ચીનની વધુ એક અવળચંડાઇ ! એક નિર્ણયથી હજારો ભારતીયોની નોકરી સામે જોખમ

ભારતીય ક્રૂ મેમ્બર્સ વિરુદ્ધ ચીનનું આ પ્રતિબંધ માર્ચ મહિનાથી શરૂ થયુ. તેના આ નિર્ણય પાછળ ભારતમાં મળી આવેલો કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ છે. પરંતુ હવે તો મોટાભગના દેશોમાંથી આ વેરિએન્ટ મળી ચૂક્યો છે.

ચીનની વધુ એક અવળચંડાઇ ! એક નિર્ણયથી હજારો ભારતીયોની નોકરી સામે જોખમ
China ‘ban’ on entry of Indian sailors

ચીન (China) ભારત અને ભારતના લોકો માટે મુસીબત ઉભી કરવાનો કોઇ ચાન્સ છોડતો નથી. હવે તેણે એવુ કઇંક કર્યુ છે જેનાથી હજારો ભારતીયોની નોકરી મુસીબતમાં પડી ગઇ છે અને હજારો લોકોના બેરોજગાર બનવાનો ભય ઉભો થયો છે. ચીને હવે બેઇજિંગે ચીનના બંદરો પર એ જહાજોને આવવાથી પ્રતિબંધિત કર્યા છે. જેમાં ભારતીય લોકો કામ કરે છે. આ નિર્ણયને લઇને ઓલ ઇન્ડિયા સીફેયરર એન્ડ જનરલ વર્કર્સ નામના એક સંગઠને બંદર અને સમુદ્ર જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલને પત્ર પણ લખ્યો છે.

સંગઠને કેન્દ્રિય મંત્રીને લખેલા પત્રમાં કહ્યુ છે કે, ચીનના આ પ્રતિબંધને કારણે 21 હજાર જેટલા ભારતીયોની નોકરી જવાનો ડર છે. સંગઠનના અધ્યક્ષ અભિજીત સાંગલેએ એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, આ ચીનની એક ચાલ છે તે ભારતીય સમુદ્રી શ્રમિકોને કામ કરવાથી રોકી રહ્યું છે. જેથી તે પોતાના શ્રમિકોને ફાયદો પહોંચાડી શકે. તેમણે વધુમાં કહ્યુ કે અમે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલને પત્ર લખ્યો છે સાથે જ અમે વિદેશ મંત્રાલયને પણ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઇને યોગ્ય પગલા લેવા માટે અપીલ કરી છે.

આ વર્ષની શરૂઆતમાં ચીને એ જહાજો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેમાં ભારતીય શ્રમિકો કામ કરતા હતા. ચીનના આ નિર્ણયથી લગભગ 40 જેટલા ભારતીય ક્રૂ મેમ્બર્સ કેટલાક દિવસો સુધી ચીનમાં ફસાઇ ગયા હતા.

બ્રિટનની એક જહાજ કંપનીની ભારતીય શાખાના પ્રમુખે જણાવ્યુ હતુ કે, ભારતીય ક્રૂ મેમ્બર્સ વિરુદ્ધ ચીનનું આ પ્રતિબંધ માર્ચ મહિનાથી શરૂ થયું. તેના આ નિર્ણય પાછળ ભારતમાં મળી આવેલો કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ (Corona Delta Variant) છે. પરંતુ હવે તો મોટાભગના દેશોમાંથી આ વેરિએન્ટ મળી ચૂક્યો છે. એટલે આ વાતમાં કોઇ દમ નથી કે ફક્ત ભારતીય લોકો પર પ્રતિબંધ લગાવવામાં આવે.

Click on your DTH Provider to Add TV9 Gujarati