પાકિસ્તાનના મુલાતાનમાં હિન્દુ પરિવાર ઉપર હુમલો, પાંચની કરપીણ હત્યા

પાકિસ્તાનના ( Pakistan ) મુલતાનમાં ( Multan ) હિન્દુ પરિવારના પાંચ સભ્યોની ગળુ કાપીને બેરહેમીથી કરપીણ હત્યા ( Murder ) કરી છે.

| Updated on: Mar 07, 2021 | 12:59 PM

પાકિસ્તાનમાં ( Pakistan ) હિન્દુ પરિવાર ફરી એકવાર હિંસક હુમલાનો શિકાર બન્યો છે. પાકિસ્તાનના ( Pakistan ) મુલતાનમાં ( Multan ) હિન્દુ પરિવારના પાંચ સભ્યોની ગળુ કાપીને બેરહેમીથી કરપીણ હત્યા ( Murder ) કરી છે. હિંસક હુમલાની ઘટના બાદ આ વિસ્તારમાં હિંદુ સમુદાયમાં ભારે ડરનો માહોલ ફેલાયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આ હિંદુ પરિવાર રહીમયાર ખાન શહેરથી 15 કિલોમીટર દૂર અબૂધાબી કોલોનીમાં રહેતો હતો. આ જગ્યા મુલ્તાન શહેરની પાસે આવેલી છે. પરિવારના તમામ સભ્યોની એક ધારદાર હથિયાર વડે નિર્મમ હત્યા કરવામાં આવી છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળેથી કુહાડી સહિત કેટલાક ઘાતક હથિયારો જપ્ત કર્યા છે. રહીમયાર ખાનના સામાજીક કાર્યકર્તા બિરબલ દાસે જણાવ્યું કે મૃત્યુ પામનાર પરિવારની મુખ્ય વ્યક્તિ રામચંદ મેઘવાલની ઉંમર 35-36 વર્ષની હતી. તે ઘણા સમયથી ટેલરિંગની દુકાન ચલાવતા હતા. હત્યાની આ ઘટના આઘાતજનક છે. હત્યારાઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. ત્યાના મુખ્યપ્રધાન સરદાર ઉસ્માન બુઝદારે હત્યારાઓની ધરપકડ કરવા આદેશ આપ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">