LAC વિવાદીત ક્ષેત્રમાં પીછેહઠ ન કરવા પર ચીન ફરી અડગ, કહ્યું, ભારતને જેટલું મળ્યું છે તેમાં ખુશ રહે

LAC પર ગયા વર્ષે જૂનમાં શરૂ થયેલા ભારત અને ચીન વચ્ચેનો વિવાદ હજુ અટક્યો નથી. ચીન, વારંવાર પોતાની શરતોનો ભંગ કરે છે, ફરીથી ચીને તેવું જ વલણ બતાવ્યું છે.

LAC વિવાદીત ક્ષેત્રમાં પીછેહઠ ન કરવા પર ચીન ફરી અડગ, કહ્યું, ભારતને જેટલું મળ્યું છે તેમાં ખુશ રહે
File Image
Utpal Patel

|

Apr 18, 2021 | 2:59 PM

LAC પર ગયા વર્ષે જૂનમાં શરૂ થયેલા ભારત અને ચીન વચ્ચેનો વિવાદ હજુ અટક્યો નથી. ચીન, વારંવાર પોતાની શરતોનો ભંગ કરે છે, ફરીથી ચીને તેવું જ વલણ બતાવ્યું છે. હકીકતમાં, ડ્રેગને પૂર્વી લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ, ગોગરા અને દેપ્સાંગના સંઘર્ષ ક્ષેત્રમાં પોતાના સૈનિકોને હટાવવાનો ઇનકાર કર્યો છે. એટલું જ નહીં, વધુમાં ચીને જણાવ્યું કે ‘ભારતને જેટલું મળ્યું છે તેનાથી ખુશ રહેવું જોઈએ’. આમ ચીને ફરી પોતાનું પોત પ્રકાશવાનું શરૂ કર્યું છે.

ગયા અઠવાડિયે, ભારત-ચીન બંને દેશો વચ્ચે સૈન્ય વાતચીતનો 11 મો રાઉન્ડ 13 કલાક સુધી ચાલ્યો હતો, જેમાં ચીને આ વિસ્તારોમાંથી પીછેહઠ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ચીન સાથેના વિવાદના સમાધાનમાં સામેલ એક ઉચ્ચસ્તરીય સ્ત્રોતે જણાવ્યું છે કે ચાઇના અગાઉ હોટ સ્પ્રિંગ્સ અને ગોગરાના પેટ્રોલિંગ પોઇન્ટ 15 અને પેટ્રોલિંગ પોઇન્ટ -17 Aમાંથી સૈન્ય પાછો ખેંચવા સંમત થયું હતું. પરંતુ બાદમાં ચીને આ વાત પરથી ફેરવી તોળ્યું છે. આ વાતથી સ્પષ્ટ છે કે ચીન ઈચ્છે છે કે ભારતીય સેના એલએસી નજીક પેટ્રોલિંગ પોઇન્ટ 15 અને 17 A પર તેમની આ નવી સ્થિતિને સ્વીકાર કરે અને ચીન આ વિસ્તારોમાં એપ્રિલ 2020 પહેલાની સ્થિતિ બાબતે પણ અનિચ્છા દર્શાવી છે.

ભારતીય સૈન્યના એક અધિકારીએ કહ્યું કે, “એપ્રિલ 2020થી લગભગ 60 ચીની સૈનિકો ગોગરા-હોટ સ્પ્રિંગ્સ વિસ્તારોમાં હાજર છે અને જ્યાં સુધી ચીન તેની સેના પાછી નહીં ખેંચે ત્યાં સુધી આ વિસ્તાર ખાલી કરવાની પ્રક્રિયા પર વિચારણા કરવામાં આવશે નહીં.” એકવાર આ તબક્કો પૂરો થયા પછી ભારતીય સૈન્ય દેપ્સાંગ વિસ્તારમાં પેટ્રોલિંગ રાઇટ્સના મુદ્દે આગળ વધશે. આ મુદ્દો વર્ષ 2013થી છે.

ખરેખર, આ ક્ષેત્ર ભારત અને ચીન બંને માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. ચીની સેના ગોગરા, હોટ સ્પ્રિંગ અને કોંગ્કાલા વિસ્તારમાં તૈનાત સૈનિકો માટે મોટી સંખ્યામાં લોજિસ્ટિક્સ લઈ જવા સક્ષમ છે. 20 મી ફેબ્રુઆરીએ લશ્કરી વાટાઘાટોનો દસમો રાઉન્ડ યોજાયો હતો. પેંગોંગ તળાવની ઉત્તરીય અને દક્ષિણ બાજુએથી બંને દેશોના સૈન્યએ તેમના સૈનિકો અને શસ્ત્રો ભગાડવા સંમતિ આપી હતી. જો કે હવે ચીન તેની અવગણના કરી રહ્યું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati