ચીન ભારતમાં રોકાણ હવે સીધી રીતે નહી કરી શકે, રોકાણ માટે ચીને કડક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે

  • Publish Date - 2:54 pm, Fri, 16 October 20 Edited By: Pinak Shukla
ચીન ભારતમાં રોકાણ હવે સીધી રીતે નહી કરી શકે, રોકાણ માટે ચીને કડક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે

ભારત – ચીન સીમા તણાવની અસર ચીનના ભારતમાં રોકાણ ઉપર પણ પડતી નજરે પડી રહી છે. કેન્દ્ર ચીની કંપનીઓ દ્વારા ભારતમાં થનાર અને થઈ રહેલા રોકાણ મામલે કડકાઈથી વર્તી રહી છે. સરકારે મામલે સ્પષ્ટ કર્યું છે કે તેની કેટલીક કંપનીઓની ગતિવિધિઓ ઉપર ખાસ નજર છે.


સરકાર ચીનના મામલે સ્ટાર્ટઅપને મળનાર રોકાણ ઉપર પાડનાર અસરના નુકશાનને પણ સહન કરવા તૈયારી બતાવી રહી છે. ફિક્કીના ઇંવેન્ટમાં દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી.સુબ્રમણ્યમે કહ્યું હતું કે સરહદની સ્થિતિને જોતા સીમાપારથી થતા રોકાણ ઉપર નજર રાખવી જરૂરી છે. સરકારના સ્કૅનરમાં પ્રત્યક્શન અને અપ્રત્યક્ષ બંને પ્રકરણ રોકાણની તાપસ કરાય છે .

Department for Promotion of Industry and Internal Trade DPIIT એ ચાલુવર્ષે જ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય સીમાથી જોડાયેલ દેશ અથવા વ્યક્તિએ ભારતમાં કોઈપણ સેક્ટરમાં રોકાણ કરતા પહેલા ભારત સરકારની મંજૂરી લેવી ફરજીયાત છે.સરકારી નિર્ણયથી ચીન અને હોંગકોંકના રોકાણકારો ધીમા પડયા છે. સરકારને આશા છે કે મોટી સંખ્યામાં બીજા દેશનો પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ રોકાણની જરૂર પુરી શ્રી શકે છે. અન્ય દેશના પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ભારતીય સ્ટાર્ટઅપ્સમાં રોકાણકારો સારો રસ દેખાડી રહ્યા છે.

ભારતીય સ્ટાર્ટઅપ્સમાં ચાઇનાની ટેક ઇન્વેસ્ટર્સએ 29.34 હજાર કરોડ રોકાણ કર્યું છે. માર્ચ 2020 સુધી ભારતના 30 થી 18 યુર્નિકોર્નમાં ચાઇના રોકાણકારોનું રોકાણ છે. ભારતમાં  ચાઇનાની અલીબાબા, ટેંશેન્ટ અને બાયડાન્સ કંપનીની યુ.એસ. દિગ્દર્જ  કંપનીઓ ફેસબુક, અમેઝન અને ગૂગલ જેવી કંપનીઓએ સીધી ટક્કર આપે છે. આ ઉપરાંત ભારતીય સ્માર્ટફોન  માર્કેટમાં પણ ચાઇનાની કંપનીના માર્કેટ શેર 72% છે. આ સમયે ભારતમાં હોંગકોંકના  111 અને ચાઇનાના 16  Foreign Portfolio Investment (FPI) રજિસ્ટર છે. ચીનના Foreign direct investment – FDI માં ઘટાડો નોંધાયો છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati