ભારતના કોરોના સંકટનો ચીને ઉઠાવ્યો ફાયદો! તિબ્બતમાં ચૂપચાપ બદલ્યો સૈન્ય કમાન્ડર

ભારત હાલમાં કોરોના વાઈરસના સંકટમાં ફસાયું છે. ભારતની આ સ્થિતિનો લાભ ઉઠાવતા ચીને તિબ્બતમાં છુપી રીતે સૈન્ય કમાન્ડર બદલી દીધો છે. તેમને લેફ્ટિનન્ટ જનરલ વાંગ કાઈને નવા કમાન્ડર તરીકે નિયુક્ત કર્યા છે. તેમની પાસે લડાઈનો દાયકાઓનો અનુભવ છે.

  • Kunjan Shukal
  • Published On - 22:48 PM, 30 Apr 2021
ભારતના કોરોના સંકટનો ચીને ઉઠાવ્યો ફાયદો! તિબ્બતમાં ચૂપચાપ બદલ્યો સૈન્ય કમાન્ડર

ભારત હાલમાં કોરોના વાઈરસના સંકટમાં ફસાયું છે. ભારતની આ સ્થિતિનો લાભ ઉઠાવતા ચીને તિબ્બતમાં છુપી રીતે સૈન્ય કમાન્ડર બદલી દીધો છે. તેમને લેફ્ટિનન્ટ જનરલ વાંગ કાઈને નવા કમાન્ડર તરીકે નિયુક્ત કર્યા છે. તેમની પાસે લડાઈનો દાયકાઓનો અનુભવ છે.

વાંગ કાઈથી જોડાયેલો આ ખુલાસો ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના ઈતિહાસ વર્ગમાં થયો છે. જેમાં કાઈ ચીનના સૌથી મોટા સૈન્ય ક્ષેત્ર પશ્ચિમી થિયેટર કમાન્ડ હેઠળ આવનારા તિબ્બ સૈન્ય ક્ષેત્રના નવા કમાન્ડર તરીકે હાજર થયા હતા. હોંગકોંગના અખબાર સાઉથ ચાઈના મોર્નિગ પોસ્ટ મુજબ ઈતિહાસ શિક્ષણ કાર્યક્રમનું આયોજન પાર્ટી પ્રત્યે નિષ્ઠાને વધારવા આપવાના ઉદ્દેશ્યથી ચલાવવામાં આવી રહેલું એક રાષ્ટ્રીય સ્તરનું અભિયાન છે.

 

વાંગ કાઈ પહેલા આ પદ પર વાંગ હાઈજિયાંગ કાબિજ હતા. તેમને હવે શિંજિયાંગ ઉઈગર સ્વાયત ક્ષેત્ર (Xinjiang Uygur autonomous Region)માં સરકારી અધિકારી તરીકે નિયૂક્ત કરવામાં આવ્યા છે. વાંગ કાઈની વાત કરવામાં આવે તો તે સેનામાં આવ્યા બાદ સતત પ્રમોશન મેળવી રહ્યા છે. આના 8 વર્ષ પહેલા તે ચીની એલીટ 13માં ગ્રુપ આર્મીના કમાન્ડર બન્યા હતા. જેને ‘ટાઈગર ઈન ધ માઉન્ટેન્સ’ના નામથી ઓળખવામાં આવે છે.

 

સૌથી જાણીતું સૈન્ય યૂનિટ

13માં ગ્રુપ આર્મી ચીનનું સૌથી જાણીતા સૈન્ય યૂનિટમાંથી એક છે. જેને મુશ્કેલ પરિસ્થિતીઓ જેવી કે પહાડો, ઉંચા સ્થળો અને જંગલોમાં લડાઈ કરવામાં મહારથ હાંસલ છે. આ ફોર્સને વર્ષ 1949 બાદથી જ યુદ્ધ અભિયાનોમાં ભાગ લેનારુ એકમાત્ર ગ્રુપ પણ માનવામાં આવે છે. સાથે જ કોઈ પણ અન્ય ગ્રુપના મુકાબલે 1950ના દાયકામાં થયેલા કોરિયાઈ યુદ્ધ બાદથી સૌથી વધારે યુદ્ધ સન્માન મળ્યા છે. આ ફોર્સ વર્ષ 2017માં નવા 77માં ગ્રુપ આર્મીનો ભાગ બન્યું હતું.

 

શું છે સેનાનું મુખ્ય કામ?

માનવામાં આવે છે કે તેમના મોટાભાગના સૈનિક યૂન્નાન પ્રાંતમાં તૈનાત છે. જેનું મુખ્ય કાર્ય તિબ્બતની સ્થિરતા સુનિશ્ચિત કરવાનું અને ભારત અને વિયતનામથી જોડાયેલી ચીની સરહદની રક્ષા કરવાનું છે. આ ફોર્સે તિબ્બતમાં થયેલા તોફાનો અને ભારતની બોર્ડર પર થયેલી હિંસામાં ભાગ લીધો હતો.

તેના પૂર્વ કમાન્ડર જનરલ ઝાંગ યોક્સિયા હતા. તે સિવાય ફેબ્રુઆરી 2016માં પશ્ચિમી થિયેટર કમાન્ડમાં કમાન્ડર બન્યા પહેલા ઝાઓ જોંગ્કી પણ તેના કમાન્ડર રહી ચૂક્યા છે. પશ્ચિમી થિયેટરમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેમને 2017 ડોકલામ વિવાદ અને લદ્દાખમાં ભારતની સાથે 2020માં ચાલી રહેલા તણાવ દરમિયાન તેમને સેનાનું નેતૃત્વ કર્યુ હતું.

 

વાંગ કાઈને કેમ પસંદ કરવામાં આવ્યા?

ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીમાં પૂર્વ પ્રશિક્ષક રહેલા સોંગ ઝોંગપિંગનું કહેવું છે કે કાઈને આ કામ એટલે આપવામાં આવ્યું કારણ કે તેમની પાસે યુદ્ધનો સારો એવો અનુભવ છે. તિબ્બત તે વિસ્તાર છે, જે બીજિંગ માટે સૌથી વધારે મહત્વ રાખે છે.

સોંગે કહ્યું કે બીજિંગને આ વિસ્તારની દેખરેખ કરવા અને ચીની સરહદને સુરક્ષિત રાખવા માટે એક અનુભવી કમાન્ડરની જરૂરિયાત હતી. જે ગયા વર્ષે (લદ્દાખમાં) થઈ તેવી ઘટનાઓને રોકી શકે. ભારત અને ચીનની વચ્ચે ગયા વર્ષે મે મહિનાથી જ લદ્દાખમાં તણાવ ચાલી રહ્યો છે. બંને સેનાઓની ઝડપમાં 20 ભારતીય સૈનિક પણ શહીદ થયા હતા.