Corona: શું કીધું ચીને ભારતની કોરોના સંકટ વાળી મજાક ઉડાવતી પોસ્ટ પર?

China: ચાઈનાની શાસક સામ્યવાદી પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલ એક પોસ્ટ ચર્ચામાં છે. જેમાં ભારતના કોરોના સંકટની મજાક ઉડાવવામાં આવી હતી. આ પોસ્ટ ટીકા અને વિવાદ પછી કાઢી નાખવામાં આવી છે.

Corona: શું કીધું ચીને ભારતની કોરોના સંકટ વાળી મજાક ઉડાવતી પોસ્ટ પર?
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 04, 2021 | 11:55 PM

China: ચાઈનાની શાસક સામ્યવાદી પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલ એક પોસ્ટ ચર્ચામાં છે. જેમાં ભારતના કોરોના સંકટની મજાક ઉડાવવામાં આવી હતી. આ પોસ્ટ ટીકા અને વિવાદ પછી કાઢી નાખવામાં આવી છે.

સોશ્યલ મીડિયા સાઈટ પર મુકાયેલી આ પોસ્ટમાં એક તસ્વીર દર્શાવવામાં આવી છે, જેમાં એક તરફ ચીની રોકેટ ઉડતું હતું અને બીજી તરફ ભારતમાં સળગતી ચિતાઓ દર્શાવવામાં આવી છે. તે ફોટો સાથે લખવામાં આવ્યું હતું કે ચીનમાં લગાવવામાં આવતી આગ vs ભારતમાં લગાવવામાં આવતી આગ ( “China firing up VS India firing up.”)

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

તેમાં ચીનના નવા અંતરિક્ષ અભિયાનની તસવીર લગાવવામાં આવી હતી. ચીને 29 એપ્રિલે પોતાનું સ્થાયી સ્પેસ સ્ટેશન બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા એક મહતવનું મોડ્યુલ અંતરિક્ષમાં રવાના કર્યું હતું. આ પોસ્ટ શનિવારે ડિલીટ કરી દેવામાં આવી હતી, પરંતુ તેના સ્ક્રીન શૉટ હજુ પણ સોશિયલ મીડિયામાં ફરે છે.

માનવમાં આવે છે આ ફોટો ચીનની એક સરકારી સંસ્થા – કમ્યુનિસ્ટ પાર્ટીની રાજકીય અને કાયદાકીય મામલાઓના આયોગ CPLAથી જોડાયેલા એક એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવી છે. CPLA ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીનું એક અભિન્ન અંગ છે, જે પોલીસ અધિકારીઓએ, સરકારી અભિયોજકો અને અદાલતના કામકાજ પર નજર રાખે છે. ચીનની એક જાણીતી માઈક્રોબ્લોગિંગ સાઇટ વિબો પર CPLAના લખો ફોલોવર્સ છે.

ચીનની પ્રક્રિયા

આ પોસ્ટ પછી ઘણા વપરાશકર્તાઓએ વાંધા ઉઠાવતા કહ્યું હતું કે આ “અન્યાયી” છે અને ચીને “ભારત સાથે સહાનુભૂતિ દર્શાવવી જોઈએ”. ચાઈનીઝ મીડિયા જૂથ ગ્લોબલ ટાઈમ્સના સંપાદક હુ શિજિને લખ્યું છે: “આ સમયે માનવતાનો ધ્વજ ઉંચો થવો જોઈએ, ભારત પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી જોઈએ.

ચીની સમાજને નૈતિકતાના ઉચ્ચ ધોરણો પર સ્થાપિત કરવું જોઈએ.” વેઈબો પર વિવાદિત પોસ્ટ પહેલાના એક દિવસ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશ આપ્યો હતો જેમાં તેમણે કોરોના સંકટ અંગે ભારત પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

30 એપ્રિલના રોજ ચીનના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે તેઓ ભારત સાથે સહયોગ કરવા માંગે છે અને તેમને જે પણ મદદની જરૂર છે તે પૂરી પાડવા માંગે છે. ચીનના રાષ્ટ્રપતિનો આ સંદેશ રોગચાળો અને ગયા વર્ષના સરહદ વિવાદ પછી બંને નેતાઓ વચ્ચે પહેલો આ પ્રકારનો સંવાદ હતો. આ પછી ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ તેમના સમકક્ષ એસ. જયશંકરને પણ બોલાવ્યા. વાંગ યીએ ગુરુવારે જયશંકરને ચીન તરફથી સહાયતાનો સંદેશ મોકલ્યો હતો.

ચીનના રાષ્ટ્રપતિના સંદેશના એક દિવસ પછી વીબો પર વિવાદિત પોસ્ટ્સ પોસ્ટ કરવાની ઘટના આશ્ચર્યજનક છે.  એક અહેવાલમાં કહેવામા આવ્યું છે કે ચીની વિદેશ મંત્રાલયે આ પોસ્ટ પર ખૂલીને કોઈ જવાબ આપ્યો નથી. જ્યારે તેને આ બાબતે પુછવામાં આવ્યું ત્યારે એમ કહ્યું કે આ પ્રકારની કોઈ પણ પોસ્ટ તે એકાઉન્ટ પર જોવામાં આવી નથી.

સાથે ચીની મંત્રાલયે ઉમેર્યું છે કે આ બાબતે ચર્ચા કરવાને બદલે મહામારીમાં ભારતને શક્ય બનતી તમામ મદદ કરવાની ઉમ્મીદ જાતવી છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના પર ભારત સરકારે કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">