Bangladesh: દુર્ગા પૂજા દરમિયાન, તોફાનીઓએ મંદિરો પર કર્યો હુમલો, ત્રણના મોત, અર્ધલશ્કરી દળો કરાયા તહેનાત

બાગ્લાદેશના ચાંદપુરના (Chandpur) હાજીગંજ, ચટ્ટોગ્રામના (Chattogram) બંશખલી અને કોક્સબજારના (Cox’s Bazar) પેકુઆમાં હિન્દુ મંદિરોમાં પણ તોડફોડની ઘટનાઓ નોંધાઈ છે.

Bangladesh: દુર્ગા પૂજા દરમિયાન, તોફાનીઓએ મંદિરો પર કર્યો હુમલો, ત્રણના મોત, અર્ધલશ્કરી દળો કરાયા તહેનાત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 4:24 PM

બાંગ્લાદેશમાં(Bangladesh) ફરી એકવાર હિન્દુ લઘુમતી સમુદાય (Hindu Community in Bangladesh) ના ધાર્મિક સ્થળોને (Religious Places attacked) નિશાન બનાવવામાં આવ્યા છે. ગુરુવારે મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે, બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા ઉજવણી (Durga Puja celebrations) દરમિયાન કેટલાક અજાણ્યા બદમાશો દ્વારા હિન્દુ મંદિરોમાં તોડફોડ (Hindu Temples Vandalised) કરવામાં આવી છે. ત્યારબાદ થયેલા તોફાનોમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આને જોતા સરકારે 22 જિલ્લાઓમાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવા પડ્યા છે.

એક ન્યૂઝ વેબસાઈટના અહેવાલ અનુસાર બાગ્લાદેશની રાજધાની ઢાંકાથી લગભગ 100 કિલોમીટર દૂર કુમિલામાં (Cumilla) એક સ્થાનિક મંદિર બુધવારે નિંદાના આરોપો બાદ સોશિયલ મીડિયા પર વિવાદનું કેન્દ્ર બન્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક લોકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, ત્યારબાદ વહીવટીતંત્ર અને પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાંદપુરના (Chandpur) હાજીગંજ, ચટ્ટોગ્રામમાં (Chattogram) બંશખલી અને કોક્સબજારના (Cox’s Bazar) પેકુઆ ખાતે હિન્દુ મંદિરોમાં તોડફોડની ઘટનાઓ પણ નોંધાઈ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તોફાનીઓએ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસને નિશાન બનાવી  ઢાકાના જાણીતા અખબારે અહેવાલ આપ્યો હતો કે એક તબક્કે પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી અને ઘણા દુર્ગા પૂજા સ્થળો પર તોફાનો ફાટી નીકળ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરતી વખતે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો.

અન્ય એક અખબારના અહેવાલ મુજબ બુધવારે ચાંદપુરના હાજીગંજ ઉપજીલ્લામાં ટોળા અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે બાદમાં બાંગ્લાદેશ પોલીસ રેપિડ એક્શન બટાલિયન (RAB) અને અર્ધલશ્કરી બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) ના ગુના અને આતંકવાદ વિરોધી એકમને તૈનાત કર્યા હતા.

લોકોને શાંતિ જાળવવા અપીલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધાર્મિક બાબતોના મંત્રાલયે ઇમરજન્સી નોટિસ બહાર પાડીને લોકોને વિનંતી કરી છે કે કાયદો પોતાના હાથમાં ન લે. નોટીસમાં કોમી સંવાદિતા અને શાંતિ જાળવવાની હાકલનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન હિન્દુ મંદિરો પર થયેલા હુમલા બાદ સરકારે 22 જિલ્લાઓમાં BGBs તૈનાત કર્યા છે. BGB ઓપરેશન્સ ડિરેક્ટર લેફ્ટનન્ટ કર્નલ ફૈઝુર રહેમાને કહ્યું કે, “ડેપ્યુટી કમિશનરોની વિનંતી પર અને ગૃહ મંત્રાલયના નિર્દેશો હેઠળ, BGB ના જવાનોને દુર્ગા પૂજા દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ અમિત શાહે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યુ “સરહદ પર હુમલાઓ સહન કરવામાં નહિ આવે”

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">