જૈવિક હથિયાર બનાવી રહ્યું છે અમેરિકા !!! રશિયાના દાવા પર અમેરિકાએ આવો કર્યો ખુલાસો

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ (war)ખત્મ થવાનું નામ નથી લઇ રહ્યું. ત્યારે આ યુદ્ધ હવે વધારે ગરમાવો પકડી રહ્યું છે. ત્યારે આ યુદ્ધને લઇને રશિયાએ અમેરિકા પર આરોપ લગાવ્યો છે.જેને લઇને ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે.

જૈવિક હથિયાર બનાવી રહ્યું છે અમેરિકા !!! રશિયાના દાવા પર અમેરિકાએ આવો કર્યો ખુલાસો
રશિયાના અમેરિકા પર આરોપ (પુતિન ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 4:04 PM

રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન અમેરિકાને યુદ્ધ મામલે સામેલ કરવાના કોઇને કોઇ પ્રયાસ કરતું રહે છે. રશિયાએ હવે દાવો કર્યો છેકે યુક્રેનમાં અમેરિકાની બાયો લેબ આવેલી છે. આ લેબમાં મોટાપાયે જૈવિક હથિયારો બની રહ્યા હોવાનો રશિયાએ અમેરિકા પર આરોપ લગાવ્યો છે. આ મામલે રશિયન સંરક્ષણ મંત્રાલેય અમેરિકા સામે લાલ આંખ કરી છે. તો આ બાજુ રશિયાએ અમેરિકાને આપેલા અલ્ટીમેટમ બાદ હવે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો સતત મંડરાઇ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

વધુમાં રશિયાએ આક્ષેપ કર્યો છે કે અમેરિકા યુક્રેન સાથેના યુદ્ધમાં જૈવિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. આ સાથે રશિયાના સંરક્ષણ મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું છે કે અમેરિકાએ સૈન્ય જૈવિક ગતિવિધિઓ તેજ કરી છે. અને, અમેરિકા દ્વારા યુક્રેનની પ્રયોગશાળાઓમાં જૈવિક હથિયારો બનાવાઇ રહ્યાં છે. રશિયાના રેડિયેશન ડિફેન્સ ચીફે આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પણ ઉઠાવ્યો છે. રશિયાએ કહ્યું છેકે વ્હાઇટ હાઉસે હથિયારો બનાવવા માટે $ 8800નું ફંડ આપ્યું છે.

રશિયાએ યુએનમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

રશિયાએ આ મામલે UNમાં તપાસની માંગ કરી હતી, પરંતુ અમેરિકા તરફી યુરોપિયન દેશો ફ્રાન્સ અને બ્રિટને રશિયાની માંગ વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. રશિયાએ કહ્યું છે કે તપાસ કરવા માટે અમેરિકાની અનિચ્છા એ સંકેત આપે છે કે અમેરિકા આ અંગે સત્ય છુપાવવાના પ્રયાસો કરી રહ્યું છે.

આખરે અમેરિકાએ આ મામલે ખુલાસો કર્યો છે

જો બાયડેન વહીવટીતંત્ર આનો ઇનકાર કરતું રહ્યું છે, પરંતુ આખરે 8મી જૂને પેન્ટાગોને એક નિવેદન આપ્યું હતું. પેન્ટાગોને કહ્યું કે યુક્રેનમાં 46 બાયોલેબ ચાલી રહી છે. આ લેબ 20 વર્ષથી વાયરસ પર સંશોધન કરી રહી છે. પરંતુ આ લેબમાં બાયોવેપન બનાવવામાં આવી રહ્યા નથી. તેના બદલે, યુક્રેનની જૈવિક સલામતી પર સંશોધન કરવામાં આવી રહ્યું છે.

બાયોવેપન્સનો ઉપયોગ પહેલા પણ યુદ્ધોમાં કરવામાં આવ્યો છે. પરંતુ જે રીતે બાયોવેપન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેની પદ્ધતિઓ ખૂબ જ સરળ હતી. આજની બાયોલેબમાં આ વાયરસ કેટલો વિસ્ફોટક અને કેટલો વિનાશક તૈયાર કરવામાં આવ્યો છે અને તે કેટલો ઘાતક હશે, તેની ચોક્કસ માહિતી નથી. ત્યારે ખરેખર આ યુદ્ધમાં બાયોવેપનનો ઉપયોગ થયો છે કે નહીં તે તો સમય જ કહેશે.

ઇનપુટ-ભાષાંતર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">