ચીનને એમનેમ ચીટર કેહવાય છે? ચીની કંપનીએ ઓસ્ટ્રેલીયામાં આઈલેન્ડ ખરીદ્યો, હવે સ્થાનિક લોકોને જ નથી જવા દેતા

ચીનને એમનેમ ચીટર કેહવાય છે? ચીની કંપનીએ ઓસ્ટ્રેલીયામાં આઈલેન્ડ ખરીદ્યો, હવે સ્થાનિક લોકોને જ નથી જવા દેતા

એક ચીની કંપનીએ ગયાં વર્ષે ઓસ્ટ્રેલીયામાં આઈલેન્ડમાં એક હિસ્સો ખરીદ્યો હતો. હવે ઓસ્ટ્રેલીયાના લોકોએ આરોપ લગાવ્યો છે કે તેમને જ આઈલેન્ડ પર જવા નથી દેવામાં આવતા. સ્થાનીકોનુ કહેવું છે કે આઇલેન્ડનો ઉપયોગ હવે ફક્ત પ્રવાસીઓ માટે જ કરવામાં આવી રહ્યો છે. ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર ચાઈનાની બ્લૂમ નામની એક કંપનીએ ગયાં વર્ષે ઓસ્ટ્રેલીયાના કેસ્વિક આઈલેન્ડનો […]

Hardik Bhatt

| Edited By: Pinak Shukla

Dec 03, 2020 | 7:52 AM

એક ચીની કંપનીએ ગયાં વર્ષે ઓસ્ટ્રેલીયામાં આઈલેન્ડમાં એક હિસ્સો ખરીદ્યો હતો. હવે ઓસ્ટ્રેલીયાના લોકોએ આરોપ લગાવ્યો છે કે તેમને જ આઈલેન્ડ પર જવા નથી દેવામાં આવતા. સ્થાનીકોનુ કહેવું છે કે આઇલેન્ડનો ઉપયોગ હવે ફક્ત પ્રવાસીઓ માટે જ કરવામાં આવી રહ્યો છે.

ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર ચાઈનાની બ્લૂમ નામની એક કંપનીએ ગયાં વર્ષે ઓસ્ટ્રેલીયાના કેસ્વિક આઈલેન્ડનો એક હિસ્સો 99 વર્ષ માટે લીઝ પર લીધો હતો. હવે સ્થાનીકોની ફરિયાદ છે કે તેમને આઈલેન્ડના એ હિસ્સામાં પણ નથી જવા દેવામાં આવતા કે જે સાર્વજનીક છે.. જ્યાં બીચ અને પાર્ક છે. આઇલેન્ડ પર ભાડાના મકાનમાં રહેતા એક દંપતિને ફક્ત ત્રણ દિવસની નોટીસ પર ઘર ખાલી કરવાનું કહી દેવાયું. તે જ આઈલેન્ડ પર લોકોને તેમના ઘર અને એયરબીએનબીના માધ્યમથી ભાડે ના આપવા માટે પણ કહી દેવાયું છે. રિપોર્ટ મુજબ સ્થાનીક લોકોનો આરોપ છે કે આઈલેન્ડ ચીનની કમ્યુનીસ્ટ પાર્ટીની સંપતી થઇ ગયો છે. લોકોએ તો એમ પણ કહ્યું કે આલેન્ડ ફક્ત પ્રવાસીઓ માટે જ આરક્ષીત કરવાની કોશીષ કરવામાં આવી રહી છે. આઇલેન્ડની પૂર્વ નિવાસી જુલી વિલિસે કહ્યું હતું કે તેમને નથી લાગતું કે તે લોકો ઓસ્ટ્રેલીયન નાગરીકોને તે આઈલેન્ડ પર જોવા માંગે છે. તે લોકો ફક્ત ચીની ટુરિઝમ માર્કેટ માટે જ આઇલેન્ડનો ઉપયોગ કરવા માંગે છે. સાથે જ આઈલેન્ડનો એક મોટો હિસ્સો નેશનલ પાર્ક એટલે કે સરકારની સંપતી છે. ચીની કંપનીએ ફક્ત 20 ટકા જમીન લીઝ પર લીધી છે. છતાં પણ સ્થાનીક લોકોને સરકારી પાર્કમાં જતા રોકવા માટે એન્ટ્રી પોઇન્ટ બંધ કરવાની કોશીષ કરવામાં આવી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati