તાલિબાનના રાજમાં અફઘાન શીખોની ખરાબ હાલત! લોકોને ‘ધર્મ બદલો અથવા દેશ છોડો’ માંથી એક વિકલ્પ પસંદ કરવાની પડી ફરજ

Afghanistan: તાલિબાનના કબજા બાદથી અફઘાનિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા કથળી રહી છે. આવી સ્થિતિમાં ત્યાં રહેતા બહુમતી સમાજની સાથે લઘુમતી હિન્દુઓ અને શીખોની હાલત કથળી રહી છે.

તાલિબાનના રાજમાં અફઘાન શીખોની ખરાબ હાલત! લોકોને 'ધર્મ બદલો અથવા દેશ છોડો' માંથી એક વિકલ્પ પસંદ કરવાની પડી ફરજ
File Photo

તાલિબાનના કબજા બાદથી અફઘાનિસ્તાનમાં (Afghanistan) સુરક્ષા વ્યવસ્થા કથળી રહી છે. આવી સ્થિતિમાં ત્યાં રહેતા બહુમતી સમાજની સાથે લઘુમતી હિન્દુઓ અને શીખોની હાલત કથળી રહી છે. સરકારના પતન પહેલા પણ અફઘાનિસ્તાનમાં તેમની સ્થિતિ ઘણી ખરાબ હતી. તે જ સમયે, હવે એક અહેવાલ કહે છે કે, શીખોએ સુન્ની ઇસ્લામ અપનાવવા અથવા અફઘાનિસ્તાનથી ભાગી જવાના વિકલ્પો વચ્ચે પસંદગી કરવી પડશે. આ અહેવાલ એવા સમયે સામે આવ્યો છે જ્યારે થોડા દિવસ પહેલા જ તાલિબાનીઓ કાબુલના ગુરુદ્વારામાં ઘુસ્યા હતા.

ઈન્ટરનેશનલ ફોરમ ફોર રાઈટ્સ એન્ડ સિક્યુરિટી (IFFRAS) એ કહ્યું, ‘એક સમયે અફઘાનિસ્તાનમાં શીખ સમુદાયના લોકોની સંખ્યા હજારોમાં હતી. પરંતુ અફઘાનિસ્તાનમાંથી સ્થળાંતર અને મૃત્યુને કારણે તેમની સ્થિતિ વધુ ખરાબ છે. આ અફઘાનિસ્તાનમાં પ્રણાલીગત ભેદભાવ અને કટ્ટરવાદી હિંસાને કારણે છે. મોટી સંખ્યામાં શીખો કાબુલમાં રહે છે જ્યારે કેટલાક ગઝની અને નાંગરહાર પ્રાંતમાં રહે છે. 5 ઓક્ટોબરના રોજ 15 થી 20 લડવૈયાઓ ગુરુદ્વારામાં પ્રવેશ્યા અને રક્ષકોને બાનમાં લીધા. આ હુમલો કાબુલના કરાટે-એ-પરવાન જિલ્લામાં થયો હતો. અફઘાનિસ્તાનમાં શીખો અવારનવાર દેશમાં આવા હુમલાઓ અને હિંસાનો સામનો કરે છે.

શીખો પર ઘણા હુમલા થયા છે

તાજેતરના વર્ષોમાં અફઘાનિસ્તાનમાં શીખ વિરોધી ઘણા હિંસક હુમલાઓ થયા છે. ગયા વર્ષે જૂનમાં ‘આતંકવાદીઓ’ દ્વારા એક અફઘાન શીખ નેતાનું અપહરણ કરવામાં આવ્યું હતું. સૂત્રોએ આ કેસ અંગે વધુ વિગતો જાહેર કરી નથી. માર્ચ 2019માં કાબુલમાં અન્ય એક શીખ વ્યક્તિનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. બાદમાં અફઘાન પોલીસે બે શકમંદોની ધરપકડ કરી હતી. જ્યારે કંદહારમાં અન્ય એક અજાણ્યા બંદૂકધારીઓએ અન્ય એક શીખ વ્યક્તિને ગોળી મારી દીધી હતી.

શીખ લોકોનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે

શીખ સમુદાય સદીઓથી અફઘાનિસ્તાનમાં રહે છે, પરંતુ દાયકાઓથી અફઘાન સરકાર શીખોને પૂરતા પ્રમાણમાં આવાસ આપવામાં અને તેમના ઘરો પુન:સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી છે. હકીકતમાં, 1990 ના દાયકા દરમિયાન, તેમના પડોશીઓ અને લડવૈયાઓએ શીખોના ઘરો પર ગેરકાયદે કબજો કર્યો હતો.

IFFRASએ કહ્યું કે, તાલિબાન દ્વારા 26 માર્ચ 2020ના રોજ કાબુલના ગુરુદ્વારામાં શીખોની હત્યા કરવામાં આવી ત્યારથી સમુદાયના લોકો મોટી સંખ્યામાં ભારત જઈ રહ્યા છે. આગળ ફોરમે ધ્યાન દોર્યું કે શીખ સમુદાયના લોકો સુન્ની સંપ્રદાયના મુખ્ય પ્રવાહમાં આવતા નથી. તેથી તેમને કાં તો બળજબરીથી ઇસ્લામ સ્વીકારવામાં આવે છે અથવા હત્યા કરવામાં આવે છે.

આ પણ વાંચો:JEE Advanced AAT Result : આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટનું પરિણામ આજે થશે જાહેર, આ વિદ્યાર્થીઓને IIT માં સીધો પ્રવેશ મળશે

આ પણ વાંચો:IBPS Result 2021 : RRB PO મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે ચકાસો પરિણામ

Click on your DTH Provider to Add TV9 Gujarati