
India-Canada News : કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વધી રહ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની અલગતાવાદી નેતાની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. આ પછી સ્થિતિ તંગ બની ગઈ છે. આ દરમિયાન વિદેશ મંત્રાલય (MEA) એ પણ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે.
આ પણ વાંચો : કેનેડાના વિવાદથી વધી શકે છે મોંઘવારી, જાણો કેવી રીતે વધશે તમારા કિચનનું બજેટ
કેનેડામાં રહેતા મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ હવે વિઝા કેન્સલ થવાના ભયનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ત્યાં વધી રહેલી ભારત વિરોધી ગતિવિધિઓ અને અપરાધિક હિંસાને ધ્યાનમાં રાખીને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરી છે. તેમજ કેનેડા જવાના નાગરિકોએ પણ સાવચેતી રાખવી જોઈએ.
કેનેડામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેનેડામાં રહેતા 40 ટકા લોકો ભારતીય વિદ્યાર્થીઓ છે. 2022માં તેમની સંખ્યા લગભગ 3,20,000 હતી. ભારત સરકારની એડવાઈઝરીના કારણે ત્યાં હાજર તમામ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા કેન્સલ થવાના ભયનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલમાં પંજાબના લગભગ બે લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સ્ટડી વિઝા પર કેનેડા ગયા છે. કેનેડિયન બ્યુરો ઓફ ઈન્ટરનેશનલ એજ્યુકેશનનો રિપોર્ટ દર્શાવે છે કે વર્ષ 2022માં 1.18 લાખ ભારતીયો કેનેડાના કાયમી નિવાસી બન્યા હતા. ફાર્મસી, ફાઇનાન્સ, નર્સિંગ અને ડેન્ટલ અભ્યાસમાં કેનેડામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે.
શિક્ષણના વધુ સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો