Covid-19 Rules: જો તમે પણ કોવિડ-19ના નિયમનું પાલન ના કરતા હોય તો જેલની હવા ખાવા માટે રહો તૈયાર

24 વર્ષીય જનાની કલ્યાસેવલમને બે દિવસ પછી સ્વેબ ટેસ્ટ માટે જવાનું હતું. પરંતુ ટેસ્ટ આપવાને બદલે તે તેના યેશુન હાઉસિંગ સ્ટેટથી નોર્થપોઈન્ટ સિટી મોલ ગઈ અને પછી તેના બોયફ્રેન્ડના ઘરે પહોંચી હતી. આ ઘટનાની જાણકારી સ્થાનિક મીડિયાએ આપી છે.

Covid-19 Rules: જો તમે પણ કોવિડ-19ના નિયમનું પાલન ના કરતા હોય તો જેલની હવા ખાવા માટે રહો તૈયાર
File photo
TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Oct 05, 2021 | 5:18 PM

વિશ્વભરમાં કોરોનાએ (Corona) ભરડો લીધો છે. કોરોનાના કારણે બધા દેશમાં અલગ-અલગ નિયમ બનાવવામાં આવ્યા છે. સિંગાપુરમાં એક ભારતીય મહિલાને 13 દિવસની સજા ફટકારવામાં આવી છે. આ મહિલાએ કોવિડ-19 ( Covid-19) પ્રોટોકોલ તોડ્યો હતો. હવે આ ગુનાને કારણે તેને 13 દિવસ જેલમાં વિતાવવા પડશે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહિલાને શ્વાસનું ઈન્ફેક્શન હતું. ત્યારબાદ તેને ઘરે રહેવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ ગાઈડલાઈન્સને નજર અંદાજ કરીને આ મહિલા ઘરની બહાર આવવા લાગી હતી. મહિલાને મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું.

બિમાર થયા બાદ પણ બોયફ્રેન્ડને મળવા ગઈ

24 વર્ષીય જનાની કલ્યાસેવલમને બે દિવસ પછી સ્વેબ ટેસ્ટ માટે જવાનું કહ્યું હતું. પરંતુ ટેસ્ટ આપવાને બદલે તે તેના યેશુન હાઉસિંગ સ્ટેટથી નોર્થપોઈન્ટ સિટી મોલ ગઈ અને પછી તેના બોયફ્રેન્ડના ઘરે પહોંચી હતી. આ ઘટના વિશે સમગ્ર માહિતી સ્થાનિક અખબારે આપી હતી. મીડિયા રિપોર્ટ રિપોર્ટ અનુસાર જનાનીનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ ના હતો.

જનાનીને ગત મહિને કોર્ટે કોવિડ -19ના નિયમો તોડવા બદલ દોષિત ઠેરવવામાં આવી હતી. આ સાથે તેની સામે વધુ બે આરોપ સાબિત થયા છે. તેને મંગળવારે સજા સંભળાવવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે તેણે ઓછામાં ઓછા બે અઠવાડિયા જેલમાં વિતાવવા પડશે.

ફરિયાદીના જણાવ્યા મુજબ જાહેર આરોગ્યને જોખમમાં મૂકતા કોઈપણ કૃત્ય માટે કડક સજા આપવાની જરૂર છે. મહામારી વચ્ચે લોકોને રોગચાળા અંગે ચેતવવા કરતા ભયમાં રાખવું વધુ મહત્વનું છે. કલ્યાસેવલમના વકીલ ટેન જુન યિને કહ્યું કે ટૂંકી સજા પણ ઊંડી અસર કરશે અને જે હેતુ માટે સજા આપવામાં આવી રહી છે તે પણ પૂર્ણ કરી શકાય છે. જનાની કલ્યાસેવલમ સિંગાપોરમાં તમિલ ભાષાના શિક્ષક બનવા માંગે છે.

જેલમાંથી બહાર આવ્યા બાદ કોઈ ગુનાહિત રેકોર્ડ નથી

ટૂંકી સજાનો અર્થ એ છે કે જનાની બે સપ્તાહ સુધી જેલમાં રહેશે, પરંતુ જ્યારે તે જેલમાંથી બહાર આવશે ત્યારે તેની સામે કોઈ ગુનાહિત રેકોર્ડ રહેશે નહીં. જનાનીએ તેના કૃત્ય માટે માફી પણ માંગી છે. તેમણે કોર્ટ સમક્ષ લેખિતમાં માફી રજૂ કરી છે. જનાનીએ કહ્યું છે કે તે સિંગાપોર ઈન્ડિયન ડેવલપમેન્ટ એસોસિએશન સાથે સ્વયંસેવક તરીકે જોડાયેલી હતી. આ સંસ્થા દેશમાં ભારતીયોની આર્થિક-સામાજિક સ્થિતિને ઉત્થાન માટે કામ કરે છે.

આ સાથે જ તેણીએ કહ્યું હતું કે ‘ઘટના સમયે, હું મારા કૃત્ય અને ગુનાની ગંભીરતાને સમજી શકી ના હતી. પરંતુ હવે મને ખ્યાલ આવી રહ્યો છે કે મેં કેટલા લોકોના જીવ જોખમમાં મુક્યા છે. મને તેનો અફસોસ છે.’ તેણીએ વધુમાં જણાવ્યું હતું કે ‘હવે હું પાછળ જઈને મારી ભૂલ સુધારી શકતી નથી. પરંતુ હું ખાતરી કરવા માંગુ છું કે મેં મારી ભૂલ સુધારવા અને વધુ સારા વ્યક્તિ બનવા તરફ એક પગલું ભર્યું છે. તેમને 10,000 સિંગાપોર ડોલરનો દંડ અથવા સજા અને દંડ બંનેનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો : RR vs MI, IPL 2021 Match Prediction: રોહિત અને સેમસનની, કરો યા મરોની સ્થિતિમાં ટક્કર જામશે

આ પણ વાંચો :થોમસ નામના ‘હેકર’ને કારણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ ઠપ્પ થઈ ગયા, એફબીઆઈ ટૂંક સમયમાં ગુનેગારને પકડશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati