ભારત અને અમેરિકાના વિદેશમંત્રી અને રક્ષામંત્રી વચ્ચે આજે ત્રીજી 2+2 બેઠક હોવાના કારણે દિલ્લીના હૈદરાબાદ હાઉસમાં ગતિવિધીઓ તેજ થઇ છે. આ બેઠકમાં બે દેશો વચ્ચે બેઝિક એક્સચેન્ચ એન્ડ કૉઓપરેશન એગ્રીમેન્ટ (BECA) પૂરો થયો છે. આ કરાર થકી ભારત મિસાઇલ હુમલા માટે અમેરિકાના ડેટાનો ઉપયોગ કરી શકશે. આ પહેલા અમેરીકાના વિદેશ મંત્રી માઇક પોમ્પીઓ અને રક્ષા મંત્રી માર્ક એસ્પરે શહિદોને શ્રધ્ધાંજલિ આપી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો