Breaking News : અફઘાનિસ્તાને પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરતા કર્યો ભીષણ હુમલો, પાકિસ્તાની સેનાના અનેક સૈનિકો ઠાર, જુઓ હુમલાનો Video

| Edited By: | Updated on: Oct 12, 2025 | 5:08 PM

પાકિસ્તાને 2 દિવસ પહેલા અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો કર્યો હતો, જેના જવાબમાં અફઘાનિસ્તાની સેનાએ વળતો જવાબ પણ આપ્યો અને મોડી રાતે તાલિબાને પાકિસ્તાન અને અફઘાન સરહત પર ડુરંડ લાઈન પર ભીષણ હુમલો કર્યો જેમાં પાકિસ્તાનના 58 સૈનિકોના મોત થયા તો 30થી વધુ સૈનિકોને ઈજા પહોંચી અથડામણમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનની 25 ચોકીઓ પર કબજો કર્યો.

પાકિસ્તાને 9 અને 10 તારીખે TTF ચીફ નૂર વલી મહસૂદને નિશાન બનાવીને અફઘાનિસ્તાનના કાબુલ, ખોસ્ત, જલાલાબાદ અને પક્તિકા વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો હતો.જે બાદ તાલિબાન સરકારે પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે જો કોઈ પણ અફઘાનિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરશે તો અફઘાનિસ્તાનની સેના તેનો જડબાતોડ જવાબ આપશે. તો હુમલાને લઈને પાકિસ્તાને પણ અફઘાનિસ્તાનને જડબાતોડ જવાબની ચીમકી આપી.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને લઈને કતારે ચિંતા વ્યક્ત કરી અને આ સંઘર્ષથી બંને દેશની સ્થિરતા અને સુરક્ષા પર ગંભીર અસર થવાની ચિંતા વ્યક્ત કરી તથા બંને દેશોને સંવાદ કરવા તથા સંયમ રાખવા અપીલ કરી.

આ પણ વાંચોઃ Breaking News : બોર્ડર પર તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે વધ્યો તણાવ, થયો ભારે ગોળીબાર, જુઓ Video

Published on: Oct 12, 2025 04:31 PM