બિલ ગેટ્સે દત્તક લીધેલી દીકરીને કરવું પડી રહ્યું છે ઘરકામ, ધર્મપિતાની રાહમાં વીતી ગયા 10 વર્ષ

ગેટ્સ દંપતી પટનાના જમસૌત મુસહરી ગામમાં 23 માર્ચ 2011એ આવ્યા હતા. અને ગામ અને રાનીની મદદના અનેક વાયદા પણ કર્યા હતા. આ ઘટનાને દસ વર્ષ થઇ ગયા છે.

  • tv9 webdesk37
  • Published On - 17:28 PM, 22 Feb 2021
Bill Gates adopted daughter has to do housework, 10 years in the wake of godfather
બિલ ગેટ્સ-રાની અને તેની માતા

પટનાના જમસૌત મુસહરી ગામમાં એક દીકરી દસ વર્ષથી તેના ધર્મના પિતાની રાહ જોઈ રહી છે. જી હા આ ગામમાં રહે છે (Microsoft) માઈક્રોસોફ્ટના સ્થાપક અરબપતિ બિલ ગેટ્સ (Bill Gates)ની દીકરી રાની કુમારી. રાની 11 વર્ષની છે. દસેક વર્ષ પહેલા બિલ ગેટ્સ પત્ની સાથે આ ગામમાં આવ્યા હતા. અને રાનીને ખોળામાં બેસાડીને દીકરીની જેમ પ્રેમ બતાવતી તસ્વીરો પણ પડાવી હતી. આ ઉપરાંત ગેટ્સ દંપતીએ Bill and Milinda Gates Foundationના નામે આ ગામ અને રાની માટે ઘણા વચન આપ્યા હતા. જોકે તે વાયદા હજુ પુરા નથી થઇ શક્યા. રાનીની આંખોમાં દસ વર્ષ તેના ધર્મપિતાની રાહ છે.

ઘરકામ કરતા હાથ, અને આંખોમાં ડોક્ટર બનવાના સપના
ગેટ્સ દંપતી આ ગામમાં 23 માર્ચ 2011એ આવ્યા હતા. ખરેખર તો રાજ્યમાં સ્વસ્થ સુધારને લઈને ગેટ્સ ફાઉન્ડેશન અને બિહાર સરકાર વચ્ચે વર્ષ 2010માં કરાર થયા હતા. જે અંતર્ગત માત્રુ મૃત્યુ દર, શિશુ મૃત્યુ દર, કુપોષણ વગેરેને લઈને કામ કરવાની વાત હતી. બિલ ગેટ્સની આ દીકરી આટલી નાની ઉમરમાં લાકડા વીણવાનું કામ કરે છે. આંગણવાડી સહાયક શાંતિ દેવીના જણાવ્યા અનુસાર આ ગામની છોકરીઓનું દૈનિક કામ છે. લાકડા વીણીને ચૂલો સળગાવવામાં આવે છે. આ ઘરોમાં ગેસના સ્વપ્ન તો દૂરની વાત છે.

Bill Gates adopted daughter has to do housework, 10 years in the wake of godfather (1)

ગેટ્સ દંપતીએ રાનીને ખોળામાં બેસાડીને દીકરીની જેમ પ્રેમ બતાવતી તસ્વીરો પણ પડાવી હતી.

ઇન્દિરા આવાસની હાલત જર્જર
રાની હવે 11 વર્ષની થઇ ગઈ છે. તે ખુબ નાની હતી તેથી તેને તો યાદ પણ નથી કે બિલ ગેટ્સએ એને ખોળામાં લીધી હતી. એતો જાણતી પણ નથી કે આ શક્શ કોણ છે. તેની માતા રૂંતી દેવીનું કહેવું છે કે એ દિવસે બિલ ગેટ્સે રાની સાથે સાથે ગામને મોટા મોટા વાયદા આપ્યા હતા. રાનીના બીમાર ભાઈના સારવાર માટે પણ પૈસા નથી. રાનીના પિતા સાજન માંઝી કહે છે કે ખાવા માટે રોટલો નથી, સારવાર ક્યાંથી કરાવીએ? તેમને કાચા ઘરની સામે ઇન્દિરા આવાસ તો મળ્યું પરંતુ તે હવે જર્જરિત હાતાલમાં છે. ઘરની હાલત બિસ્માર છે અને જીવનની હાલત એનાથી પણ ખરાબ.

બે સમયની રોટલી માટે મજુરી
માતા રૂંતી દેવી ગામની મહિલાઓ સાથે ‘દીદી જી’ (પદ્મશ્રી સુધા વર્ગીઝ) ના નેપકિન પેડ બનાવવાના કેન્દ્ર પર ગામની મહિલાઓ સાથે કામ કરતી હતી. તેમાંથી પૈસા પણ મળતા હતા. પરંતુ હવે તે સેન્ટર હવે બંધ છે. આવી સ્થિતિમાં બે ટાઈમના જમવા માટે સખત મહેનત અને મજૂરી કરવી પડે છે.

રાનીને બનવું છે ડોક્ટર કે ટીચર
રાનીની માતાનું કહેવું છે દીકરી રાનીને ડોક્ટર કે શિક્ષક બનવું છે. રાની ત્રીજા ધોરણમાં છે. રાનીની માતાનું કહેવું છે કે બિલ ગેટ્સ કંઈક કરે તો દીકરીના સ્વપ્ન પુરા થઇ શકે છે. આવી જગ્યાથી જો એક દીકરી ડોક્ટર બને છે તો બીજી છોકરીઓને પણ ભણવાની પ્રેરણા મળશે. ગામમાં એક મધ્ય વિધ્યાલય પણ છે. પરંતુ આર્થિક મજબુરી સપના પર ભાર બનીને બેઠી છે.