ચીનની નાપાક હરકત, નેપાળના હુમલા જિલ્લા પર ગેરકાયદે કબજો કરીને તારની વાડ લગાવી, સ્થાનીકોને રોક્યા

China Nepal News: ચીને નેપાળના વિસ્તારમાં વાડ લગાવી દીધી છે. તે અહીં સરહદના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો છે. સરકાર દ્વારા રચવામાં આવેલી પેનલના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

ચીનની નાપાક હરકત, નેપાળના હુમલા જિલ્લા પર ગેરકાયદે કબજો કરીને તારની વાડ લગાવી, સ્થાનીકોને રોક્યા
File photo

ચીને (china) પોતાની હાજરી દર્શાવવા નેપાળના (nepal)  હુમલા જિલ્લામાં (humla district) તાર અને વાડ લગાવી દીધા છે. નેપાળના ગૃહ મંત્રાલય દ્વારા રચવામાં આવેલા અભ્યાસ પેનલના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, ગૃહ મંત્રાલયને ટાંકીને અહેવાલ આપ્યો છે કે હુમલામાં નેપાળ ચીન સરહદે ઘણી સમસ્યાઓ જોવામાં આવી છે. પેનલનું નેતૃત્વ કરનાર સંયુક્ત સચિવ જય નારાયણે સપ્ટેમ્બરમાં ફિલ્ડ સ્ટડી હાથ ધર્યા બાદ આ મુદ્દે ગૃહમંત્રી બાલ કૃષ્ણ ખંડને રિપોર્ટ સોંપ્યો હતો.

રિપોર્ટ અનુસાર, હુમલામાં નેપાળ-ચીન બોર્ડર પર પિલર નંબર 4 થી 13 સુધી ઘણી સમસ્યાઓ જોવા મળી છે. પેનલે તેના રિપોર્ટમાં સરકારને કેટલીક ભલામણો પણ કરી છે. રિપોર્ટ અનુસાર, જે મર્યાદાનું ઉલ્લંઘન થયું છે તે વર્ષ 1963માં ચીન અને નેપાળ વચ્ચે નક્કી કરવામાં આવી હતી. પછી સીમાને ચિહ્નિત કરવા માટે થાંભલાઓ મૂકવામાં આવ્યા. પરંતુ ચીને આ સરહદનું ઉલ્લંઘન કરીને નેપાળના પ્રદેશ પર કબજો કરી લીધો છે. અહીં તેણે વાડ લગાવી છે.

તો બીજી તરફ એવું જાણવા મળ્યું છે કે ચીને નેપાળના વિસ્તારમાં વાડ ઊભી કરી છે. ચીન નેપાળના વિસ્તારમાં 145 મીટરની નહેર પણ બનાવી રહ્યું છે. તે અહીં રોડ પણ બનાવવા માંગે છે. માહિતી મળતા જ નેપાળના આર્મ્ડ પોલીસ ફોર્સે તેનો વિરોધ કર્યો હતો. અહીં મુકવામાં આવેલ વાડ દૂર કરવામાં આવી હતી.

ચીને પિલર 6 (1)ને ઘેરી લીધો છે. જે નેપાળના પ્રદેશમાં આવે છે. ચીને સ્તંભ 6 (1) અને સ્તંભ 5 (2) વચ્ચેના વિસ્તારમાં તેની હાજરી દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે નેપાળના સ્થાનિક અધિકારીઓ અહીં પહોંચ્યા ત્યારે તેઓને ચીની બાજુએ 7 (2) પિલર જોવા મળ્યો ના હતો.

આ પછી જાણવા મળ્યું કે ચીન સરહદના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પેનલના અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સ્તંભ 5 (2) અને સ્તંભ 4 વચ્ચે, ચીન નેપાળના લોકોને તેમના ઢોરને ચરાવવા દેતું નથી. તે લોકોને પોતાના વિસ્તારમાં આવતા અટકાવી રહ્યો છે. નેપાળ સરકારે આ મુદ્દો ચીની દૂતાવાસ દ્વારા ચીની સરકાર સમક્ષ ઉઠાવ્યો છે.

આ બાબતને ઉકેલવા માટે અનેક વાર ચર્ચા કરવામાં આવી છે. મંગળવારે નેપાળના વિદેશ પ્રધાન નારાયણ ખડકા અને તેમના ચીની સમકક્ષ વાંગ યી વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ દરમિયાન તેમણે સરહદ વિવાદ પર પણ વાત કરી છે.

આ પણ વાંચો : Animal Husbandry: લ્યો બોલો ! IVF ટેક્નિકથી ભારતમાં પહેલી વાર ભેંસે આપ્યો વાછરડાને જન્મ

આ પણ વાંચો : ITR Filing: નવું ઇન્કમ ટેક્સ પોર્ટલ આજે સવારે 10 વાગ્યા સુધી કામ કરશે નહીં, જાણો કઈ સુવિધાઓ પ્રભાવિત થશે?

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati