બાંગ્લાદેશમાં બોટ પલટી જવાથી અત્યાર સુધીમાં 39 લોકોના મોત, 58 હજુ પણ લાપતા છે

Bangladesh News: મીડિયા અહેવાલોમાં મુસાફરોના સંબંધીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે લગભગ 58 મુસાફરો ગુમ છે, જ્યારે અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે 80 મુસાફરો બોર્ડમાં હતા.

બાંગ્લાદેશમાં બોટ પલટી જવાથી અત્યાર સુધીમાં 39 લોકોના મોત, 58 હજુ પણ લાપતા છે
બાંગ્લાદેશમાં બોટ પલટી જતા અનેકના મોત
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Sep 26, 2022 | 6:18 PM

Bangladesh News: ઉત્તર-પશ્ચિમ બાંગ્લાદેશમાં (Bangladesh)રવિવારે એક બોટ પલટી (Boat accident)જવાથી મૃત્યુઆંક સોમવારે વધીને 39 થયો હતો. મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. રવિવારે દુર્ગા પૂજા ઉત્સવ પૂર્વે મહાલયના અવસરે હિન્દુ ભક્તો (Hindu devotees) બોડેશ્વરી મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે દેશના ઉત્તર-પશ્ચિમ પંચગઢ જિલ્લામાં કોરોટો નદીમાં તેમની હોડી પલટી ગઈ હતી.

ફાયર સર્વિસના એક અધિકારીએ ઘટનાસ્થળે પત્રકારોને જણાવ્યું હતું કે અમારી બચાવ ટુકડીઓએ રાતોરાત વધુ નવ મૃતદેહો બહાર કાઢ્યા છે, જો કે શોધ હજુ ચાલુ છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે દિનાજપુરમાં એક નદીમાંથી કેટલાક મૃતદેહો મળી આવ્યા હતા…તે મૃતદેહો કથિત રીતે જોરદાર પ્રવાહને કારણે ધોવાઈ ગયા હતા. ‘bdnews24.com’ના સમાચાર મુજબ પંચગઢના એડિશનલ ડેપ્યુટી કમિશનર (મહેસૂલ) દિપાંકર રોયે જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 39 મૃતદેહો મળી આવ્યા છે. જેમાં 11 બાળકો, 21 મહિલાઓ અને સાત પુરૂષોનો સમાવેશ થાય છે.

લગભગ 58 મુસાફરો ગુમ

મીડિયા અહેવાલોમાં મુસાફરોના સંબંધીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે લગભગ 58 મુસાફરો ગુમ છે, જ્યારે અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે 80 મુસાફરો બોર્ડમાં હતા. ઢાકા ટ્રિબ્યુન અખબારે તપાસ સંસ્થાના વડા રોયને ટાંકીને કહ્યું, “પ્રારંભિક તપાસ મુજબ, બોટમાં વધુ લોકો સવાર હતા. અખબારના જણાવ્યા અનુસાર, “જો કે, તેણે એમ પણ કહ્યું કે બોટ ડૂબવા પાછળ અન્ય કારણો હોઈ શકે છે, પરંતુ સમિતિ તેની તપાસ પૂર્ણ કર્યા પછી તેનો ખુલાસો કરશે.

બોટમાં 150થી વધુ મુસાફરો સવાર હતા

ઉપ-જિલ્લાના વહીવટી વડા સોલેમાન અલીએ જણાવ્યું હતું કે નાવિકે વજન ઘટાડવા માટે કેટલાક લોકોને બોટમાં નીચે ઉતરવાનું કહ્યું હતું, પરંતુ કોઈએ તેમની વાત સાંભળી નહીં. સાક્ષીઓનો દાવો છે કે બોટમાં 150થી વધુ મુસાફરો સવાર હતા. કેટલાક લોકો તરીને નદીના કાંઠે પાછા ફર્યા હતા, પરંતુ ઘણા હજુ પણ લાપતા છે. રોયે કહ્યું કે ફાયર સર્વિસ પંચગઢમાં સર્ચ ઓપરેશનનું નેતૃત્વ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati