પાકિસ્તાનમાં હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પર ચીને ફરી શરૂ કર્યું કામ, બૉમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયા હતા ચીનના અનેક મજુર

પાકિસ્તાનમાં (Pakistan) ચીનના (China) એક પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ચીની નાગરિકો પર તેમની બસને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ ચીનની કંપનીએ અહીં કામ કરવાનું બંધ કરી દીધું હતું.

પાકિસ્તાનમાં હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પર ચીને ફરી શરૂ કર્યું કામ, બૉમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયા હતા ચીનના અનેક મજુર
File photo

Dasu Hydropower Project Accident: આ વર્ષે પાકિસ્તાનના (pakistan)ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બસને નિશાન બનાવી બોમ્બ બ્લાસ્ટ થયો હતો. 4320 મેગાવોટના દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ (Dasu Hydropower Project) પર કામ કરવા જઈ રહેલા 13 ચીની કામદારોના કરુણ મોત નિપજ્યા હતા. આ પ્રોજેક્ટનું કામ ચીનની એક કંપની પાકિસ્તાનમાં કરી રહી છે.

13 જુલાઈના હુમલા બાદ તેના પર કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે ફરી એકવાર અહીં કામ શરૂ કરવામાં આવ્યું છે. ચીનના ગાઝૌબા ગ્રુપ ઓફ કંપનીઝ (CGGC) એ તેના પાકિસ્તાની એન્જિનિયરો, કર્મચારીઓ અને અન્ય સ્ટાફને નોટિસ પાઠવી છે.

નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે,પાકિસ્તાનના વોટર એન્ડ પાવર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા દાસુ પ્રોજેક્ટ વિસ્તારની સુરક્ષામાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે અને 25 ઓક્ટોબર, 2021થી સાઈટનું કામ ધીમે ધીમે ફરી શરૂ કરવામાં આવ્યું છે.” પાકિસ્તાની કર્મચારીઓએ જણાવ્યું હતું કે જરૂરિયાતો અનુસાર સાઇટ પર તે તમામ લોકો કે જેમણે અગાઉ CGGC સાથે કામ કર્યું હતું તેઓને નોટિસ દ્વારા કામ પર પાછા ફરવા માટે જાણ કરવામાં આવી છે . નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “વિભાગોમાં કામ કરતા ચીની નેતાઓ ટેલિફોન દ્વારા કર્મચારીઓને કયા સમયે પરત ફરવાના છે તેની જાણ કરશે.”

18 રાઉન્ડની બેઠક થઇ
કર્મચારીઓને તેમની સાથે કોરોના વાયરસ રસીકરણ અને નોન-ક્રિમિનલ રેકોર્ડ પ્રમાણપત્રો લાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. જ્યારે દાસુ વિસ્તારમાં કામદારોને સ્થાનિક ક્લિનિકમાંથી તબીબી પ્રમાણપત્રો લાવવા માટે કહેવામાં આવ્યું છે. WAPDAના ચેરમેન લેફ્ટનન્ટ જનરલ મુઝમ્મિલ હુસૈન અને CGGCની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો પછી જ વિશ્વ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પ્રોજેક્ટ પર કામ ફરી શરૂ થઈ શકે છે.

દાસુ બસ વિસ્ફોટ પછી સરકારે કોહિસ્તાનમાં સૈન્ય તૈનાત કર્યું હતું, જે કારાકોરમ હાઇવે દ્વારા ચીની ઇજનેરો અને કામદારોને કાર્યસ્થળો અને સંબંધિત છાવણીઓમાં લઈ જાય છે. વર્લ્ડ બેંકની બે અલગ-અલગ ટીમોએ પણ આવીને પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું છે. આ ટીમોએ પ્રોજેકટ પર શાંતિપૂર્ણ કામગીરી માટે યોગ્ય સુરક્ષા પગલાં અપનાવવા જણાવ્યું છે.

તમને જણાવી દઈએ કે આ બસ વિસ્ફોટ બાદ ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડવા લાગ્યા હતા. અગાઉ પાકિસ્તાને ટેકનિકલ કારણોસર બસ બોમ્બ ધડાકાને વિસ્ફોટ ગણાવ્યો હતો પરંતુ બાદમાં તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો.

આ પણ વાંચો : Aryan khan drug case : દિલ્લી પહોંચ્યા બાદ સમીર વાનખેડે કહ્યું, મને કોઈ સમન્સ મોકલવામાં નથી આવ્યું, મારા વિરુદ્ધ લાગેલા આરોપમાં કોઈ દમ નથી

આ પણ વાંચો : Aryan Khan Drug Case: આર્યન ખાન આવશે જેલની બહાર ? જામીન અરજી પર સુનાવણી કરશે બોમ્બે હાઇકોર્ટ

Click on your DTH Provider to Add TV9 Gujarati