કાબુલ એરપોર્ટ પર ખરાબ પરિસ્થિતિ, લોકોને બહાર કાઢવા થયા મુશ્કેલ, ભીડને વિખેરવા અમેરિકી સૈનિકોએ કર્યુ ફાયરિંગ

અમેરિકનોને ઇસ્લામિક સ્ટેટ તરફથી સંભવિત ખતરો છે. એટલા માટે સેના લોકોને એરપોર્ટ પર લાવવા માટે નવા રસ્તા શોધી રહી છે. એક અધિકારીએ કહ્યું કે, અમેરિકનોના નાના જૂથો અને અફઘાનિસ્તાન છોડવા માંગતા અન્ય લોકોને શું કરવું તે અંગે ચોક્કસ સૂચના આપવામાં આવશે.

કાબુલ એરપોર્ટ પર ખરાબ પરિસ્થિતિ, લોકોને બહાર કાઢવા થયા મુશ્કેલ, ભીડને વિખેરવા અમેરિકી સૈનિકોએ કર્યુ ફાયરિંગ
Crowd at Kabul Airport

અફઘાનિસ્તાનમાં તાલિબાનના આગમન બાદ લોકોમાં ઘણો ભય છે અને તેઓ મોટી સંખ્યામાં દેશ છોડી રહ્યા છે. જેના કારણે કાબુલ એરપોર્ટ પર ભારે ભીડ થઇ ગઇ છે. આ ભીડના કારણે અમેરિકાને તેના નાગરિકોને બહાર કાઢવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એરપોર્ટ પર સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અમેરિકન સૈનિકો ભીડને વિખેરવા માટે હવામાં ફાયરિંગ (US Military at Kabul Airport) પણ કરી રહ્યા છે.

આ સાથે, અહીંના અમેરિકનોને ઇસ્લામિક સ્ટેટ તરફથી સંભવિત ખતરો છે. એટલા માટે સેના લોકોને એરપોર્ટ પર લાવવા માટે નવા રસ્તા શોધી રહી છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, અમેરિકનોના નાના જૂથો અને અફઘાનિસ્તાન છોડવા માંગતા અન્ય લોકોને શું કરવું તે અંગે ચોક્કસ સૂચના આપવામાં આવશે. તેમને એવા સ્થળોએ જવાની સૂચના આપવામાં આવશે જ્યાં સેના તેમને એકત્રિત કરી શકે (Situation in Kabul Airport).

અમેરિકી દૂતાવાસે શનિવારે એક નવી સુરક્ષા ચેતવણી બહાર પાડી છે કે નાગરિકોને સુરક્ષાના ખતરાને કારણે “અમેરિકી સરકારના પ્રતિનિધિની વ્યક્તિગત સૂચનાઓ” વગર કાબુલ એરપોર્ટના દરવાજામાં પ્રવેશ ન કરવો.

ઇસ્લામિક સ્ટેટને કહ્યુ  મોટો ખતરો 

અધિકારીએ આઇએસઆઇએસની ધમકી અંગે વિસ્તૃત માહિતી આપવાનો ઇનકાર કર્યો, પરંતુ જણાવ્યું હતું કે ખતરો મોટો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી કોઈ પણ આઈએસઆઈએસ હુમલાની પુષ્ટિ થઈ નથી.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને અમેરિકન સૈનિકોના પરત ફરવાની 31 ઓગસ્ટની સમય મર્યાદા નજીક આવી રહી છે. એરપોર્ટની બહાર હિંસા અને અફરા-તફરીનો વીડિયો સામે આવ્યા હોવાથી બાઇડેનની ટીકા થઈ રહી છે. તાલિબાનના બદલાથી ડરતા અફઘાન લોકો વિનંતી કરી રહ્યા છે કે તેમને અહીં મૂકીને જવામાં ન આવે.

ભયાનક હુમલાઓને આપ્યો અંજામ 

ઇસ્લામિક સ્ટેટ (ISIS) જૂથે લાંબા સમય પહેલા અમેરિકા અને વિદેશમાં અમેરિકન હિતો પર હુમલો કરવાની ઇચ્છા જાહેર કરી છે. તે ઘણા વર્ષોથી અફઘાનિસ્તાનમાં સક્રિય છે અને તેણે દેશમાં અનેક ભયાનક હુમલા કર્યા છે, જેમાંથી મોટાભાગના શિયા લઘુમતીઓ પર થયા છે. તાજેતરમાં અમેરિકા અને તાલિબાન દ્વારા ISIS ને પણ ઘણી વખત નિશાન બનાવવામાં આવ્યા છે.

પરંતુ અધિકારીઓનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએસ હજુ પણ સક્રિય છે અને અફઘાનિસ્તાન પર વિભાજનકારી તાલિબાનના કબજાને કારણે અમેરિકાને અહીં ફરી તેના મજબૂત થવાની આશંકા છે.

વિમાન કંપનીઓ પાસેથી લઇ શકે છે મદદ 

બાઇડેન વહીવટીતંત્ર લશ્કરી વિમાનો દ્વારા અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢ્યા બાદ અફઘાન શરણાર્થીઓને પરિવહન કરવા માટે યુએસ કોમર્શિયલ એરલાઇન્સ અને તેમના ક્રૂની મદદ લેવાનું વિચારી રહ્યું છે.

યુએસ ટ્રાન્સપોર્ટેશન કમાન્ડે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પેન્ટાગોને ‘સિવિલ રિઝર્વ એર ફ્લીટ’ હેઠળ વાણિજ્યિક એરલાઇન્સને સક્રિય કરવાની મંજૂરી આપી નથી અથવા આદેશ આપ્યો નથી. પરંતુ તેમણે જણાવ્યુ કે કાર્યક્રમને સક્રિય કરવાની સંભાવનાને લઇને શુક્રવાર રાત્રે અમેરિકી વિમાનન કંપનીઓને સચેત કરતા આદેશ બહાર પાડ્યો. આ બાબતે ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલે જાણકારી આપી.

 

આ પણ વાંચોઅફઘાની મહિલા અને સાંસદે ભારત પરત ફરતા ભીની આંખે વર્ણવી આપવીતી, મદદ માટે ભારતીય ભાઈ-બહેનોનો આભાર

આ પણ વાંચોઅફઘાનિસ્તાનમાં નવી મુસિબત, અમેરીકાએ આપી ચેતવણી, IS કાબુલ એરપોર્ટ પર કરી શકે છે બોમ્બ બ્લાસ્ટ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati