અંદમાન : આદિવાસીઓને મળવા પહોંચેલા અમેરિકાના નાગરિક સાથે જે થયું તે જાણીને તમે રહી જશો દંગ

દુનિયાના જુદાં-જુદાં સ્થાનોની શોધ કરવી આજના ટેક્નોલોજીના સમયમાં સહેજ પણ અઘરું નથી. પરંતુ કેટલીક વખત એવાં સ્થાનો પર પહોંચવું કપરું બની જાય છે જ્યાં કોઇપણ સંપર્ક થઇ શકતો નથી. તાજેતરમાં ભારતના દ્વીપ અંદમાન નિકોબારના નોર્થ સેન્ટીનલ આયરલેન્ડમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહેલા એક અમેરિકી નાગરિકની સંરક્ષિત આદિવાસીઓએ કથિત રીતે તીર મારીને હત્યા કરી નાખી હોવાનો […]

અંદમાન : આદિવાસીઓને મળવા પહોંચેલા અમેરિકાના નાગરિક સાથે જે થયું તે જાણીને તમે રહી જશો દંગ
American John Chau
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Nov 28, 2018 | 7:01 AM

દુનિયાના જુદાં-જુદાં સ્થાનોની શોધ કરવી આજના ટેક્નોલોજીના સમયમાં સહેજ પણ અઘરું નથી. પરંતુ કેટલીક વખત એવાં સ્થાનો પર પહોંચવું કપરું બની જાય છે જ્યાં કોઇપણ સંપર્ક થઇ શકતો નથી. તાજેતરમાં ભારતના દ્વીપ અંદમાન નિકોબારના નોર્થ સેન્ટીનલ આયરલેન્ડમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહેલા એક અમેરિકી નાગરિકની સંરક્ષિત આદિવાસીઓએ કથિત રીતે તીર મારીને હત્યા કરી નાખી હોવાનો મામલો સામે આવ્યો છે.

કોણ છે અમેરિકન નાગરિક? 

27 વર્ષનો અમેરિકાનો જોન એલન ચાઉ દુનિયાના વિવિધ નવા સ્થાનોની શોધમાં નીકળતો હતો. હાલમાં તે ભારતમાં એડવેન્ચર ટ્રીપ અંદમાન નિકોબાર ટાપુઓ પર ફરવા માટે આવ્યો હતો. જોન એલન ઉત્તર સેન્ટીનલ ટાપુ પર ગયો હતો. જ્યાં સ્થાનિક જનજાતિય સમુદાય (સેન્ટિનેલિસ)ના લોકોએ તેની હત્યા કરી. કહેવાય છે કે લગભગ બે સપ્તાહ પહેલા અમેરિકન નાગરિક જોન એલન ચાઉ સ્થાનિક માછીમારોની મદદથી સેન્ટિનેલિસ સમુદાયના લોકોને મળવા પહોંચ્યો હતો પરંતુ પાછો ફર્યો નહીં.

સેન્ટિનેલિસ સમુદાયના લોકો

સેન્ટિનેલિસ એક જનજાતિય સમુદાય છે, જે દક્ષિણ અંદમાનના ઉત્તર સેન્ટિનલ ટાપુ પર રહે છે. વાસ્તવમાં આ વિસ્તાર અંદમાન નિકોબાર રેગ્યુલેશન એક્ટ, 1956 હેઠળ દુનિયાથી અછૂતો રહેવાનો અધિકાર મળેલો છે. તેમને દુનિયાથી અલગ રહેવાની તમામ છૂટ છે. આ જનજાતિ અને વિસ્તારને સંરક્ષિત શ્રેણીમાં રખાયા છે અને જોન કોઈ પણ મંજૂરી લીધા વગર ત્યાં પહોંચ્યો હતો આથી આ મામલે કોઈ કાયદાકીય કાર્યવાહી નહીં થાય.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જોન એલન પર અંદમાન નિકોબાર પોલીસના અધિકારી જતિન નરવાલને કહ્યું કે એવી આશંકા છે કે તેના મૃતદેહને ગત સપ્તાહે જમીનમાં દફનાવી દેવામાં આવ્યો. આ મામલે પોલીસે IPCની કલમ 302 અને 304 હેઠળ હમફ્રીગંજ પોલીસ સ્ટેશનમાં બે FIR નોંધી અને અમેરિકી નાગરિકને ટાપુ સુધી લઈ જનારા સાત માછીમારોની ધરપકડ કરવામાં આવી.

આપણ વાંચો : શું ‘Horlicks’ શાકહારી છે કે માંસાહારી ? સરકારી નોટિસ થઇ જાહેર

બુધવારે આ જાણકારી મળી કે અમેરિકી દૂતાવાસ આ વ્યક્તિને હજુ ગૂમ જ ગણી રહ્યું છે. અમેરિકી દૂતાવાસના એક પ્રવક્તાએ જણાવ્યું કે અમને એ વાતની જાણકારી છે કે એક અમેરિકી નાગરિક અંદમાન નિકોબાર ટાપુઓ પર છે. અમેરિકા માટે પોતાના નાગરિકોનું કલ્યાણ અને સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે જ્યારે કોઈ અમેરિકી નાગરિક ગૂમ થઈ જાય છે ત્યારે અમે સ્થાનિક અધિકારીઓની સાથે મળીને તેને શોધવાની કોશિશ કરીએ છીએ.

