Black Snowfall in Russia: સાઈબેરિયાના એક ગામમાં થયો ‘બ્લેક સ્નોફોલ’, તસ્વીરો જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Charmi Katira

Updated on: Jan 29, 2022 | 9:56 AM

Black snowfall in Siberia: રહેવાસીઓ કહે છે કે ત્રણ દાયકા પહેલા સોવિયેત યુનિયનના (Soviet Union) પતન પછી કંઈપણ બદલાયું નથી. અહીં સ્થિતિ હજુ પણ પહેલા જેવી જ છે.

Black Snowfall in Russia: સાઈબેરિયાના એક ગામમાં થયો 'બ્લેક સ્નોફોલ', તસ્વીરો જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
Black Snowfall in Russia ( ps: Twitter)

રશિયામાં (Russia) એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીંના એક દૂરના ગામના રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે તેઓ પ્રદૂષિત શિયાળાનો સામનો કરી રહ્યા છે. જેના કારણે સફેદ બરફ પડવાને બદલે કાળો બરફ (Black Snowfall in Russia) પડી રહ્યો છે. રશિયાના ફાર ઈસ્ટમાં સાઈબિરીયાના (Siberia) મગાડન પ્રદેશમાં ઓમસુકચનના સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમના બાળકો રાખ અને કાળા બરફથી ઢંકાયેલા રમતના મેદાનોમાં બ્લેક સ્નોફોલ રમતા હતા.

આ ગામમાં કોલસાથી ચાલતો ગરમ પાણીનો પ્લાન્ટ છે. જે અહીંના ચાર હજાર લોકોને જરૂરી ગરમી પૂરી પાડે છે. પરંતુ તેના કારણે કોલસો અને ધૂળના કારણે પ્રદુષણમાં પણ વધારો થયો છે. તસ્વીરોમાં જોઈ શકાય છે કે ઠંડીના વસાહત વિસ્તારમાં કાળો બરફ પડ્યો છે. સ્ટાલિન અહીં રાજકીય કેદીઓને બળજબરીથી મજૂરી કરાવવા મોકલતો હતો. એક રહેવાસી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે ઓમસુચન ગામમાં બરફ છે. જાન્યુઆરી મહિનો છે અને અમારા બાળકો અહીં કાળા બરફમાં રમી રહ્યા છે. આ રીતે આપણે અહીં 21મી સદીમાં જીવી રહ્યા છીએ. બીજાએ કહ્યું, આ ઓમસુકચન ગામ છે અને બરફ સંપૂર્ણ કાળો છે.

ગરમ પાણીના પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત ધુમાડો

રહેવાસીઓ કહે છે કે ત્રણ દાયકા પહેલા સોવિયેત યુનિયનના (Soviet Union) પતન પછી કંઈ બદલાયું નથી. અહીં સ્થિતિ હજુ પણ પહેલા જેવી જ છે. એક વ્યક્તિએ કહ્યું કે આજે પણ અમારા બાળકોને કાળો ધુમાડો શ્વાસમાં લેવો પડે છે. એવું લાગે છે કે અહીં કશું બદલાવાનું નથી. અધિકારીઓએ સ્વીકાર્યું છે કે ઓમસુકચન અને પડોશી સેમચાનમાં કાળી હિમવર્ષાનું કારણ કોલસા સળગતા ગરમ પાણીના પ્લાન્ટ છે. આ વિસ્તારના ફ્લેટ અને મકાનો માટે હીટિંગ સ્ત્રોત તરીકે આવશ્યક છે. આ વિસ્તાર સોનાની ખાણ તેમજ કોલસાની ખાણો માટે પ્રખ્યાત છે.

ધુમાડો એકત્ર કરવાના સાધનો યોગ્ય રીતે કામ કરતા નથી

આ મહિને અહીં તાપમાન -50 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. આ કારણે અહીં મોટા પાયે કોલસો બળી ગયો છે, જેના કારણે અહીં બરફ પર કાળા ધુમાડાનું એક થર જમા થઈ ગયું છે. શ્રેડનેકાન્સ્કી જિલ્લાના વડા ઓક્સાના ગેરાસિમોવાએ મગદાન પ્રવદા અખબારને જણાવ્યું હતું કે, ઘરોને માઈનસ 50 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ રાખવા માટે હીટિંગ પ્લાન્ટ્સને વીજળીની જરૂર છે. તેમણે કહ્યું કે થર્મલ પ્લાન્ટમાં ધુમાડો એકત્ર કરવા માટેના ઉપકરણો લગાવવામાં આવ્યા છે. પરંતુ હાલમાં તેઓ સફાઈ કરી શકતા ન હોવાનું જણાય છે. તેણે સ્વીકાર્યું કે આ વિસ્તારમાં ધુમાડો, રાખ અને કાળો બરફ હતો.

આ પણ વાંચો : શું બજેટ 2022માં ચીન પર નિર્ભરતા ઘટાડવા અને આત્મનિર્ભર ભારત બનાવવા પર નિર્મલા સીતારમણ મુકશે ભાર?

આ પણ વાંચો :  Punjab : નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલીઓ ફરી વધી, સનસનાટીભર્યા આક્ષેપો કર્યા બાદ બહેન સુમન તૂરે હવે ફેમિલી ફોટો શેર કર્યો

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati