Galwan Clashમાં માર્યા ગયેલા PLAના સૈનિકોની સંખ્યા પર સવાલ ઉઠાવતા Chinaએ ત્રણ બ્લોગરોની કરી ધરપકડ

Galwan Clash: ગયા વર્ષે 15 જૂને ગલવાન ખીણમાં લોહિયાળ ઘર્ષણમાં માર્યા ગયેલા તેના સૈનિકોની વાતને ચીને (china) સ્વીકારી છે.

  • Tv9 webdesk41
  • Published On - 16:11 PM, 22 Feb 2021
China arrests three bloggers for questioning over PLA soldiers killed in Galwan Clash

Galwan Clash: ગયા વર્ષે 15 જૂને ગલવાન ખીણમાં લોહિયાળ ઘર્ષણમાં માર્યા ગયેલા તેના સૈનિકોની વાતને ચીને (china) સ્વીકારી છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ કહ્યું કે આ ઘટનામાં તેના ચાર સૈનિકો માર્યા ગયા છે. તે જ સમયે, હવે Chinaમાં ત્રણ Bloggersની ધરપકડ કરવામાં આવી છે (Arrest), જેમણે Galwan ખીણમાં ઘર્ષણના ચીની અર્થઘટન પર સવાલ ઉઠાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પત્રકાર કિયુ ઝીમિંગ (38)ની શનિવારે નાનજિંગમાં ધરપકડ કરવામાં આવી હતી.

 

ઉલ્લેખનીય છે કે, ગલવાન ખીણમાં 9 મહિના સુધી ઘર્ષણ પર મૌન રાખનારા ચીને શુક્રવારે આ ઘટનામાં માર્યા ગયેલા સૈનિકોની વાત સ્વીકારી હતી. હકીકતમાં ચીન આર્મીએ ગલવાન ખીણમાં ઘર્ષણ અંગે પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના પાંચ જવાનોનું સન્માન કર્યું હતું. આ ઘટનામાં માર્યા ગયેલા ચાર સૈનિકો પણ શામેલ હતા. આ ઉપરાંત આ અથડામણમાં ચીની બાજુનો કમાન્ડર પણ ઘાયલ થયો હતો. આ પહેલા ચાઈનાએ આ ઝઘડામાં માર્યા ગયેલા તેના સૈનિકોની સંખ્યા વિશે કોઈ જાહેરાત કરી નથી.

 

કિયુ જિમિંગનું માનવું છે કે મૃત્યુઆંક વધારે છે
તે જ સમયે, પત્રકાર કિયુ જિમિંગે ચીની સરકાર દ્વારા ઘર્ષણમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા પર સવાલ ઉઠાવ્યા હતા. ભારતીય સેનાના અધિકારીઓએ આ અથડામણ વિશે કહ્યું હતું કે તેમાં 45 ચીની સૈનિકો માર્યા ગયા છે. તે જ સમયે, આ એક એવો દાવો હતો જેને પાછલા અઠવાડિયે અનેક ઈન્ટરવ્યુમાં ઉત્તરીય કમાન્ડના પૂર્વ ચીફ લેફ્ટનન્ટ જનરલ વાય.કે. જોશી દ્વારા પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. આ ચીની બ્લોગર ચીનના દાવા અંગે શંકાસ્પદ હતો અને લાગ્યું કે માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા વધારે છે.

 

અન્ય બે લોકોની પણ કરવામાં આવી ધરપકડ
કિયુ જિમિંગે સવાલ કર્યો હતો કે ચીની સરકારને આ ઘર્ષણમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા સ્વીકારવામાં 8 મહિના કરતાં વધુ સમય કેમ લાગ્યો? જ્યારે ભારતીય પક્ષે શહીદ જવાનોને સંપૂર્ણ આદર સાથે ઘટના બાદ તરત અંતિમ વિદાય આપી હતી અને સંખ્યા જાહેર કરી હતી. કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે બીજિંગમાં પણ આવો જ પ્રશ્ન ઉઠાવવા બદલ અન્ય એક પત્રકારની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે તેણે માર્યા ગયેલા સૈનિકોનું અપમાન કર્યું છે. બીજી તરફ, PLAએ જવાનોનું અપમાન કરનારી એક પોસ્ટ ઉપર સિચુઆનમાં ત્રીજા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: દાદરા નગર હવેલીના સાંસદ Mohan delkarની આત્મહત્યા, આપઘાતનું કારણ અકબંધ