બ્રિટનની સટ્ટા કંપનીનો દાવો, 2024માં ભારતીય મૂળની કમલા હેરીસ જીતી શકે છે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી
અમેરિકામાં આગામી 2024માં યોજાનાર રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભારતીય મૂળના કમલા હેરીસ ( Kamala Harris ) ચૂંટણી જીતી શકે છે તેવો દાવો બ્રિટનની સટ્ટા કંપની, લૈડબ્રોક્સે દાવો કર્યો છે. કમલા હેરીસ ( Kamala Harris ) બાદ બીજો નંબર જો બાઈડનનો અને ત્રીજો નંબર ડોનાલ્ડ ટ્રમ્પનો આવે છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી હવે આગામી 2024માં યોજાનાર છે. અમેરિકામા જો બાઈડેન બાદ નવા રાષ્ટ્રપતિ કોણ હશે તેની અટકળો શરૂ થઈ ચૂકી છે. બ્રિટનની સટ્ટા લૈડબ્રોક્સ કંપનીએ, દાવો કર્યો છે કે, અમેરીકાના ઉપરાષ્ટ્રપતિ ભારતીય મૂળના કમલા હેરીસ ( Kamala Harris ) આગામી રાષ્ટ્રપતિ બની શકે છે.
અમેરિકામાં કમલા હૈરીસ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતવામાં પ્રથમ ક્રમાકે છે. બાઈડન અને ટ્રમ્પ બન્ને કમલા હેરીસ કરતા પાછળ છે. જો કે કમલા હેરીસની જીતની સંભાવના આજની તારીખે 22.2 ટકા છે.
સટ્ટાકંપની લૈડબ્રોક્સે દાવો કર્યો છે કે, કમલા હેરીસ પછી 78 વર્ષીય બાઈડનના જીતની સંભાવના 20 ટકા છે. તો પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંભાવના 14.3 ટકા છે. કમલા હેરીસ અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે.