ચીન સતત ભારતની કરી રહ્યું છે જાસૂસી, આ રીતે મેળવી રહ્યું છે દેશની મહત્વની જાણકારી

ભારત અને ચીન સીમા વિવાદ વર્ષોથી ચાલે છે. ચીન ભારતીય સેના, દેશના મોટા નિર્ણયો વિશે જાણકારી માટે જાસૂસી કરે છે. મોટા બિઝનેસ સ્ટાર્ટઅપની આડમાં તે દુનિયાના દરેક દેશમાં નજર રાખે છે. તકનીકનો ઉપયોગ કરીને ચીનના જાસૂસો અમેરિકા જેવા દેશનો પણ ડેટા ચોરી કરે છે. દુનિયાભરમાં ચીન પર આ બાબતે આરોપ લાગતા રહ્યાં છે. Facebook પર […]

ચીન સતત ભારતની કરી રહ્યું છે જાસૂસી, આ રીતે મેળવી રહ્યું છે દેશની મહત્વની જાણકારી
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 2:53 PM

ભારત અને ચીન સીમા વિવાદ વર્ષોથી ચાલે છે. ચીન ભારતીય સેના, દેશના મોટા નિર્ણયો વિશે જાણકારી માટે જાસૂસી કરે છે. મોટા બિઝનેસ સ્ટાર્ટઅપની આડમાં તે દુનિયાના દરેક દેશમાં નજર રાખે છે. તકનીકનો ઉપયોગ કરીને ચીનના જાસૂસો અમેરિકા જેવા દેશનો પણ ડેટા ચોરી કરે છે. દુનિયાભરમાં ચીન પર આ બાબતે આરોપ લાગતા રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

china-increasing-military-and-industrial-spying-in-india

આ પણ વાંચો :  જાણો એ લડાઈ વિશે જ્યારે ભારતીય સેનાએ ચીનની સેનાને ધૂળ ચટાડી દીધી હતી!

છેલ્લાં કેટલાંક વર્ષોથી ચીન ભારતની વધારે જાસૂસી કરી રહ્યું છે. ચીન બિઝનેસની આડ લઈને એવા ભારતના ઠેકાણાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે જે સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના છે. ચીન ભારતના એવા વિસ્તારમાં ઉદ્યોગો અને સ્ટાર્ટઅપમાં રોકાણ કરી રહ્યું છે જે વિસ્તાર સૈન્ય દ્રષ્ટિએ ભારત માટે ખુબ જ મહત્વના છે. જો કે ચીનની આ ચાલથી ભારતની ગુપ્તચર એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગત વર્ષે જૂન મહિનામાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ જ્યારે એક ચાઈનીઝ બિઝનેસ ડેલિગેશન કર્ણાટકના INS કાદંબાના નજીકના વિસ્તારમાં પહોંચ્યું. ચીનના બિઝનેસ ડેલિગેશને આ વિસ્તારની મુલાકાત લીધી હતી. એવી જાણકારી આપવામાં આવી હતી કે ચીન આ વિસ્તારમાં ધંધાકીય રોકાણ કરવા માગે છે અને તેના લીધે આ વિઝિટ કરવામાં આવી હતી. જો કે ભારતની ગુપ્તચર એજન્સીઓને અંદાજો આવી ગયો હતો. એજન્સીના સૂત્રોનું કહેવું હતું કે ડેલિગેશન બિઝનેસની આડમાં ભારતીય નૌસેના બેઝની જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યું છે. આ નૌસેના બેઝ ભારત માટે મહત્વનું છે કારણ કે ત્યાં નેવલ એરક્રાફ્ટ કેરિયર ડોક્સ પણ છે.

china-increasing-military-and-industrial-spying-in-india

એક ખાનગી અખબારનો અહેવાલમાં જાણકારી આપવામાં આવી કે ચીનના લોકો ઓડિસામાં એ જગ્યાએ વધારે નોકરી કરી રહ્યાં છે જે જગ્યા ભારત માટે મહત્વની છે. આ જગ્યાનું નામ વ્હીલર દ્રીપ છે જેને એપીજે અબ્દુલ કલામ દ્રીપ પણ કહેવામાં આવે છે. આ જગ્યાએથી DRDO ભારતની તમામ મિસાઈલનું પરીક્ષણ કરે છે અને તેની માહિતી મેળવવા માટે ચીન અહીં પગપેસારો કરી રહ્યું છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

દુનિયાભરમાં ચાઈનીઝ એપ વિશે સવાલ ઉઠી રહ્યાં છે. ટિકટોક જેવા ચાઈનીઝ એપ પર જાસૂસીનો આરોપ લાગ્યો છે. ઘણાં દેશમાં સૈન્ય અધિકારીઓ કે કર્મચારીઓને ટિકટોકનો ઉપયોગ ન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આમ ટેક્નોલોજીની મદદથી અને નવા ટેક્નોલોજી સ્ટાર્ટઅપની મદદથી પણ ચીન દુનિયાભરમાં જાસૂસી કરી રહ્યું છે. ZOOM એપ પર પણ આરોપ લાગ્યો કે ચીનમાં તેનું સર્વર છે અને તે સમગ્ર દુનિયામાં જાસૂસી માટે ચીની સરકારે મદદ કરી રહ્યું છે.

china-increasing-military-and-industrial-spying-in-india

5G ઈન્ટરનેટની રાહ જોવામાં આવી રહી છે. દુનિયાભરમાં સૌથી સસ્તી ટેક્નોલોજી ચીનની હુવાવે કંપની આપી રહી છે. 5G ટેક્નોલોજીના આવી જવાથી  દેશમાં ઈન્ટરનેટથી કામ તો વધારે ઝડપથી થઈ શકશે પણ જાસૂસીની તલવાર લટકી રહી છે. રિપોર્ટસ મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિને ગુપ્તચર એજન્સીએ માહિતગાર કર્યા છે કે 5G ટેક્નોલોજીની સૌથી મોટી કંપની હુવાવે ચીન માટે જાસૂસી કરી રહી છે. એ વાત કોઈથી અજાણ નથી કે ચીનની કંપનીઓને ત્યાંની સરકારના પ્રભાવમાં રહીને કામ કરવું પડે છે અને તમામ માહિતી ચીન સરકાર સાથે શૅર કરવી પડે છે. ચાઈના ઈન્ટેલિજેન્સ કાયદાની કલમ 7 મુજબ વિવિધ કંપનીઓ પાસે ચીન જાસૂસી કરાવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દુનિયાભરમાં ચીનની ટેક્નોલોજીને પ્રાઈવસીની દ્રષ્ટિએ યોગ્ય ગણવામાં આવતી નથી. દિલ્હીમાં ચાઈનીઝ કંપની હિકવિઝનના કેમેરા લગાવવામાં આવ્યા છે. એવો દાવો કરવામાં આવે છે કે આ કેમેરાથી ચીન સુધી તમામ તસ્વીરો પહોંચે છે. અમેરિકા અને બ્રિટનમાં હિકવિઝનના કેમેરાને લઈને વિરોધ થઈ રહ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ચાઈનીઝ કંપનીના હિકવિઝનના કેમેરા સૈન્ય ઈમારતોમાંથી હટાવવા આદેશ આપ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">