Sintenelese_ Tv9 News

સેન્ટિનેલિસ સમુદાય તીરથી હુમલો

માછીમારીઓએ પોલીસને જણાવ્યું કે 14 નવેમ્બરના રોજ સેન્ટિનેલિસ ટાપુ પર જવાની જોન કોશિશ કરી રહ્યો હતો. પરંતુ અસફળ રહ્યો. સેન્ટિનેલિસ સમુદાય અંગે સ્થાનિક લોકોના માધ્યમથી માલુમ પડ્યું કે તેઓ બહારની દુનિયાના સંપર્કમાં રહેવાનું પસંદ કરતા નથી. પહેલા પ્રયત્નમાં અસફળ રહ્યાં બાદ બે દિવસ પછી એટલે કે 16 નવેમ્બરના રોજ જોન પૂરેપૂરી તૈયારીઓ સાથે ફરીથી ટાપુ પર પહોંચ્યો. આ દરમિયાન તેણે પોતાની હોડી અધવચ્ચે જ છોડી દીધી અને ટેન્ટ સાથે થોડો વધુ સામાન લઈને ટાપુ પર ગયો. સ્થાનિક માછીમારોએ જણાવ્યું કે જોને જેવો ટાપુ પર પગ મૂક્યો કે સેન્ટિનેલિસ સમુદાયના આદીવાસીઓએ તેના પર તીર કમાનથી હુમલો કર્યો.

શું છે સમગ્ર ઘટના? 

જોનની હત્યા બાદ સેન્ટિનેલિસ સમુદાયના લોકોએ તેના મૃતદેહને રસ્સીથી બાંધીને ઢસડીને સમુદ્ર સુધી લઈ જઈ ત્યાં રેતીમાં દફન કરી દીધો. આ ઘટનાને જોઈને માછીમારો ત્યાંથી ડરીને ભાગી ગયાં. બીજા દિવસે જ્યારે તેઓ તે જગ્યાએ પહોંચ્યા તો તેમણે જોયું કે જોનનો મૃતદેહ સમુદ્ર કિનારે પડ્યો હતો. પરંતુ માછીમારો તેને સાથે લઈ જવાની હિંમત કરી શક્યા નહીં. ડરેલા માછીમારો રાજધાની પોર્ટ બ્લેયર પહોંચ્યા અને આ મામલાની જાણકારી જોનના મિત્ર અને સ્થાનિક ઉપદેશક એલેક્સને આપી. એલેક્સે અમેરિકામાં રહેતા જોનના પરિવારને સમગ્ર ઘટના અંગે જણાવ્યું અને ત્યારબાદ નવી દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસની મદદ માંગવામાં આવી.

American John Chau

American John Chau

દૂતાવાસમાં જોનના ઘરવાળા સુધી તેના મૃત્યુનો સંદેશો પહોંચ્યો અને અમેરિકી અધિકારીઓની ફરિયાદ બાદ પોલીસે તે સાત માછીમારોની ધરપકડ કરી. જેમની સાથે જોન તે પ્રતિબંધિત ટાપુ પર ગયો હતો. પોલીસ અધિકારીઓએ જોનના મૃતદેહની શોધ માટે હેલિકોપ્ટર મોકલ્યુ પરંતુ તે સેન્ટિનેલિસ સમુદાયના હુમલાના કારણે ટાપુ પર ઉતરી શક્યું નહીં. જોનના ઉપદેશક મિત્ર એલેક્સે પોલીસને જણાવ્યું કે, જોન છેલ્લા કેટલાક વર્ષોમાં અનેકવાર અંદમાન આવી ગયો હતો. તે પોતે પણ ઉપદેશક હતો. જે સેન્ટિનેલિસ સમુદાય સાથે વાતચીત કરીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવા માંગતો હતો. સ્થાનિક લોકો દ્વારા માલુમ પડ્યું કે સેન્ટિનેલિસ સમુદાયનો આ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર છે. અહીં આવવા માટે પ્રશાસનની મંજૂરી લેવી પડે છે.

પોલીસે જણાવ્યું કે જે સાત માછીમારો જોનને ઉત્તર સેન્ટિનેલિસ ટાપુ પર લઈ ગયા હતાં તેમની ધરપકડ કરાઈ છે. જોને સેન્ટિનેલિસ સમુદાયના લોકોને મળવાની ઈચ્છા વ્યક્ત કરતા માછીમારોને ત્યાં લઈ જવા માટે રાજી કરી લીધા હતાં.

કોણ છે સેન્ટિનેલિસ સમુદાયના લોકો ? 

અત્રે જણાવવાનું કે ઉત્તર સેન્ટિનેલ ટાપુ પર બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ હતો. આ વર્ષે એક મોટું પગલું ઉઠાવતા સરકારે સંઘ શાસિત વિસ્તારોમાં આ ટાપુ સહિત 28 ટાપુને 31 ડિસેમ્બર 2022 સુધી પ્રતિબંધિત ક્ષેત્ર આજ્ઞાપત્ર (આરએપી)ની સૂચિમાંથી બહાર કરી દીધા હતાં. આરએપીને હટાવવાનો અર્થ એ થયો કે વિદેશી લોકો સરકારની મંજૂરી વગર આ ટાપુઓ પર જઈ શકશે.

2004માં જ્યારે હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી સુનામી આવી ત્યારે અંદમાન નિકોબાર ટાપુ પર જન જીવન પ્રભાવિત થયું હતું. પરંતુ તે સમયે ઉત્તર સેન્ટિનેલિસ ટાપુના લોકોને કોઇની પણ મદદ વગર સુરક્ષિત રીતે બચી ચુક્યા હતા. એટલું જ નહીં ત્યાં કોઇ પણ મદદ પણ પહોંચી ન હોવા છતાં તેઓ સુરક્ષિત રહી શક્યા હતા.

[yop_poll id=47]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">