AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોળીઓના અવાજથી ધણધણી ઉઠી અમેરિકાની સ્કૂલ, એકનું મોત, અનેક ઘાયલ

ગોળીબારની ઘટનામાં હજુ સુધી જાનહાનિ અંગે પોલીસ દ્વારા કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. અમેરિકન મીડિયા પાસેથી મળેલી માહિતી અનુસાર ગુરુવારે વહેલી સવારે એક હુમલાખોરે પેરી હાઈસ્કૂલ પર હુમલો કર્યો હતો. શાળામાં અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતુ.

ગોળીઓના અવાજથી ધણધણી ઉઠી અમેરિકાની સ્કૂલ, એકનું મોત, અનેક ઘાયલ
| Updated on: Jan 05, 2024 | 8:17 AM
Share

અમેરિકામાં હજુ તો નાતાલ અને નવા વર્ષની રજાઓ બાદ શાળા ખુલી જ છે, ત્યાં પહેલા જ દિવસે ગોળીબારની ઘટનાએ સૌ કોઇને ચોંકાવી દીધા છે. થોડા સમય બાદ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટેની પ્રથમ હરીફાઈ થવા જઈ રહી છે, આ દરમિયાન જ શાળામાં ગોળીબારની ઘટના બની છે.આ ઘટના અમેરિકન રાજ્ય આયોવાની એક હાઈસ્કૂલમાં બની છે, જ્યાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઘણા લોકોના મોતની આશંકા છે.

જાનહાની અંગે હજુ કોઇ સ્પષ્ટતા નહીં

ગોળીબારની ઘટનામાં હજુ સુધી જાનહાનિ અંગે પોલીસ દ્વારા કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. અમેરિકન મીડિયા પાસેથી મળેલી માહિતી અનુસાર ગુરુવારે વહેલી સવારે એક હુમલાખોરે પેરી હાઈસ્કૂલ પર હુમલો કર્યો હતો. શાળામાં અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતુ. ફાયરિંગની ઘટના બાદ તપાસ એજન્સીઓ સવારે 9 વાગ્યે હાઈસ્કૂલમાં પહોંચી હતી. આ ઘટના અંગે ડલ્લાસ કાઉન્ટી શેરિફ ઓફિસે પુષ્ટિ કરી છે કે ફાયરિંગની ઘટનાની તપાસ ચાલી રહી છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં.

હુમલાખોરે પોતાને ગોળી મારી કર્યો આપઘાત

NBC ન્યૂઝ અનુસાર, ફાયરિંગની ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં બે વિદ્યાર્થીઓ અને એક સ્કૂલ એડમિનિસ્ટ્રેટર છે. ઇજાગ્રસ્તો વિશે વિગતવાર માહિતી મળી શકી નથી.તો હુમલાખોરે પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.

શિયાળુ વેકેશન બાદના બીજા સેમેસ્ટરના પહેલા જ દિવસે ગોળીબારની આ ઘટના બની છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ જો બિડેન આ ઘટના પર સતત નજર રાખી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ આયોવાના ગવર્નર ઓફિસના સતત સંપર્કમાં છે. ફાયરિંગની ઘટના પછી, કાયદા અમલીકરણ માટેના ઘણા વાહનો અને એમ્બ્યુલન્સ શાળાની બહાર પાર્ક કરેલી જોવા મળી હતી.

આયોવા સ્થિત NBC સંલગ્ન WHO ડેસ મોઇન્સના જણાવ્યા અનુસાર ફાયરિંગની ઘટના અંગેની પ્રથમ માહિતી સ્થાનિક સમય અનુસાર સવારે 7:40 વાગ્યે મળી હતી. જે બાદ મિડલ સ્કૂલને ખાલી કરાવવામાં આવી હતી અને ત્યારબાદ પ્રાથમિક શાળાને પણ ખાલી કરાવવામાં આવી હતી અને સવારે 8.32 વાગ્યા સુધીમાં રજા આપવામાં આવી હતી.

ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાની ઘટના

15 જાન્યુઆરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી કરવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે,તે જ સમયે આ ગોળીબારની ઘટના બની છે. રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદની પ્રાથમિક સ્તરની પ્રક્રિયા રાજ્ય સ્તરે શરૂ થશે. દરમિયાન પેરી કોમ્યુનિટી સ્કૂલ ડિસ્ટ્રિક્ટ બોર્ડના પ્રમુખ લિન્ડા એન્ડોર્ફે આ ઘટનાને “ઘૃણાસ્પદ” ગણાવી હતી. તેમણે કહ્યું કે, “ઘટના બહુ ખતરનાક છે. લોકોએ તેમના જીવન વિશે વિચારવાની જરૂર છે.”

ડલ્લાસ કાઉન્ટીના શેરિફ એડમ ઇન્ફન્ટે જણાવ્યું હતું કે જ્યારે શૂટિંગ શરૂ થયું ત્યારે શાળા હજી શરૂ થઈ નહોતી. એ સારી વાત છે કે તે સમયે બિલ્ડિંગમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા. સ્થાનિક સમય મુજબ લગભગ સવારે 7:37 કલાકે અધિકારીઓને હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના અંગે ચેતવણી આપવામાં આવી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી.

 

g clip-path="url(#clip0_868_265)">