યુરોપની સૌથી વૃદ્ધ મહિલા સિસ્ટર આંદ્રેએ પણ તાજેતરમાં કોરોનાને માત આપી છે. તેઓ આજે 117 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
1/6

કોરોના વાયરસથી કદાચ આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો હશે, પરંતુ કેટલાક એવા કિસ્સા બન્યા છે કે જેમાં વૃદ્ધ લોકોએ કોરોનાને હરાવ્યો હોય. યુરોપની સૌથી વૃદ્ધ મહિલા સિસ્ટર આંદ્રેએ પણ તાજેતરમાં કોરોનાને માત આપી છે. તેમનો આજે 117 મો જન્મદિવસ છે.
2/6

અહેવાલ અનુસાર 1904 માં ફ્રાન્સમાં જન્મેલા આંદ્રેને ગયા મહિને ટૂલૌન સ્થિત એક કેર હોમમાં સંક્રમણ લાગ્યું હતું. જોકે તેમને કોરોનાનાં કોઈ લક્ષણો નહોતાં. આંદ્રે જોઈ શકતા નથી, પરંતુ વ્હીલચેરના સહાર પોતાનું કામ કરે છે. આંદ્રેનું કહેવું છે કે તેમને મૃત્યુનો ડર નથી.
3/6

જન્મદિવસ પહેલા આંદ્રેએ કોરોનાને માત આપી છે. પરંતુ તેમની ફૈયાદ છે કે તેમને એકલામાં કેમ રાખવામાં આવે છે? જો કે, આ તેમના ભલા માટે કરવામાં આવી રહ્યું છે. નર્સિંગ હોમના પ્રવક્તાએ કહ્યું કે સિસ્ટર આંદ્રે કોરોનાને લઈને ક્યારેય ભયભીત નથી થયા. કોરોનાના કારણે તેમના જન્મદિવસ પર ખૂબ ઓછા લોકો હાજર રહ્યા.
4/6

સિસ્ટર આંદ્રે વ્હીલચેર પર છે. તેમણે એક શિક્ષક તરીકે પણ કામ કર્યું છે. 1940 માં તેઓ કોન્વેન્ટમાં જોડાયા. 1979 સુધી નર્સિંગ હોમ્સમાં સેવા આપી અને 2009 થી તેઓ ટૂલૌન ગૃહમાં રહે છે.
5/6

આશ્ચર્યજનક વાત છે કે ટૂલૌનમાં જ્યાં તે રહે છે ત્યાં 88 લોકો છે. જેમાંથી 81 લોકો વાયરસનો ભોગ બન્યા હતા. જેમાંથી 10 લોકોનું મૃત્યુ થયું. તે ટૂલૌન સ્થિત સૈન્ટ-કૈથરીન લેબોરામાં સંક્રમિત થયા હતા.
6/6

sister andre
Before her 117th birthday oldest woman in Europe sister andre defeat Corona