સસ્તા કપડા ખરીદતા ચેતો, ભારત વિરોધી લખાણ છાપીને તૈયાર વસ્ત્રો વેચી રહી છે ચીનની કંપની

ચીનની એક મહિલાએ સફેદ શર્ટની તસવીર શેર કરી છે. જેમાં તસવીરો અને શબ્દો કાળા રંગમાં લખેલા જોઈ શકાય છે.

સસ્તા કપડા ખરીદતા ચેતો, ભારત વિરોધી લખાણ છાપીને તૈયાર વસ્ત્રો વેચી રહી છે ચીનની કંપની
Chinese brand JNBY printed kids clothes with alleged anti India imagery
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 5:01 PM

પાકિસ્તાનની(Pakistan) જેમ ચીન (China) પણ તેના લખણ લટકાવતું હોય છે. હાલમાં જ ચીન તેની હરકતને લઈને વધુ એક વાર ચર્ચામાં આવ્યું છે. ચીનની ટોચની કપડાની બ્રાન્ડ JNBYને આલોચનાનો સામનો કરવો પડ્યો છે.

આ બ્રાન્ડે તેની એક પ્રોડક્ટમાં ભારતીય તરીકે દર્શાવવામાં આવેલા લોકોની તસવીરો છે. આમાં, ‘વેલકમ ટુ હેલ’ અને ‘લેટ મી ટચ યુ’ જેવા શબ્દસમૂહો લખવામાં આવ્યા છે. આ પ્રોડક્ટ બાળકોના કપડાંની છે.આ જાણકારી સામે આવ્યા બાદ કંપનીની ઘણી ટીકા થઈ છે. આ અઠવાડિયે ચીની સોશિયલ મીડિયા પર એક માતાએ કપડાં વિશે ફરિયાદ કરી. આ પછી JNBY એ માફી માંગી અને બજારમાંથી કપડાં પાછા મંગાવી લીધા છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, કપડાં પર છપાયેલી આ પ્રિન્ટને ‘અયોગ્ય’ અને ‘ભયાનક’ ગણાવી છે. પરંતુ તેણે તેના અહેવાલમાં ભારત વિરોધી તસવીરો વિશે કશું કહ્યું નથી. ફરિયાદી મહિલાની ઓળખ મોગુ મોગુ તરીકે થઈ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મહિલાએ ચીની સોશિયલ મીડિયા પર લખ્યું કે તેના પરિવારે તેમના ચાર વર્ષના પુત્ર માટે શર્ટ ખરીદ્યો છે. મહિલાએ સફેદ શર્ટની તસવીર શેર કરી, જેમાં તસવીરો અને શબ્દો કાળા રંગમાં લખેલા જોઈ શકાય છે. તેને કપડાં પર લખેલા શબ્દોનો અર્થ પાછળથી ખબર પડી, કારણ કે શર્ટ બાળકના દાદા -દાદીએ ખરીદ્યું હતું, જેમને અંગ્રેજી આવડતું ન હતું.

ભારત વિરોધી નિવેદનના પ્રોડક્ટની તસવીર પણ સામે આવી છે હોંગકોંગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ (SCMP) એ મહિલાને ટાંકીને કહ્યું, ‘વેલકમ ટુ હેલ. મને માફ કરો? તમે કોનું સ્વાગત કરો છો? આ તસવીરો ત્રાસ છે અને ચાર વર્ષના બાળક દ્વારા પહેરવામાં આવે છે. ફક્ત તેના વિશે વિચારવું મને પરેશાન કરે છે.

‘એસસીએમપીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે,’મહિલાની પોસ્ટ વાયરલ થયા બાદ તરત જ, એક યુઝરે ભારત વિરોધી તસવીરો સાથે એક પ્રોડક્ટ શેર કરી હતી. અંગ્રેજીમાં લખ્યું હતું કે આખી જગ્યા ભારતીયોથી ભરેલી છે. હું આ બંદૂકથી તેમના પર ગોળીબાર કરીશ.

આ ઘટના માટે કંપનીએ માફી માંગી હતી સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કંપનીએ લાઇફસ્ટાઇલ શેરિંગ એપ શિયાહોંગશુ Xiaohongshu પર માફી માંગી છે. બ્રાન્ડના સત્તાવાર ટી-મોલ સ્ટોર પર ગ્રાહક સેવાએ જણાવ્યું હતું કે, “ડિઝાઇનને કારણે ગ્રાહકોને થતી ચિંતા માટે અમે માફી માંગવા માંગીએ છીએ અને હવે અમે નિયમન કડક કરીશું.”

પૂર્વ ચાઇનાના હાંગઝોઉ શહેરમાં સ્થિત કંપની પોતાને ચીનના સૌથી પ્રભાવશાળી ડિઝાઇનર બ્રાન્ડ ફેશન હાઉસ તરીકે વર્ણવે છે.

આ પણ વાંચો  : SURAT : અફીણની હેરાફેરી કરનાર શખ્શ ઝડપાયો, કાપડનો વેપારી કેવી રીતે બન્યો ડ્રગ્સ પેડલર ?

આ પણ વાંચો :IPL 2021: શું હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ નહીં રમે ? જાણો મુંબઈના બોલિંગ કોચે શું કહ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">