ચીન લશ્કરી આધુનિકરણ તરફ ? વાંચો સમગ્ર અહેવાલ

સમગ્ર દુનિયા કોરોનાની મહામારી સામે લડી રહ્યુ છે ત્યારે ચીન તેની લશ્કરી તાકાતને વધારવામાં લાગ્યુ છે, માહિતી પ્રમાણે ચીનના ત્રીજા અને સૌથી મોટા વિમાનવાહક જહાજનું લોકાર્પણ આવતા વર્ષે થવાની સંભાવના છે, ચીનમાં સ્ટેટ મીડિયાના અહેવાલ પ્રમાણે, ચીન પોતાના પ્રાદેશિક અને દરિયાઇ વિવાદોને લઇને લશ્કરી આધુનિકરણની યોજનાઓને આગળ વધારી રહ્યુ છે, એક વર્ષ પહેલા ચીને પોતાનું […]

ચીન લશ્કરી આધુનિકરણ તરફ ? વાંચો સમગ્ર અહેવાલ
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Dec 31, 2020 | 6:49 PM

સમગ્ર દુનિયા કોરોનાની મહામારી સામે લડી રહ્યુ છે ત્યારે ચીન તેની લશ્કરી તાકાતને વધારવામાં લાગ્યુ છે, માહિતી પ્રમાણે ચીનના ત્રીજા અને સૌથી મોટા વિમાનવાહક જહાજનું લોકાર્પણ આવતા વર્ષે થવાની સંભાવના છે, ચીનમાં સ્ટેટ મીડિયાના અહેવાલ પ્રમાણે, ચીન પોતાના પ્રાદેશિક અને દરિયાઇ વિવાદોને લઇને લશ્કરી આધુનિકરણની યોજનાઓને આગળ વધારી રહ્યુ છે, એક વર્ષ પહેલા ચીને પોતાનું બીજું વિમાનવાહક જહાજ શેન્ડોંગ લોન્ચ કર્યું હતું, જેને ચીનમાં જ બનાવવામાં આવ્યું હતું. જેને સોવિયત યુગના ક્રુઝરની જેમ બનાવવામાં આવ્યુ હતુ આ પ્રોજેક્ટને 2012માં શરૂ કરવામાં આવ્યો હતો. શેન્ડોંગ તાઇવાન અને દક્ષિણ ચાઇના સમુદ્રમાં પહેલેથી જ તૈનાત કરી દેવામાં આવ્યુ છેગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે હવે શાંઘાઇ નજીક જિઆનગન શિપયાર્ડમાં બે મોટા વિમાનવાહક જહાજો બનાવવામાં આવી રહ્યા છે જેને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી બનાવડાવી રહી છે, આ જહાજોને 2021માં લોંચ કરવામાં આવશે અને 2023 સુધી લડાઇ માટે તૈયાર થઈ શકે છે.ઇન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ ધરાવતુ આ ચાઇનાનું પ્રથમ જહાજ હશે, ચીનના વ્યૂહાત્મક નિષ્ણાંતોએ અગાઉ કહ્યું છે કે PLA નૌકાદળ છ વિમાનવાહક જહાજો બનાવવા પર કામ કરી રહ્યુ છે, જેમાં બે તાઇવાન સમુદ્ર સમુદ્ર અને દક્ષિણ ચીન સમુદ્ર, બે પશ્ચિમ પેસિફિક માટે અને બે હિંદ મહાસાગર તથા ચીન નજીકના સમુદ્રમાં તૈનાત કરવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">