ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વન ડે ત્રણ વિકેટે જીતી, પાંચ વર્ષે ઈંગ્લેન્ડને તેના ઘરમાં શ્રેણી હરાવી, મેક્સવેલ અને કેરીની સદી

ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વન ડે ત્રણ વિકેટે જીતી, પાંચ વર્ષે ઈંગ્લેન્ડને તેના ઘરમાં શ્રેણી હરાવી, મેક્સવેલ અને કેરીની સદી

ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામેની ત્રણ વનડે મેચની સિરીઝ 2-1 થી જીતી હતી. શ્રેણીની છેલ્લી મેચમાં મહેમાન ટીમે ઇંગ્લેન્ડને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. પાંચ વર્ષ પછી ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને તેમના ઘરે જ હરાવ્યું હતું. છેલ્લે ઓસ્ટ્રેલિયાએ 2015ની 5 વનડેની શ્રેણી 3-2 થી જીત્યું હતું. પાંચેક વર્ષમાં પ્રથમ વખત ઇંગ્લેન્ડે પોતાના ઘરમાં વનડે શ્રેણી ગુમાવી હતી. વિજય માટે ઓસ્ટ્રેલિયા સામે 303 રનનો લક્ષ્યાંક હતો, જે તેણે 7 વિકેટે ગુમાવીને પૂર્ણ કરી દીધો હતો.

ઓસ્ટ્રેલિયા તરફથી એલેક્સ કેરી અને ગ્લેન મેક્સવેલે સદી ફટકારી હતી. વન ડેમાં કેરીની આ પ્રથમ સદી છે. તેણે 114 બોલમાં 106 રન બનાવ્યા. આ સાથે કેરીએ વન ડેમાં પણ તેના એક હજાર રન પૂરા કર્યા. મેક્સવેલે તેની બીજી વનડે સદી પૂરી કરી હતી.

મેક્સવેલને મેન ઓફ ધ સિરીઝ

તે વનડેમાં 3000 રન બનાવનારો 23 મો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન પણ બન્યો છે. કેરી સાથે ની બંનેની છઠ્ઠી વિકેટ માટે 200 રન થી વધારે રનની ભાગીદારી હતી. મેક્સવેલને 90 બોલમાં 108 રનની ઈનિંગ બદલ મેન ઓફ ધ મેચ અને સિરીઝ જાહેર કરાયો હતો. આ બંને સિવાય કોઈ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો નથી. એરોન ફિંચ (12), ડેવિડ વોર્નર (24), માર્કસ સ્ટોઇનિસ (4), માર્નસ લબુશાને (20) આઉટ થઈ ગયા હતા.

ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સ અને જો રૂટે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે જોફ્રા આર્ચર અને આદિલ રાશિદે એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.

પ્રથમ બે બોલ પર ઇંગ્લેન્ડની બે વિકેટ પડી હતી

ઇંગ્લેન્ડે ખરાબ શરૂઆત કરી હતી અને ટીમે પ્રથમ 2 બોલમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. મિશેલ સ્ટાર્કના બોલ પર ખાતું ખોલાવ્યા વિના જેસન રોય અને જો રુટ આઉટ થયો હતો. આ પછી, ઇયોન મોર્ગન ખૂબ લાંબો સમય ક્રીઝ પર રહી શક્યો નહીં અને તે પણ 23 રને આઉટ થયો હતો. તે એડમ ઝમ્પા દ્વારા આઉટ થયો હતો. જોસ બટલર પણ 8 રને આઉટ થયો હતો.

શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા 19 રને જીતી ગયું હતું. પરંતુ અંગ્રેજી ટીમે શાનદાર વાપસી કરી. બીજી મેચમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવી શ્રેણી 1-1થી બરાબરી કરી લીધી હતી. પરંતુ છેલ્લી મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ શ્રેણી જીતી લીધી હતી.

ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાએ 151 માંથી 83 વનડે મેચ જીત્યાનો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ મેચ પહેલા 151 વનડે મેચ થઈ હતી. તેમાંથી ઓસ્ટ્રેલિયા 83 મેચ જીતીને 63 મેચ હારી ગયું હતું. 2 મેચ ટાઇ અને 3 અનિર્ણીત રહી છે. તો ઇંગ્લેંડ ના ગ્રાઉન્ડ પર બંને વચ્ચે 72 મેચ રમાઈ હતી, જેમાં 32 ઓસ્ટ્રેલિયા જીતી ગઈ છે અને 36 વન-ડેમાં હાર્યું છે. ૨-૨ મેચ ટાઇ અને બે અનિર્ણીત રહી છે.

એકંદરે વનડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા ભારે

તે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 23 મી સિરીઝ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ 13 અને ઇંગ્લેંડ 10 શ્રેણી જીત્યું છે. બંને ટીમોની ઇંગ્લેન્ડમાં 16 શ્રેણી હતી. યજમાન ટીમે 8 અને ઓસ્ટ્રેલિયા 8 જીત મેળવી છે.

આ પણ વાંચોઃIPL 2020: 4 વાર ચેમ્પિયન બન્યુ મુંબઈ ઈન્ડિયન્સ, 12 સીઝનમાં જીતી 109 મેચ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

  • Follow us on Facebook

Published On - 12:32 pm, Thu, 17 September 20

Click on your DTH Provider to Add TV9 Gujarati