AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈરાન પર મોટો હુમલો કે ‘બ્યુટિફુલ ડીલ’… ટ્રમ્પ આ શું કરવા જઈ રહ્યો છે?

અમેરિકાનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સૈન્ય હુમલાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે, તેણે ઈરાન સાથે વધુ સારી શાંતિ સમજૂતી થવાની સંભાવના પણ ખુલ્લી રાખી છે. ફ્લોરિડામાં મતદાન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે હુમલો આવતીકાલે થઈ શકે છે અથવા બંને દેશો વચ્ચે મોટી સમજૂતી પણ થઈ શકે છે.

Breaking News : ઈરાન પર મોટો હુમલો કે ‘બ્યુટિફુલ ડીલ’... ટ્રમ્પ આ શું કરવા જઈ રહ્યો છે?
Donald TrumpImage Credit source: PTI
| Updated on: Oct 25, 2026 | 12:27 PM
Share

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી વધતો જોવા મળી રહ્યો છે. ઈરાન પર હુમલાની ચેતવણી આપ્યાના એક દિવસ બાદ ટ્રમ્પે ફરી સૈન્ય કાર્યવાહી કરવાની શક્યતા વ્યક્ત કરી છે. બીજી તરફ, તેણે ઈરાન સાથે શાંતિ સમજૂતીની આશા પણ વ્યક્ત કરી છે. ટ્રમ્પના મતે, ઈરાન સાથે અગાઉ કરતાં વધુ સારી સમજૂતી થઈ શકે છે. જેને તેણે બ્યુટિફુલ ડીલ ગણાવી છે.

શનિવારે (24 ઓક્ટોબર) અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી માટે મતદાન કર્યા બાદ ટ્રમ્પે ફ્લોરિડામાં પત્રકારો સાથે વાત કરી હતી. ઈરાન સામે સૈન્ય કાર્યવાહી અને શાંતિ સમજૂતીની શક્યતાઓ અંગે પૂછવામાં આવતાં તેણે બંને વિકલ્પોનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, તેણે અંતિમ નિર્ણય અંગે સ્પષ્ટતા કરી નહોતી. ટ્રમ્પે ઈરાન પર હુમલાની શક્યતા અંગે કહ્યું હતું કે, “કદાચ આવતીકાલે હું આવું કરું તેવી શક્યતા છે. એ પણ શક્ય છે કે અમારી વચ્ચે એક સારી, મોટી અને શાનદાર સમજૂતી થઈ જાય.”

સૈન્યની કાર્યવાહી

શુક્રવારે (23 ઓક્ટોબર) ફ્લોરિડામાં એક રેલીને સંબોધિત કરતી વખતે પણ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાન શરૂ કરવાની શક્યતા વ્યક્ત કરી હતી. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા અને ઇઝરાયેલ ફરી સૈન્ય કાર્યવાહી શરૂ કરી શકે છે એવા અહેવાલો સામે આવી રહ્યા છે. બીજી તરફ, ઈરાન દ્વારા ખાડી વિસ્તારમાં સમુદ્રની અંદર પથરાયેલી સંચાર કેબલોને નિશાન બનાવવાની શક્યતા અંગે પણ ચર્ચા થઈ રહી છે.

અમે ફરી એક નાનું એપિક ફ્યુરી અભિયાન ચલાવી શકે છે

ટ્રમ્પે કહ્યું હતું કે, અમે ફરી એક નાનું એપિક ફ્યુરી અભિયાન ચલાવી શકે છે. તેણે પશ્ચિમ એશિયામાં ઈરાન સામે ચાલેલા આઠ મહિનાના સંઘર્ષ દરમિયાન અમેરિકી સૈન્યની ભૂમિકાની પ્રશંસા પણ કરી હતી. ટ્રમ્પે અમેરિકી સેના અને નૌકાદળની કામગીરીને શાનદાર ગણાવી હતી. સાથે જ ઈરાન પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે હવે તેની પાસે માત્ર રેકોર્ડ સ્તરની મોંઘવારી જ બાકી રહી છે.

ઈરાન સાથે શાંતિ સમજૂતીની શક્યતાઓ વચ્ચે ટ્રમ્પે તેના ઇરાદાઓ અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું કે ઈરાન સમજૂતી કરવા માંગે છે. પરંતુ સવાલ એ છે કે શું તે સમજૂતીનું પાલન કરશે? હાલમાં ટ્રમ્પે અંતિમ નિર્ણય જાહેર કર્યો નથી. તેથી અમેરિકા ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરશે કે બંને દેશો વચ્ચે કોઈ સમજૂતી થશે, તે અંગે અનિશ્ચિતતા યથાવત્ છે.

આ પણ વાંચો, Breaking News : ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા, લોકોમાં ચિંતાનો માહોલ ! જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">