ફેસબુક સહિત સોશિયલ મીડિયા કંપની પર ભડક્યા બાયડન, કહ્યું-ખોટી માહિતીથી લોકોને મારી રહ્યા છે

કોરોના રસીને (Corona Vaccine) લઈને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાઈ રહી છે. હવે જો બાઇડને (Joe Biden) આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

ફેસબુક સહિત સોશિયલ મીડિયા કંપની પર ભડક્યા બાયડન, કહ્યું-ખોટી માહિતીથી લોકોને મારી રહ્યા છે
જો બાયડન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 4:19 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. જો બાયડનએ (Joe Biden) કહ્યું કે, સોશિયલ મીડિયા(Social Media ) પ્લેટફોર્મ પર કોરોના વાયરસ અને રસીથી સંબંધીત અનેક ભ્રમક સમાચારો ફેલાવી રહ્યા છે. જેના કારણે લોકો ગુમરાહ થઇ રહ્યા છે.

બાયડેનનું નિવેદન ત્યારે સામે આવ્યું છે. જયારે અમેરિકાના સર્જન જનરલ વિવેક મૂર્તિએ રસી અંગેના ખોટી માહિતીને જાહેર આરોગ્ય માટે જોખમી ગણાવ્યું હતું. યુ.એસ. અધિકારીઓએ સલાહ આપી હતી કે આ રસીથી વાયરસથી થતાં મૃત્યુ અને ગંભીર બીમારીથી લગભગ સંપૂર્ણપણે બચાવી શકે છે.

બાયડનને જયારે પૂછવામાં આવ્યું કે, ફેસબુક જેવા પ્લેટફોર્મ માટે કોઈ મેસેજ છે, જ્યાં કોરોના વાયરસની રસી વિશે ખોટી કે ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાઈ રહી છે, ત્યારે બાયડને કહ્યું, “તેઓ લોકોની હત્યા કરી રહ્યા છે.”, ‘તે લોકોમાં કોરોના મહામારી છે જેમણે રસી નથી મુકાવી.’ મૂર્તિએ ગુરુવારે કહ્યું હતું કે, કોરોના વિષે ખોટી ખબર ફેલાવવાથી માણસનો જીવ જઈ શકે છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જણાવ્યું હતું કે, કોઈ પણ વિષે વાત કરવાની જે સામાન્ય રીતે અવિશ્વસનીય છે, જે ઝડપથી ફેલાઈ જાય છે અને આ બાબતને લઈને સમાધાન સુધી પહોંચતા અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

બાયડને વ્હાઇટ હાઉસમાં કહ્યું હતું કે, ‘ખોટી માહિતીથી આપણા દેશના સ્વાસ્થ્ય માટે જીવલેણ ખતરો છે. આપણે એક દેશ તરીકે ખોટી માહિતી સામે લડવું જોઈએ. જીવન તેના પર આધાર રાખે છે.” સ્વાસ્થ્ય વિષે ખોટી માહિતી ફેલાવવામાં ઇન્ટરનેટની ભૂમિકાનો ઉલ્લેખ કરતા મૂર્તિએ જણાવ્યું હતું કે ખોટી માહિતી ફેલાવવાને રોકવા માટે ટેકનોલોજી કંપનીઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે તેમના ઉત્પાદનો અને સોફ્ટવેરમાં અર્થપૂર્ણ ફેરફાર કરવાની જરૂર છે.

દરમિયાન, ફેસબુકના પ્રવક્તા ડેની લિવરે જવાબ આપ્યું “અમે આરોપોથી વિચલિત નહીં થઈએ જે તથ્યો પર આધારિત નથી.” વાસ્તવિક હકીકત એ છે કે બે અબજથી વધુ લોકોએ કોવિડ – 19 અને ફેસબુક પર રસી વિશેની અધિકૃત માહિતી જોઇ છે, જે ઇન્ટરનેટ પરના અન્ય પ્લેટફોર્મ કરતા વધારે છે.’ લિવરે કહ્યું, ‘અમેરિકામાં 33 લાખથી વધુ લોકોએ વેક્સીન ટૂલનો ઉપયોગ કર્યો છે.’

જેમાં એ જાણકારી આપવામાં આવી છે કે ક્યાં અને કેવી રીતે વેક્સિન લઈ શકાય. ફેક્ટ્સ બતાવે છે કે ફેસબુક જીવન બચાવવામાં મદદ કરી રહ્યું છે. ‘ટ્વિટરએ તેના પ્લેટફોર્મ પર લખ્યું, ‘વિશ્વભરમાં કોરોના મહામારી ફેલાયા બાદ અમે પ્રામાણિક સ્વાસ્થ્ય સૂચન વધારવાનું કામ ચાલુ રાખીશું.’

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">