કૂતરા અને બિલાડીઓનું દુશ્મન બન્યું ડ્રેગન ! આ રોગથી પીડિત લોકોના પાલતુ જાનવરની બલી ચડાવી રહ્યુ છે ચીન

ચીનની કોવિડ ઝીરો ટોલરેન્સમાં સ્થાનિક સરકાર દ્વારા કોરોનાને નાથવા માટે મોટાપાયે પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. આ સિવાય આંશિક લોકડાઉન પણ લાદવામાં આવ્યુ છે.

કૂતરા અને બિલાડીઓનું દુશ્મન બન્યું ડ્રેગન ! આ રોગથી પીડિત લોકોના પાલતુ જાનવરની બલી ચડાવી રહ્યુ છે ચીન
File Photo
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Nov 15, 2021 | 9:03 AM

China: ચીનમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના પાલતુ પ્રાણીઓની હત્યા કરવામાં આવી રહી છે. સરકાર ‘ઝીરો ટોલરેન્સ’ (Zero Tolerance’) વ્યૂહરચનાના ભાગ રૂપે આ કાર્ય કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે આ વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

પરંતુ આ અમાનવીય નિયમથી દેશના પ્રાણી પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. ચીન ફરી એકવાર કોરોનાની સામે ઝઝૂમી રહ્યું છે. ઉપરાંત ઘણી બિલાડીઓ અને કૂતરાઓના પણ કોરોનાને કારણે મૃત્યુ થયા હોવાના અહેવાલ છે, જ્યારે તેમના માલિકોની સારવાર કરવામાં આવી રહી હતી.

પ્રાણી પ્રેમીઓમાં રોષ ફેલાયો 

ચેંગડુના રહેવાસીએ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ જિયાઓંગશુ પર દાવો કર્યો હતો કે તેના ક્વોરેન્ટાઈન પિરીયડ દરમિયાન તેની બિલાડીઓને મારી નાખવામાં આવી હતી. તેમજ ઉત્તરપૂર્વના શહેર હાર્બિનમાં રહેતી એક મહિલાએ ચીનના ટ્વીટર પર વેઈબો નામની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેની ત્રણ બિલાડીઓને સમુદાયના કાર્યકરો દ્વારા મારી નાખવામાં આવી હતી, કારણ કે તે કોરોના સંક્રમિત થઈ હતી. આથી હાલ ડ્રેગન કોરોનાના સંક્રમણને રોકવા માટે પાલતુ પ્રાણીઓની બલી ચડાવી રહ્યુ છે.

નિષ્ણાંતોએ સરકારના નિયમોની ટીકા કરી

જો કે નિષ્ણાતોનો અભિપ્રાય તદ્દન અલગ છે અને તેઓએ આ ઘટનાની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે વાયરસ ફેલાવવામાં પ્રાણીઓની ભૂમિકાના બહુ ઓછા પુરાવા છે. યુનિવર્સિટી ઓફ નોટિંગહામના વાઈરોલોજીના (Virology at the University of Nottingham) પ્રોફેસર રશેલ ટાર્લિંટને જણાવ્યું હતું કે બિલાડીઓ પર્યાવરણમાં વાયરસ ફેલાવશે અને તેમના માલિકોને ચેપ લગાડે તે બહુ વાસ્તવિક લાગતું નથી. તેમણે કહ્યું કે સામાન્ય રીતે સપાટી પરથી વાયરસ ફેલાવવાનું કોઈ જોખમ હોતું નથી.

કોવિડ ઝીરો ટોલરેન્સ પોલિસી શું છે?

ચીનની કોવિડ ઝીરો ટોલરેન્સમાં સ્થાનિક સરકાર દ્વારા મોટાપાયે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે અને આંશિક લોકડાઉન (Lockdown) લાદવામાં આવી રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં ચેપ અટકાવવા માટે નિયમો કડક કરવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ ચીનના શેન્યાંગમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 56 દિવસની ક્વોરેન્ટાઈન પિરીયડ નક્કી કરવામાં આવી છે. તેને વિશ્વનો સૌથી કડક ક્વોરેન્ટાઈન નિયમ કહેવામાં આવી રહ્યો છે. આ નિયમથી પ્રવાસીએ પહેલા ઓછામાં ઓછા 28 દિવસ સુધી હોટલમાં રહેવું પડશે અને પછી 28 દિવસ સુધી પોતાના ઘરમાં કોરોન્ટાઈન (Quarantine) રહેવાનું રહેશે.

આ પણ વાંચો: મશરૂમથી કોરોનાનો ઈલાજ શક્ય ! જાણો શું છે અમેરિકાના વૈજ્ઞાનિકોની ટીમનું રિસર્ચ ?

આ પણ વાંચો: Afghanistan Crisis: આખરે સત્ય આવ્યું સામે, હજારો તાલિબાની સામે 3 લાખ અફઘાન સૈનિકો કેવી રીતે હારી ગયા ?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati