America warns China : ચીનને બાઈડનની ચેતવણી, કહ્યું- તાઈવાન પર હુમલો થશે તો યુએસ આર્મી પણ લડશે યુદ્ધ

China Taiwan Tension : ચીન તાઈવાન તણાવ ચીન-તાઈવાન મુદ્દે પહેલીવાર ખુલીને બોલતા બિડેને કહ્યું કે જો ચીન ક્યારેય તાઈવાન પર હુમલો કરશે તો અમેરિકી સેના તાઈવાનનો બચાવ કરશે. બિડેને એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાત કહી હતી.

America warns China : ચીનને બાઈડનની ચેતવણી, કહ્યું- તાઈવાન પર હુમલો થશે તો યુએસ આર્મી પણ લડશે યુદ્ધ
Joe Biden and Xi Jinping
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2022 | 7:52 AM

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (Joe Biden) રવિવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ચીનના આક્રમણની સ્થિતિમાં અમેરિકાની સેના તાઈવાનનો (Taiwan) બચાવ કરશે. ચીન-તાઈવાન મુદ્દે આ તેમનું અત્યાર સુધીનું સૌથી સ્પષ્ટ નિવેદન છે. એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તાઈવાન પર ચીનના આક્રમણ બાદ અમેરિકી સેના તેની રક્ષા કરશે ? તેના પ્રત્યુતરમાં, બાઈડને જવાબ આપ્યો હતો કે, હા, અલબત્ત.

તાઇવાન માટે યુએસની નીતિ બદલાઈ નથી

બાઈડનના નિવેદન બાદ ટિપ્પણી કરતા વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે તાઇવાન પ્રત્યે અમેરિકાની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. પ્રવક્તાએ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડને ભૂતકાળમાં કહ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ હંમેશા તાઇવાનના સંરક્ષણ સાથે ઊભું રહેશે.

તમને જણાવી દઈએ કે સીબીએસ દ્વારા લેવામાં આવેલ બાઈડન સાથેનો આ ઈન્ટરવ્યુ ગયા અઠવાડિયે લેવામાં આવ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ આજે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર માટે બ્રિટન પહોંચ્યા છે. તાઇવાન પરના હુમલાનો સૈન્ય જવાબ આપશે કે કેમ તે અંગે સ્પષ્ટતા ન કરવાની નીતિ પર અમેરિકા લાંબા સમયથી અટવાયેલું રહ્યું હતું.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જો કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના 60 મિનિટના ઇન્ટરવ્યુમાં, બાઈડને પુનરોચ્ચાર કર્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સ તાઇવાનની સ્વતંત્રતાને સમર્થન કરતું નથી અને વન-ચીન નીતિ માટે પ્રતિબદ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ તાઈવાનને એક દેશ તરીકે સત્તાવાર રીતે માન્યતા આપી નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">