દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ બિલ ગેટ્સે માઈક્રોસોફ્ટને કહ્યું અલવિદા, હવે કરશે આ કામ

માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક અને દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ બિલ ગેટ્સે તેમની કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સમાંથી રાજીનામું આપી દીધું છે. માઈક્રોસોફ્ટે તેની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે તે કંપનીના CEO સત્યા નડેલાના ટેક્નિકલ એડવાઈઝર તરીકે કામ કરતાં રહેશે. Microsoft Corporation: Co-Founder&Technology Advisor Bill Gates stepped down from the company’s Board of Directors to dedicate more […]

દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ બિલ ગેટ્સે માઈક્રોસોફ્ટને કહ્યું અલવિદા, હવે કરશે આ કામ
Kunjan Shukal

|

Mar 14, 2020 | 4:15 AM

માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક અને દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ બિલ ગેટ્સે તેમની કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સમાંથી રાજીનામું આપી દીધું છે. માઈક્રોસોફ્ટે તેની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે તે કંપનીના CEO સત્યા નડેલાના ટેક્નિકલ એડવાઈઝર તરીકે કામ કરતાં રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

માઈક્રોસોફ્ટ મુજબ બિલ ગેટ્સ હવે ગ્લોબલ હેલ્થ, વિકાસ, શિક્ષણ અને પર્યાવરણ જેવા મુદ્દાઓ પર કામ કરવા ઈચ્છે છે. જેના માટે તેમને માઈક્રોસોફ્ટના બોર્ડ ઓફ ડિરેકટર્સમાંથી રાજીનામું આપી દીધું છે. તે CEO અને કંપનીના બીજા અધિકારીઓના ટેક્નિકલ એડવાઈઝર તરીકે કામ ચાલુ રાખશે. તેમના આ નિર્ણયની જાહેરાત કરતાં બિલ ગેટસે કહ્યું કે આ કંપની હંમેશા મારા જીવનના કામનો એક મહત્વપૂર્ણ ભાગ હશે અને તે તેના નેતૃત્વમાં લાગેલા રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

માઈક્રોસોફ્ટનો ઈતિહાસ

બિલ ગેટ્સ 1975માં જ્યારે તે યુવાન હતા, ત્યારે તેમને પોતાની કોલેજ છોડી દીધી અને ન્યૂ મેક્સિકોમાં અલ્બુકર્ક ચાલ્યા ગયા. જ્યાં તેમને પોતાનાના બાળપણના મિત્ર પોલ એલનની સાથે માઈક્રોસોફ્ટની સ્થાપના કરી. જેમનું 2018માં મૃત્યુ થયું. તેમની મોટી બ્રેક 1980માં આવી, જ્યારે માઈક્રોસોફ્ટે IBM સાથે મળીને એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવી, ત્યારબાદ તે MS-DOSના નામથી જાણીતું બન્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લોકોની વચ્ચે માઈક્રોસોફ્ટ 1986માં પહોંચી અને તેના એક વર્ષની અંદર જ 31 વર્ષના બિલ ગેટ્સે સૌથી ઓછી ઉંમરના અરબપતિ બની ગયા. ગેટ્સ 2000 સુધી કંપનીના CEO રહ્યા પણ પછી ગેટ્સે તેમને અને તેમની પત્નીના નામથી એક ચેરિટેબલ સંસ્થા શરૂ કરી. જેને તેમને ‘બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન’ નામ આપ્યું. ગેટ્સ તેમનો મોટાભાગનો સમય આ ફાઉન્ડેશન માટે આપે છે. ગેટ્સના રાજીનામાં પછી બોર્ડમાં ડબ્લ્યુ થોમ્પસન, માઈક્રોસોફ્ટ સહિત 12 સભ્ય સામેલ થશે.

આ પણ વાંચો: અમેરિકામાં લાગૂ થઈ ‘નેશનલ ઈમરજન્સી’, કોરોનાને લઈ રાષ્ટ્રપતિ ટ્રમ્પે લીધો નિર્ણય

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati