ચાલબાઝ ચીનની એપ્લિકેશન TikTokનાં દુનિયામાં પાયા હચમચ્યા,ટિકટોક પર ભારતે લીધેલા પગલા બાદ સમગ્ર દુનિયાનાં નિશાના પર ચીની એપ્લિકેશન,TikTokને વેચવા કાઢવાની તૈયારીમાં ચીની કંપની

ચાલબાઝ ચીનની એપ્લિકેશન TikTokનાં દુનિયામાં પાયા હચમચ્યા,ટિકટોક પર ભારતે લીધેલા પગલા બાદ સમગ્ર દુનિયાનાં નિશાના પર ચીની એપ્લિકેશન,TikTokને વેચવા કાઢવાની તૈયારીમાં ચીની કંપની
http://tv9gujarati.in/chalbaaz-chinni-…hake-che-compmay/

કોરોના વાયરસ (coronavirus)નાં ફેલાવા અને ભારત વચ્ચે વિવાદને લઈને ચીની કંપની દુનિયાનાં નિશાના પર આવી ગઈ છે. ખાસ કરીને TikTokને આનું સૌથી વધારે નુક્શાન ઉઠાવવું પડ્યું. લદ્દાખમાં હિંસા પછી ભારતે ચીનની 59 મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાડી દીધો હતો અને હવે અમેરિકા પણ તેના પર પ્રતિબંધ લગાડવા માટે વિચારી રહી છે તો પાકિસ્તાનમાં પણ TikTok […]

Pinak Shukla

|

Jul 18, 2020 | 7:41 AM

કોરોના વાયરસ (coronavirus)નાં ફેલાવા અને ભારત વચ્ચે વિવાદને લઈને ચીની કંપની દુનિયાનાં નિશાના પર આવી ગઈ છે. ખાસ કરીને TikTokને આનું સૌથી વધારે નુક્શાન ઉઠાવવું પડ્યું. લદ્દાખમાં હિંસા પછી ભારતે ચીનની 59 મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાડી દીધો હતો અને હવે અમેરિકા પણ તેના પર પ્રતિબંધ લગાડવા માટે વિચારી રહી છે તો પાકિસ્તાનમાં પણ TikTok પર પ્રતિબંધ લગાડવા માટે માગ ઉઠી છે. દુનિયાભરમાં બની રહેલા માહોલને જોઈને ચીની કંપની bytedance દ્વારા TikTokને વેચવાનો નિર્ણય લઈ શકે છે. વ્હાઈટ હાઉસનું પણ માનવું છે કે હાલનાં સમયમાં આ શક્ય છે. અમેરિકાનાં આર્થિક સલાહકાર લૈરી કુડલોનું કહેવું છે કે bytedance પોતાને બચાવવા માટે વિવાદિત TikTokને વેચી શકે છે.

કુડલોનું કહેવું છે કે અમે ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાડવા માટેનો કોઈ અંતિમ નિર્ણય લીધો નથી પરંતુ જે રીતે TikTokની વિરૂદ્ધમાં માહોલ બની રહ્યો છે તે જોઈને મને લાગે છે કે Bytedance તેનાથી છુટકારો પામી શકે છે અને તે જ તેના માટે સાચુ પણ છે. ટિકટોક પર પ્રતિબંધને લઈને બાઈટડાન્સ કંપનીની સાથે ચીનને પણ મોટું આર્થિક નુક્શાન ઉઠાવવાનો વારો આવ્યો છે.

કોરોના વાયરસને લઈને ચીનની અર્થ વ્યવસ્થા એમ પણ હચમચી ઉઠી છે અને તેવામાં કંપનીઓ પર લાગી રહેલા પ્રતિબંધને લઈને તેની સ્થિતિ વધારે ખરાબ થવા લાગી છે. આ કારણોને લઈ ચીનમાં બેરોજગારીમાં પણ વધારો થયો છે. આઠ મિલિયન કરતા વધારે ચીની છાત્રો સ્નાતક થઈ જશે પણ નોકરી નથી મળી રહી કેમકે તેમની પાસે પુરતા પ્રમાણમાં નોકરી જ નથી.આંકડાઓ પર નજર કરીએ તો જૂનમાં બેરોજગારી આંક 5.7% હતો જો કે એમ મનાય છે કે તે ખરેખર ઘણો વધારે છે. એક રીપોર્ટ મુજબ તો 80 મિલિયન સર્વીસ સેક્ટર અને 20 મિલિયન ઉત્પાદન ક્ષેત્રનાં કર્મચારીઓ કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે. આ સિવાય વિદેશી કંપનીઓ ચીનને છોડીને જવા લાગી છે. Appleનાં સપ્લાયર ફોક્સકોને ભારત માટે પોતાની યોજનાઓ  જાહેર કરી છે જેમાં આઈફોન અને આઈપેડનાં નિર્માતા આવનારા ત્રણ વર્ષમાં એક બિલિયન ડોલરનું રોકાણ ભારતનાં તમિલનાડુંમાં કરશે. હાલમાં આ પ્લાન્ટમાં અત્યારે iphoneનાં લોઅર અને વેરીઅંટનું ઉત્પાદન થાય છે, જો કે અહીં રોકાણ બાદ ચીનમાં ઉત્પાદિત થનારા અન્ય iphone મોડલ બનાવવામાં આવશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati