બોરિસ જ્હોન્સનની ખુરશી પર ‘જોખમ’, વડાપ્રધાન પદની રેસમાં આ પાંચ નામો સૌથી આગળ, ભારતીય મૂળના એક નેતાનો પણ સમાવેશ

જ્હોન્સને કહ્યું છે કે તે એક નેતા તરીકે તેનો સામનો કરશે. જો કે તેઓ સારી રીતે જાણે છે કે અવિશ્વાસ પ્રસ્તાવમાં તેમનો પરાજય થશે તો સત્તામાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે.

બોરિસ જ્હોન્સનની ખુરશી પર 'જોખમ', વડાપ્રધાન પદની રેસમાં આ પાંચ નામો સૌથી આગળ, ભારતીય મૂળના એક નેતાનો પણ સમાવેશ
British Prime Minister Boris Johnson
Image Credit source: AFP
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jun 06, 2022 | 11:20 PM

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનને (Boris Johnson) પર ‘પાર્ટીગેટ’ કેસને લઈને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે. દેશમાં કોવિડ-19 લોકડાઉન દરમિયાન જોન્સનના સત્તાવાર નિવાસસ્થાને પાર્ટીઓ યોજાઈ હતી. આ મામલે તેઓ લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલા છે. આવી સ્થિતિમાં હવે કન્ઝર્વેટિવ પાર્ટીની એક સમિતિના અધ્યક્ષે કહ્યું છે કે પીએમ જોન્સન અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. જ્હોન્સને કહ્યું છે કે તે એક નેતા તરીકે તેનો સામનો કરશે. જો કે તેઓ સારી રીતે જાણે છે કે અવિશ્વાસ પ્રસ્તાવમાં તેમનો પરાજય થશે તો સત્તામાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે. આ પછી નવા વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવશે. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે જો જ્હોન્સન સત્તામાંથી બહાર થઈ જાય છે તો બ્રિટનના આગામી વડાપ્રધાન કોણ બની શકે છે.

લિઝ ટ્રુસ

બ્રિટનના વિદેશ મંત્રી લિઝ ટ્રુસ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા છે, જેમને લોકો પાયાના સ્તરે ખૂબ પસંદ કરે છે. કન્ઝર્વેટિવ હોમ વેબસાઈટ દ્વારા હાથ ધરવામાં આવેલી પાર્ટીના સભ્યોની ચૂંટણીમાં તે હંમેશા ટોચ પર રહી છે. ટ્રુસે ધીમે ધીમે પોતાની ઈમેજ બદલવાનું શરૂ કર્યું છે અને તે લોકોમાં ફેમસ પણ છે. ગયા વર્ષે તેમની એક ટેન્કમાં ખેંચાવેલી એક તસવીર વાયરલ થઈ હતી. 46 વર્ષીય ટ્રસે જોન્સન સરકારના પ્રથમ બે વર્ષ માટે આંતરરાષ્ટ્રીય વેપાર સચિવ તરીકે સેવા આપી હતી. તેમણે બ્રેક્ઝિટને ટેકો આપ્યો હતો અને ગયા વર્ષે યુરોપિયન યુનિયન સાથે વાતચીત માટે દેશના મુખ્ય વાટાઘાટકાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

જેરેમી હન્ટ

55 વર્ષીય પૂર્વ વિદેશ મંત્રી જેરેમી હંટનું નામ પણ વડાપ્રધાન બનવાની રેસમાં આગળ છે. 2019માં તેઓ દેશના નવા નેતા તરીકે પક્ષ દ્વારા પસંદ કરાયેલ વ્યક્તિઓ પરના મતદાનમાં જોન્સન પછી બીજા ક્રમે હતા. જો જોન્સન સરકારમાં તોફાની કાર્યકાળ પછી જો તે સત્તા સંભાળે તો હન્ટ વધુ ગંભીરતા અને ઓછા વિવાદ સાથે નેતૃત્વ કરી શકશે તેવું માનવામાં આવે છે.

ઋષિ સુનક

બ્રિટનના નાણા પ્રધાન ઋષિ સુનકને ગયા વર્ષ સુધી જોન્સનના અનુગામી તરીકે જોવામાં આવતા હતા. ભારતીય મૂળના સુનકે કોરોના વાઈરસ મહામારી દરમિયાન અર્થતંત્ર માટે બચાવ પેકેજની જાહેરાત કરી. આ માટે તેની પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય તેમણે નોકરીઓ સંબંધિત એક કાર્યક્રમ પણ લાવ્યા, જેનાથી મોટાપાયે બેરોજગારી અટકી અને તેના કારણે યુકેની અર્થવ્યવસ્થા 514 બિલિયન અરબની ખોટમાંથી બચી ગઈ હતી. જોકે તાજેતરના સમયમાં તેઓ પોતાની પત્નીના ટેક્સ વિવાદને લઈને ઘેરાયા હતા. આ સિવાય તેઓ પીએમ સાથે લોકડાઉન નિયમો તોડવામાં પણ સામેલ હતા.

નદીમ જાહવી

નદીમ જાહવી હાલમાં બ્રિટનના શિક્ષણ મંત્રી છે. કોવિડ રસીકરણ દરમિયાન તેમને બ્રિટનના વેક્સીન મંત્રી કહેવામાં આવ્યા હતા, તેમની નીતિઓને કારણે વિશ્વનું સૌથી ઝડપી રસીકરણ બ્રિટનમાં થયું હતું. જાહવીની કહાની અન્ય તમામ નેતાઓ કરતા સાવ અલગ છે. તે ઈરાકમાંથી શરણાર્થી તરીકે બ્રિટન આવ્યો હતો. તેમણે એક પોલિંગ કંપની YouGovની સહ-સ્થાપના કરી હતી. આ પછી તેઓ 2010માં સંસદમાં પ્રવેશ્યા. ગયા અઠવાડિયે, તેમણે કહ્યું હતું કે તેઓ દેશના વડાપ્રધાન બનીને સન્માનિત અનુભવ કરશે.

પેની મોર્ડન્ટ

યુકેના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન પેની મોર્ડેન્ટ પણ વડાપ્રધાન પદની રેસમાં આગળ છે. અત્રે નોંધનીય છે કે જ્હોન્સને વડાપ્રધાન બન્યા પછી જ મોર્ડેન્ટને સંરક્ષણ પ્રધાનના પદ પરથી હટાવ્યા હતા, કારણ કે તેમણે પીએમ માટે જેરેમી હંટના નામનું સમર્થન કર્યું હતું. મોર્ડેન્ટ યુરોપિયન યુનિયન છોડવાના સમર્થક રહ્યા છે. તેમણે રિયાલિટી ટીવી શોમાં પણ ભાગ લઈને ઘણું નામ કમાયું છે. હાલમાં તેઓ જુનિયર વેપાર મંત્રી છે. તેણે જોન્સનની પાર્ટીને શરમજનક ગણાવી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati