બાંગ્લાદેશ હવે પાકિસ્તાનની રાહ પર ! ભારતના પાડોશી દેશમાં અસહિષ્ણુતા વધી અને હિંદુઓની સંખ્યા ઘટી રહી છે

જો બાંગ્લાદેશની વાત કરીએ તો ગત 40 વર્ષના ઇતિહાસમાં પર નજર કરીએ તો અહીં હિંદુઓની આબાદી 13.5 % થી ઘટીને 8.5 % રહી ગઇ છે. બાંગ્લાદેશમાંથી હજારો લોકો સ્થળાંતર કરીને ભારતમાં આવી ચૂક્યા છે

બાંગ્લાદેશ હવે પાકિસ્તાનની રાહ પર ! ભારતના પાડોશી દેશમાં અસહિષ્ણુતા વધી અને હિંદુઓની સંખ્યા ઘટી રહી છે

દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતના પાડોશી દેશોમાં હિંદુઓની વસ્તી સતત ઘટી રહી છે. આ આંકડો એટલો મોટો છે કે જેના પર નજર પડવી સ્વાભાવિક વાત છે. પહેલા અફઘાનિસ્તાન પછી બાંગ્લાદેશ અને હવે પાકિસ્તાનમાં પણ એજ પરિસ્થિતિ બની છે. આ તમામ દેશોમાં કટ્ટરપંથીઓની પકડ મજબૂત છે અને સરકારનું તેમની સામે કઇં ચાલતું નથી.

હાલમાં જ બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિંદુ સમુદાયના લોકો સાથે જે હિંસા થઇ તે દુનિયાએ જોઇ, પરંતુ આ પહેલી વાર નથી કે હિંદુ સમુદાયે પોતાને અસુરક્ષિત અનુભવ્યા હોય આ પ્રકારની સ્થિતી બનવી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ માટે સામાન્ય બાબત છે એજ કારણ છે કે ભારતમાં આ દેશોમાંથી આવનાર લઘુમતી સમુદાયના લોકોને નાગરીકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જો બાંગ્લાદેશની વાત કરીએ તો ગત 40 વર્ષના ઇતિહાસમાં પર નજર કરીએ તો અહીં હિંદુઓની આબાદી 13.5 % થી ઘટીને 8.5 % રહી ગઇ છે. બાંગ્લાદેશમાંથી હજારો લોકો સ્થળાંતર કરીને ભારતમાં આવી ચૂક્યા છે અને આવી રહ્યા છે. ત્યાંની સરકાર હિંદુઓની સુરક્ષાની ગમે તેટલી વાત કરતી હોય પરંતુ દ્રશ્યો કઇંક અલગ જ જોવા મળે છે.

1971 થી 2011 સુધીના ચાર દાયકામાં બાંગ્લાદેશમાં કુલ વસ્તી 110 ટકા વધી છે. 1971 માં વસ્તી 7 કરોડ 14 લાખ હતી. જે 2011 માં વધીને લગભગ 15 કરોડ થઈ ગઈ. જ્યારે આ સમયગાળા દરમિયાન હિન્દુઓની વસ્તી માત્ર 96 લાખથી 1.25 કરોડ હતી. હિન્દુઓની વસ્તીમાં માત્ર 30%નો વધારો થયો છે, જે દેશની તુલનામાં ઘણો ઓછો છે.

બાંગ્લાદેશમાં હિંદુઓની વસ્તી

Year Percent Increase
1901 33%
1911 31.5% -1.5%
1921 30.6% -0.9%
1931 29.4% -1.2%
1941 28% -1.4%
1951 22% -6%
1961 18.5% -3.5%
1974 13.5% -5%
1981 12.1% -1.4%
1991 10.5% -1.6%
2001 9.6% -0.9%
2011 8.5% -1.1%

પાકિસ્તાનમાં હિંદુઓની પરિસ્થિતિ

Year Percent Increase
1931 15%
1941 14% −1%
1947 12.9% −1.1%
1951 1.3% −11.8%
1961 1.4% +0.1%
1981 1.5% +0.1%
1998 1.85% +0.35%
2017 2.14% +0.29%

અફઘાનિસ્તાનમાં હિંદુઓની સંખ્યા

Year Percent Increase
2005 0.35%
2010 0.03% -0.32
2015 0.01% -0.02%
2020 0.0001% -0.0099%

હિંદુઓ પર હુમલાઓની એક પેટર્ન જોવા મળી છે.

કેટલીક સામગ્રી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે છે અને તેને ઇસ્લામ વિરુદ્ધ કહેવામાં આવે છે. પછી કટ્ટરપંથી સંગઠનો હિંદુઓ પર હુમલો કરવા માટે હુકમનામું બહાર પાડે છે. આ પછી હુમલાઓનું ચક્કર શરૂ થાય છે. લઘુમતીઓ ખાસ કરીને હિન્દુ સમુદાય પણ સમજી ગયો છે, તેઓ રાજકીય રીતે હાંસિયામાં ધકેલાઇ ગયા છે અને કંઇ કરી શકતા નથી.

આ પણ વાંચો –

ટોકયો પેરાલિમ્પિકમાં મેડલ વિજેતા ભાવિના પટેલને 3 કરોડનો ચેક અર્પણ કરાયો, રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીના ઘરે જઇ પાઠવી શુભેચ્છા

આ પણ વાંચો –

Video : રાજકોટની દિકરીઓએ જીત્યુ લોકોનુ દિલ, આંખે પાટા બાંધીને આ છોકરીઓએ કરી અદ્દભૂત તલવારબાજી !

આ પણ વાંચો –

T20 World Cup: 5 ખેલાડીઓ, જે વર્લ્ડકપના સૌથી મોટા સ્ટાર્સ બન્યા, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati