Capitol Hill Violence: અમેરિકન સંસદમાં હિંસા દરમિયાન ખુરશી ફેંકનાર CEOને જેલની સજા, આટલો દંડ ભરવો પડશે

અમેરિકાના ઉપનગરીય શિકાગોમાં એક ટેક કંપનીના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરએ 6 જાન્યુઆરીએ હિંસા દરમિયાન ખુરશી ફેંક્યા બાદ તેમની નોકરી ગુમાવી દીધી હતી અને હવે તેમને આ કેસમાં જેલની સજા કરવામાં આવી છે.

Capitol Hill Violence: અમેરિકન સંસદમાં હિંસા દરમિયાન ખુરશી ફેંકનાર CEOને જેલની સજા, આટલો દંડ ભરવો પડશે
Capitol Hill Violence
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 11:40 PM

Bradley Rukstales Gets 30 Days in Jail: અમેરિકાના ઉપનગરીય શિકાગોમાં એક ટેક કંપનીના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO)એ 6 જાન્યુઆરીએ હિંસા દરમિયાન કેપિટલ (યુએસ પાર્લામેન્ટ બિલ્ડીંગ)ની અંદર ખુરશી ફેંક્યા બાદ તેમની નોકરી ગુમાવી દીધી હતી અને હવે તેમને આ કેસમાં 30 દિવસની જેલની સજા કરવામાં આવી છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ કાર્લ નિકોલ્સે પણ ઇલિનોઇસમાં ઇન્વરનેસના બ્રેડલી રક્સટેલ્સને 500 ડોલરનો દંડ પણ ભરવાનો આદેશ આપ્યો હતો.

રક્સટેલ્સે અગાઉ સ્વીકાર્યું હતું કે, તેણે કેપિટલ પર હુમલો કર્યો હતો, પોલીસ અધિકારીઓ પર ખુરશીઓ ફેંકી હતી. જો કે, તેમણે દલીલ કરી હતી કે, અધિકારીઓને ખુરશી વાગવાનો ખતરો નહોતો. તે જ સમયે, ફરિયાદીઓએ કહ્યું કે, રક્સટેલ્સનો વ્યવહાર કેપિટોલમાં અંધાધૂંધીમાં વધારો કરે છે. આ ઘટના બાદ, Ruxtelsને Cogenciaના CEO પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. હિંસાના એક દિવસ પછી રક્સટેલ્સે જાહેરમાં માફી માંગી હતી.

શુક્રવારે રાત્રે જાહેર કરાયેલા એક નિવેદનમાં, રક્સટેલ્સે જણાવ્યું હતું કે, તે 6 જાન્યુઆરીના રોજ તેણે કરેલી હરકતો બદલ દિલગીર છે, તેણે સજા સ્વીકારી છે અને તેના જીવનના આ પ્રકરણનો અંત લાવવા માટે આતુર છે. તમને જણાવી દઈએ કે, 6 જાન્યુઆરીના રોજ, યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ યુએસ સંસદ ભવનને ઘેરો ઘાલીને અને રાષ્ટ્રપતિ જો બિડેનની જીતની પ્રમાણપત્ર પ્રક્રિયામાં અવરોધ ઊભો કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

હિંસામાં સામેલ પ્રદર્શનકારીઓના વકીલોનું કહેવું છે કે, ચૂંટણી વિશે કહેવામાં આવેલા જૂઠાણાના કારણે તેઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. કેટલાક આરોપીઓને લાગે છે કે તેમની નિર્દોષતા તેમને બચાવી શકે છે અથવા ઓછામાં ઓછા તેમના માટે થોડી સહાનુભૂતિ પેદા કરી શકે છે.

હકીકતમાં, વર્ષ 2020માં યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં જો બિડેનની જીત પછી, ટ્રમ્પ અને તેમના સાથીઓએ વારંવાર દાવો કર્યો હતો કે ચૂંટણીમાં ગેરરીતી કરવામાં આવી હતી. આ દાવાઓ બંને પક્ષોના અધિકારીઓ, બહારના નિષ્ણાતો અને કેટલાક રાજ્યોમાં કોર્ટ અને ટ્રમ્પના પોતાના એટર્ની જનરલ દ્વારા વારંવાર નકારી કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: IIT બોમ્બેની ટીમેને મળી મોટી સફળતી, એલન મસ્કની કાર્બન રિમૂવલ સ્પર્ધામાં 1.8 કરોડનું ઇનામ જીત્યું

આ પણ વાંચો: AAI Recruitment 2021: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">