અમેરિકામાં ગૂંજી જય શ્રી રામની ગૂંજ, હજારો અમેરિકનોએ બોલાવ્યો ભગવાન શ્રીરામનો જયજયકાર- વીડિયો

| Edited By: | Updated on: Jan 14, 2024 | 11:57 PM

દેશ જ નહીં પરંતુ હવે વિદેશમાં પણ રામના નામની ગૂંજ ગૂંજી ઉઠી છે. અમેરિકામાં હજારો અમેરિકનોએ એક્ઠા થઈ ભગવાન રામના નામનો જયકારો લગાવ્યો. અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છએ ત્યારે તેનો આનંદ માત્ર દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે.

માત્ર ભારત દેશ જ રામમય બન્યો છે તેવું નથી.. પરંતુ વિદેશમાં પણ રામના નામની ગૂંજ ગુજવા લાગી છે. અમેરિકામાં હજારો લોકો એકઠા થઈ શ્રીરામનો જયજયકાર બોલાવતા જોવા મળ્યા હતા. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે તેનો આનંદ વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે.

અમેરિકાના ન્યૂજર્સી અને મેરીલેન્ડના આ દ્રશ્યો પૂરાવા છે કે, રામના ભક્તો દુનિયાભરમાં છે. ભારતીય મૂળના લોકોએ મળીને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આનંદ વ્યક્ત કર્યો.. આ દ્રશ્યો જ સાબિતી પૂરે છે કે, દુનિયા રામમય બની ગઈ છે.. ન્યૂજર્સીની વાત કરીએ તો અહીં લોકોએ રેલી કાઢીને આનંદ વ્યક્ત કર્યો. હજારોની સંખ્યામાં લોકો શ્રીરામના ધ્વજ લઈને રેલી કાઢી હતી.

આ પણ વાંચો: મકરસંક્રાંતિ પર્વએ પીએમ મોદીએ ગાયો સાથે વિતાવ્યો સમય, ઘાસચારો અને ગોળ ખવડાવી સ્નેહ કરતા જોવા મળ્યા -વીડિયો

બીજી તરફ અમેરિકાના મેરીલેન્ડની વાત કરવામાં આવે તો અહીં તો અનોખું જ આયોજન કરવામાં આવ્યું હતું. અહીં લોકોએ ગાડી પાર્ક કરીને રામના ગીતો વગાડ્યા હતા. સાથે જ હેડલાઈટને ઓન ઓફ કરીને સંગીત સાથે લયબદ્ધ કર્યું.. હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

 

આંતરરાષ્ટ્રીય તમામ  સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 14, 2024 11:56 PM