ચીને ઉડાવી અમેરિકાની મજાક, અમેરિકી વિમાનો પર તાલિબાની આતંકીઓનો હિંચકા ખાતો વિડીયો શેર કર્યો !

અમેરિકાના અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળ્યા બાદથી ચીન સતત અમેરિકાના નાગરિકોને અપમાનિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે ચીન તરફથી એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તાલિબાન આતંકવાદીઓ અમેરિકન વિમાનો સાથે રમી રહ્યા છે.

ચીને ઉડાવી અમેરિકાની મજાક, અમેરિકી વિમાનો પર તાલિબાની આતંકીઓનો હિંચકા ખાતો વિડીયો શેર કર્યો !
File Photo

અફઘાનિસ્તાનમાંથી (Afghanistan) અમેરિકન સૈનિકો પાછા હટ્યા ત્યારથી ચીન (China) સતત અમેરિકાને નિશાન બનાવી રહ્યું છે. કેટલીકવાર તે તાલિબાનના (Taliban) આગમન પછી બગડતી પરિસ્થિતિ માટે અમેરિકાને દોષી ઠેરવી રહ્યો છે, તો કોઈ પણ મજાક ઉડાવાનો મોકો ચૂકતું નથી.

ચીન અમેરિકાને અપમાનિત કરવા માટે કોઈ કસર છોડી રહ્યું નથી. આ માટે ત્યાંના વરિષ્ઠ અધિકારીઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર આવી પોસ્ટ્સ મૂકી રહ્યા છે, જેની કોઈ અપેક્ષા રાખી ન હતી. ચીની સરકારના પ્રવક્તા ઝાઓ લિજિયને પણ હવે આવી જ એક પોસ્ટ શેર કરી છે.

લિજિયને પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તાલિબાન આતંકવાદીઓ અમેરિકન વિમાનો પર દોરડાથી ઝૂલી રહ્યા છે. લિજિયને અમેરિકાની મજાક ઉડાવવાના હેતુથી આ વીડિયો શેર કર્યો છે. આ સાથે, તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘સામ્રાજ્યોનું કબ્રસ્તાન અને તેમના યુદ્ધ મશીનો. તાલિબાનોએ તેમના વિમાનોને હિંચકા અને રમકડાંમાં રૂપાંતરિત કર્યા છે. આ પહેલા ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, અમે નવી અફઘાન સરકાર અને નેતાઓ સાથે સંપર્ક રાખવા માટે તૈયાર છીએ.

અમેરિકાએ 20 વર્ષ પછી અફઘાનિસ્તાન છોડયું છે
અમેરિકાએ 20 વર્ષની લડાઈ બાદ અફઘાનિસ્તાનમાંથી ખસી જવું પડ્યું છે અને તેની સાથે તેનું સૌથી લાંબા સમય સુધી ચાલનારું યુદ્ધ પણ સમાપ્ત થઈ ગયું છે. 11 સપ્ટેમ્બર, 2001 ના ઘાતક હુમલા બાદ અમેરિકાએ આતંકવાદીઓને ખતમ કરવા માટે અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો. તાલિબાન શાસન હેઠળ 1996-2001 દરમિયાન 9/11 હુમલા માટે અલ-કાયદાને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

આ આતંકવાદી સંગઠન અને તેના ચીફ ઓસામા બિન લાદેનને તાલિબાનનું સમર્થન હતું. અમેરિકાએ તાલિબાનને આવતાની સાથે જ સત્તા પરથી દૂર કરી દીધું. પરંતુ જો બાઇડને આ વર્ષે તેના સૈનિકોને પાછા ખેંચવાની જાહેરાત કરતા જ તાલિબાનોએ ફરી એક વખત દેશ પર કબજો કરી લીધો છે.

જિનપિંગ અને બાઇડને ફોન પર વાત કરી
ચીન આવા વીડિયો અને નિવેદનો એવા સમયે જાહેર કરી રહ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સાથે ફોન પર વાત કરી છે. યુએસ પક્ષ નિરાશ છે કે બાઇડન વહીવટીતંત્રના શરૂઆતના દિવસોમાં બંને દેશોના નેતાઓના ટોચના સલાહકારો વચ્ચેના ઉચ્ચ સ્તરીય સંપર્કો પરિણામ લાવ્યા નથી. તેઓ સાયબર સુરક્ષા ભંગ, બેઇજિંગ દ્વારા કોરોના વાયરસ રોગચાળાનું સંચાલન અને ચીનના ‘પ્રતિરોધક અને અયોગ્ય’ વેપાર જેવા મુદ્દાઓ પર વિવાદ છે.

આ પણ વાંચો : Afghanistan Crisis : તાલિબાન સરકારને લઈને સાઉદી અરેબિયાએ આપી પ્રતિક્રિયા, કહ્યું – સાચી દિશામાં આગળ વધી રહ્યું છે અફઘાનિસ્તાન

આ પણ વાંચો :Edible Oil : ખાદ્ય તેલ સસ્તા કરવા માટે સરકારે આપ્યો આ આદેશ, હવે થશે કડક કાર્યવાહી

Click on your DTH Provider to Add TV9 Gujarati