ગલવાન નદીમાં પાણી વધતા ચીની સૈન્ય મુશ્કેલીમાં, પાછળ હટ્યે જ છુટકો

ગલવાન નદીમાં પાણી વધતા ચીની સૈન્ય મુશ્કેલીમાં, પાછળ હટ્યે જ છુટકો

ભારત અને ચીનના સૈન્ય વચ્ચે હિંસક અથડામણની સાક્ષી બનેલ ગલવાન નદી હવે ચીન માટે મુશ્કલ બની રહી છે. સેટેલાઈટથી તાજેતરમાં જ મળેલી તસ્વીરોએ સાફ કર્યું છે કે, ગલવાન નદીમાં જળસ્તર વઘતા, ગલવાન ખીણપ્રદેશમાં કેમ્પ નાખીને બેઠેલી ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની મુશ્કેલીમાં વધારો થયો છે. નદીમાં જળસ્તર વઘતા જ ચીનના સૈન્યને બિસ્તરા પોટલા લઈને પાછળ ખસવુ […]

Bipin Prajapati

|

Jul 05, 2020 | 12:45 PM

ભારત અને ચીનના સૈન્ય વચ્ચે હિંસક અથડામણની સાક્ષી બનેલ ગલવાન નદી હવે ચીન માટે મુશ્કલ બની રહી છે. સેટેલાઈટથી તાજેતરમાં જ મળેલી તસ્વીરોએ સાફ કર્યું છે કે, ગલવાન નદીમાં જળસ્તર વઘતા, ગલવાન ખીણપ્રદેશમાં કેમ્પ નાખીને બેઠેલી ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની મુશ્કેલીમાં વધારો થયો છે. નદીમાં જળસ્તર વઘતા જ ચીનના સૈન્યને બિસ્તરા પોટલા લઈને પાછળ ખસવુ પડશે.

Water rises in Galvan River, satellite image

15 જુને ગલવાન નદીમાં જે સપાટીએ પાણી હતુ તેના કરતા હાલ પાણીની સપાટી વધી છે. ગલવાન નદીમાં પાણીનું સ્તર વધવા પાછળ ઉચકાયેલા તાપમાનનો પારાથી, લેહ લદ્દાખમાં બરફ ઓગળ્યો છે. જેનુ પાણી ગલવાન નદીમાં આવતા જ ખીણ પ્રદેશમા અડીગો જમાવીને બેઠલ ચીન સૈન્યની મુશ્કેલીમાં વધી રહી છે. માત્ર ગલવાન નદી જ નહી, ગોગરા, હોટ સ્પ્રીગ્સ, પૈગોગ તળાવની જળસપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે ચીનને કોઈ પણ સંજોગોમાં પાછળ હટવું જ પડે તેવી સ્થિતિ છે.  સેટેલાઈટ તસ્વીરોએ સાફ કર્યું છે કે, ચીને જ્યા ટેન્ટ બનાવ્યા હતા ત્યા હાલ પાણી છે. વાસ્તવિક નિયત્રણ રેખા ઉપર તહેનાત ભારતીય સૈન્યનુ માનવું છે કે,ભૌગોલીક સ્થિતિ ભારત માટે ફાયદાકારક અને ચીન માટે પારાવાર મુશ્કેલ છે. ચીની સૈન્ય માટે ગલવાન ખીણ પ્રદેશ ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં પણ રહેવું અશક્ય છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati