈનીઝ શિક્ષકો ચીન જવા રવાના થઈ ગયા છે.ડિપાર્ટમેન્ટના ડિરેક્ટરે જિયો ન્યૂઝને આ અંગે જાણકારી આપી છે.ડાયરેક્ટર ડૉ.નસીરુદ્દીને કહ્યું કે કરાચી યુનિવર્સિટી સિવાય પાકિસ્તાનની અલગ-અલગ કન્ફ્યુશિયસ સંસ્થાઓમાં ભણાવતા શિક્ષકોને ચીન દ્વારા દેશમાં પાછા બોલાવવામાં આવ્યા છે.

જો કે,ડિરેક્ટરે ખાતરી આપી છે કે સંસ્થા બંધ કરવામાં આવશે નહીં.તેમણે કહ્યું કે પાકિસ્તાની શિક્ષકોને વિદ્યાર્થીઓને મેન્ડરિન શીખવવા માટે કહેવામાં આવ્યું છે.કરાચી યુનિવર્સિટીની કન્ફ્યુશિયસ સંસ્થાની સ્થાપના 2013માં કરાચી યુનિવર્સિટી અને ચીનની સિચુઆન નોર્મલ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. તે એક બિન-લાભકારી શૈક્ષણિક સંસ્થા છે, જે વિદ્યાર્થીઓને મેન્ડરિન શીખવે છે.તેનો હેતુ વિદ્યાર્થીઓને ચાઈનીઝ ભાષા,ચીની સભ્યતા અને ચીન અને પાકિસ્તાન વચ્ચેના લોકોની હિલચાલના ઊંડાણ સુધી પહોંચાડવાનો છે.જોકે,ગયા મહિને કરાચીમાં થયેલા બ્લાસ્ટમાં ત્રણ ચીની નાગરિકો સહિત ચાર લોકોના મોત થયા હતા.

પાકિસ્તાને ચીની નાગરિકોની સુરક્ષા કરવાનું કહ્યું

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

પોતાના નાગરિકોને નિશાન બનાવીને કરાયેલા હુમલા બાદ ચીને પાકિસ્તાનને આ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓની ધરપકડ કરવા કહ્યું હતું.ચીનના ડેપ્યુટી એમ્બેસેડર પેંગ ચુનક્સ્યુએ આતંકવાદી હુમલાના પગલે પાકિસ્તાનમાં ચીની નાગરિકોની સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ગૃહ પ્રધાન રાણા સનાઉલ્લાહ સાથે મુલાકાત કરી હતી.આ દરમિયાન તેણે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચીનમાં પોતાના નાગરિકોની સુરક્ષા કરવા કહ્યું.પાકિસ્તાની ગૃહ મંત્રાલયના નિવેદન અનુસાર, મંત્રી સનાઉલ્લાહે બેઠકમાં કહ્યું હતું કે પાકિસ્તાન અહીં કામ કરતા ચીની નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ સંસાધનોનો ઉપયોગ કરી રહ્યું છે.

BLA એ હુમલો કર્યો

હકીકતમાં, બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) ની એક મહિલા આત્મઘાતી બોમ્બરે 26 એપ્રિલે કરાચી યુનિવર્સિટીમાં કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટની વાનને નિશાન બનાવીને વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં ચીનના ત્રણ શિક્ષકોના મોત થયા હતા, જ્યારે એક ઘાયલ થયો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર હુમલાની ઘણી ઘટનાઓ બની છે. આ હુમલાઓ ઘણીવાર BLA દ્વારા કરવામાં આવે છે. બલૂચિસ્તાનમાં બલૂચ લોકોની જમીન પર ચીનના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ કારણે બલૂચ લોકોમાં ચીન અને પાકિસ્તાન બંને પ્રત્યે ગુસ્સો છે અને તેઓ વારંવાર ચીનના નાગરિકોને નિશાન બનાવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">