અફઘાનિસ્તાન મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન દુનિયાને સંબોધન કરશે

અફઘાનિસ્તાન મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન દુનિયાને સંબોધન કરશે. આ દરમ્યાન અફઘાનિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કટોકટી બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે હું તમામ પક્ષોને સમયસર જીવન બચાવવાની સેવાઓ અને માનવતાવાદીઓને સહાયતા આપવા માટે વિનંતી કરું છું.

અફઘાનિસ્તાન મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન દુનિયાને સંબોધન કરશે
અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોની વાપસી બાદ તાલિબાનોએ કાબુલના આંતરરાષ્ટ્રીય વિમાનમથકનો સંપૂર્ણ કબજો લઈ લીધો છે
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Aug 16, 2021 | 11:48 PM

અફઘાનિસ્તાન મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન દુનિયાને સંબોધન કરશે. આ દરમ્યાન અફઘાનિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કટોકટી બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, હું તમામ પક્ષો, ખાસ કરીને તાલિબાનને જીવનની રક્ષા કરવા અને માનવતાવાદી જરૂરિયાતો પૂરી થાય તે માટે અત્યંત સંયમ રાખવાની વિનંતી કરું છું.

હું તમામ પક્ષોને સમયસર જીવન બચાવવાની સેવાઓ અને માનવતાવાદીઓને સહાયતા આપવા માટે વિનંતી કરું છું. હું તમામ દેશોને શરણાર્થીઓને  સ્વીકારવા  વિનંતી કરું છું.

રશિયા કાબુલમાં દૂતાવાસમાંથી કેટલાક કર્મચારીઓને પરત બોલાવશે.

અફઘાનિસ્તાનમાં રશિયન રાજદૂત ઝમીર કાબુલોવે સોમવારે કહ્યું કે રશિયા કાબુલમાં તેના દૂતાવાસમાંથી કેટલાક કર્મચારીઓને પાછા બોલાવશે. કાબુલોવે એખો મોસ્કવી રેડિયો સ્ટેશનને કહ્યું કે રશિયન દૂતાવાસના 100 કર્મચારીઓને પાછા બોલાવવામાં આવશે

તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં રશિયન રાજદૂત દિમિત્રી ઝિર્નોવ મંગળવારે તાલિબાનના પ્રતિનિધિને મળશે અને દૂતાવાસની સુરક્ષાના મુદ્દે ચર્ચા કરશે. તાલિબાનોએ અફઘાન રાજધાની પર ઝડપથી કબજો મેળવ્યો હતો.

અફઘાનિસ્તાનમાં તાલિબાન ઉગ્રવાદીઓએ રાજધાની કાબુલમાં પ્રવેશ કર્યો અને રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો અને રાષ્ટ્રપતિ અશરફ ગનીને દેશી અને વિદેશી નાગરિકો સાથે દેશ છોડવો પડ્યો છે. આ દરમિયાન અફઘાનિસ્તાનની સ્થિતિ પર ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. ભારત સરકારે કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલમાં સુરક્ષાની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. તે સમયે-સમયે બદલાતી રહે છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનના આગમન સાથે, ત્યાંનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. કાબુલની શેરીઓમાં તાલિબાન લડવૈયાઓ ઠેર-ઠેર ઉભા જોવા મળે છે. તેમના હાથમાં બંદૂકો છે અને તેઓ નિર્ભય દેખાય છે.

આ મહિનાના અંત સુધીમાં અમેરિકન સૈનિકોની સંપૂર્ણ વાપસી પહેલા જ તાલિબાનીઓ પહેલાથી જ સમગ્ર દેશમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી ચૂક્યા છે.કાબુલનો માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. હવે દરેક જગ્યાએ માત્ર તાલિબાનીઓ જ દેખાય રહ્યા છે.હાથમાં હથિયારો સાથે આ લોકો રસ્તા પર વાહનો રોકી રહ્યા છે

અફઘાનિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીએ સવારે એક એડવાઈઝરી બહાર પાડી હતી કે એરપોર્ટનો “નાગરિક ભાગ” “આગલી સૂચના સુધી” બંધ કરવામાં આવ્યો છે અને સેનાએ એરસ્પેસ નો કબજો લઈ લીધો છે. તાલિબાન દ્વારા દેશ પર કબજો જમાવવાની ઝડપથી અમેરિકી અધિકારીઓ પણ સ્તબ્ધ છે.

આ પણ વાંચો : ભારતે પડોશી દેશો અંગે પોતાની વિદેશ નીતિની સમીક્ષા કરવાની જરૂર, અફઘાનિસ્તાન સંકટ પર એનસીપી નેતા પ્રમુખ શરદ પવારનું નિવેદન

આ પણ વાંચો :  અફઘાનિસ્તાનમાં ભારતીયોને સલામત રીતે પરત લાવવાના પ્રયાસો શરૂ, ઉચ્ચ સ્તરેથી મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે- ભારતીય વિદેશ મંત્રાલય

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati