Afghanistan Crisis : પંજશીર પર કબ્જાને લઈને તાલિબાનીઓનો ખોટો દાવો, અમરૂલ્લા સાલેહે કહ્યું કે આ અફવા

અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે (Former Vice President Amrullah Saleh)તેમના દેશ છોડવાના સમાચારને ફગાવી દીધા અને કહ્યું કે આ સમાચાર ખોટા છે. આ સિવાય તેમણે તાલિબાનના પંજશીર ઘાટી પર કબજાની પણ પુષ્ટિ કરી નથી.

Afghanistan Crisis : પંજશીર પર કબ્જાને લઈને તાલિબાનીઓનો ખોટો દાવો, અમરૂલ્લા સાલેહે કહ્યું કે આ અફવા
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 7:54 AM

અફઘાનિસ્તાનમાં(Afghanistan) તાલિબાન (Taliban) સરકારની રચનાની જાહેરાતના એક દિવસ પહેલા શુક્રવારે તાલિબાને દાવો કર્યો હતો કે તેણે પંજશીરને (Panjshir) પણ કબજે કરી લીધું છે. તાલિબાનના સૂત્રોને ટાંકીને ન્યૂઝ એજન્સીએ કહ્યું કે તાલિબાને હવે સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો જમાવવાનો દાવો કર્યો છે. તાલિબાને કહ્યું કે હવે પંજશીર અમારા નિયંત્રણમાં છે. પંજશીર કબજે કર્યા બાદ કાબુલમાં તાલિબાન લડવૈયાઓએ પણ ખુશી વ્યક્ત કરતા આકાશમાં ગોળીબાર કર્યો હતો.

સાથે જ એક તાલિબાન કમાન્ડરે કહ્યું કે અલ્લાહની કૃપાથી હવે અફઘાનિસ્તાનમાં અમારું સંપૂર્ણ નિયંત્રણ છે. અમે મુશ્કેલી સર્જનાર લોકોને હરાવી દીધા છે અને હવે પંજશીર અમારા નિયંત્રણ હેઠળ છે. જો કે, પંજશીર પર તાલિબાનના દાવાની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અમરૂલ્લા સાલેહે કહ્યું કે, દેશ છોડવાના સમાચાર ખોટા છે

આ વચ્ચે અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે (Former Vice President Amrullah Saleh) તેમના દેશ છોડવાના સમાચારને ફગાવી દીધા અને કહ્યું કે આ સમાચાર ખોટા છે. આ સિવાય તેમણે તાલિબાનના પંજશીર ખીણ પર કબજાની પણ પુષ્ટિ કરી નથી. અમરૂલ્લાહ સાલેહે ટ્વીટ કરીને કહ્યું હતું કે, પ્રતિકાર ચાલુ છે અને ચાલુ રહેશે. હું અહીં મારી માટી સાથે છું, મારી માટી માટે અને તેની ગરિમાની રક્ષા માટે ઉભો છું.

આ પહેલા શુક્રવારે તાલિબાન દ્વારા નવી અફઘાન સરકારની રચનાની તારીખ એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે. ઉગ્રવાદી જૂથના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદના જણાવ્યા મુજબ નવી અફઘાન સરકારની રચનાને લઈને શુક્રવારે જાહેરાત થવાની હતી. તે હવે એક દિવસ મોડી થશે. મુજાહિદે કહ્યું કે નવી સરકારની રચનાની જાહેરાત હવે શનિવારે કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે કતારમાં તાલિબાનની રાજકીય કાર્યાલયના અધ્યક્ષ મુલ્લા અબ્દુલ ગની બરાદાર તાલિબાન સરકારના વડા હોવાની શક્યતા છે.

અફઘાનિસ્તાનના 34 પ્રાંતો પૈકીના એક પંજશીર ઘાટીની વિશેષતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તાલિબાન અહીં ક્યારેય પોતાનો કબ્જો કરી શક્યું નથી અને આજે પણ આ ઘાટી સંપૂર્ણપણે સુરક્ષિત છે. 70 અને 80 ના દાયકામાં, સોવિયત સંઘે પણ આ ખીણના દરવાજાને પકડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ કંઈ થઈ શક્યું નહીં. પંજશીરને ‘પાંજશેર’ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે ‘પાંચ સિંહોની ખીણ’.

પંજશીર પર કબ્જો કરવાનો દરેક પ્રયાસ નિષ્ફળ ગયો

પંજશીરન પર કબ્જો કરવાનો દરેક પ્રયાસ અત્યાર સુધી નિષ્ફળ સાબિત થયો છે. અમેરિકાએ અફઘાનિસ્તાન પર બોમ્બમારો કર્યો ત્યારે પણ આ ઘાટીની આન, બાન અને શાનમાં કોઈ ખરોચ આવી ના હતી. જો કે, આ ઘાટીમાં વીજળી અને પાણી સુવિધા નથી. જનરેટર ચલાવીને લોકો પોતાનું ગુજરાન ચલાવે છે.

આ પણ વાંચો : Red Lady Finger : ક્યારે પણ લાલ ભીંડા જોયા છે ? લાલ ભીંડાની ખેતીથી કરી શકો છો અઢળક કમાણી, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

આ પણ વાંચો :Afghanistan Crisis: તાલિબાનના પ્રવક્તાએ કહ્યું ‘આ દિવસે થશે સરકારની રચનાનું એલાન’

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">