બાંગ્લાદેશમાં 7 કરોડ રૂપિયાથી વધુની નકલી ભારતીય ચલણી નોટ ઝડપાઈ, પાકિસ્તાનથી આવી હતી આ નકલી નોટ

ઢાકા પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ નોટો પાકિસ્તાનમાં બની હતી. ત્યારબાદ શ્રીલંકા થઈને તેમને માર્બલના કન્ટેનરમાં મૂકીને બાંગ્લાદેશના ચિત્તાગોંગ બંદરે લાવવામાં આવી હતી.

બાંગ્લાદેશમાં 7 કરોડ રૂપિયાથી વધુની નકલી ભારતીય ચલણી નોટ ઝડપાઈ, પાકિસ્તાનથી આવી હતી આ નકલી નોટ
Fake Currency
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 6:30 PM

Bangladesh Police Fake Indian Currency Racket: બાંગ્લાદેશ પોલીસે રૂ. 7 કરોડથી વધુની નકલી ભારતીય ચલણી નોટો ઝડપી પાડી છે. આ નોટો પાકિસ્તાનમાં (Pakistan) બનાવવામાં આવી હતી. રાજધાની ઢાકાના એક ઘરમાંથી શનિવારે નકલી નોટો મળી આવી હતી. આ કેસમાં પોલીસે ખિલખેત વિસ્તારમાંથી એક મહિલાની ધરપકડ કરી છે, જેની ઓળખ ફાતિમા અખ્તર તરીકે થઈ છે. પ્રાથમિક તપાસ કર્યા બાદ પોલીસ ટીમ દક્ષિણખાન વિસ્તારના એક ઘરમાં ગઈ હતી, જ્યાંથી તેને આ નકલી ભારતીય ચલણી નોટ મળી હતી. આ નોટને ઘરમાં ગુપ્ત જગ્યાએ રાખવામાં આવી હતી.

પોલીસે આ કેસમાં અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે, જેની ઓળખ અબુ તાલિબ તરીકે થઈ છે. ડેમરાના સરુલિયા વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. ઢાકા પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ નોટો પાકિસ્તાનમાં બની હતી. ત્યારબાદ શ્રીલંકા (Sri Lanka) થઈને તેમને માર્બલના કન્ટેનરમાં મૂકીને બાંગ્લાદેશના ચિત્તાગોંગ બંદરે (Chittagong Port) લાવવામાં આવી હતી.

ધરપકડ કરાયેલા આરોપી અબુ તાલિબે પોલીસને જણાવ્યું કે તેણે બે પાકિસ્તાની નાગરિકો સુલતાન અને શફીની મદદથી કરન્સીની દાણચોરી કરી હતી. તેમને શ્રીલંકા થઈને બાંગ્લાદેશ લાવવામાં આવ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તાલિબે ફાતિમાને નોટો આપી પાકિસ્તાની નાગરિકો સુલતાન અને શફી આંતરરાષ્ટ્રીય દાણચોરી ગેંગનો ભાગ હોવાનું કહેવાય છે. આ આંતરરાષ્ટ્રીય દાણચોરીમાં ફાતિમા અને અબુ પણ સામેલ છે. ઢાકા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ નકલી નોટો (Smuggling of Fake Currency) ફાતિમાને અબુ તાલિબે 23 નવેમ્બરે આપી હતી. ત્યારબાદ ફાતિમાએ નકલી નોટ ભારત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કોઈએ પોલીસને આ સમગ્ર મામલાની જાણ કરી હતી. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આરોપીઓને ટ્રેક કરવામાં આવ્યા હતા માહિતી મળ્યા બાદ પોલીસે ધરપકડ કરાયેલા આ બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. તેઓ ક્યાં જઈ રહ્યા છે તે જોવા માટે તેમના પર નજર રાખવામાં આવી રહી હતી. પોલીસ હાલમાં આ બાબતની (Fake Indian Currency) તપાસ કરી રહી છે. ખિલખેત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં કોણ-કોણ સંડોવાયેલા છે તેમને શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે.

આ પણ વાંચો : India-China Border: સરહદ વિવાદ વચ્ચે ચીને LAC પર મિસાઇલ રેજિમેન્ટ તૈનાત કરી, ભારતે વ્યક્ત કરી ચિંતા

આ પણ વાંચો : ચાલબાજ ચીનના દેવાની જાળમાં વધુ એક દેશ ફસાયો, દેશના એકમાત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે ડ્રેગનનો કબજો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">