એમેઝોને પણ મુક્યો ટીકટોક પર બેન, કર્મચારીઓને કર્યા ઈમેઈલ, વાંચો કે ઈમેઈલથી શું આવી પ્રતિક્રિયા

એમેઝોન દ્વારા તેના કર્ચારીઓને ઈમેઈલ કરીને ટીકટોક એપને ડીલીટ કરી દેવા માટે કહી દેવામાં આવ્યું હતું. આ નિર્ણય શેના માટે લેવામાં આવ્યો તેના પર કોઈ ખુલાસો કંપનીનાં પ્રવક્તા દ્વારા નથી કરવામાં આવ્યો. ચાઈનીઝ એપ્લિકેશન ટીકટોકને મોબાઈલમાંથી ડીલીટ કરી દેવા માટેના આ મેઈલથી કર્મચારીઓમાં આશ્ચર્ય થયું હતું. ઈ મેઈલમાં લખવામાં આવ્યું હતું કે હાલનાં સમયની દેશની […]

એમેઝોને પણ મુક્યો ટીકટોક પર બેન, કર્મચારીઓને કર્યા ઈમેઈલ, વાંચો કે ઈમેઈલથી શું આવી પ્રતિક્રિયા
http://tv9gujarati.in/amazon-e-tiktok-…jaano-pratikriya/
Follow Us:
| Updated on: Jul 11, 2020 | 8:09 AM

એમેઝોન દ્વારા તેના કર્ચારીઓને ઈમેઈલ કરીને ટીકટોક એપને ડીલીટ કરી દેવા માટે કહી દેવામાં આવ્યું હતું. આ નિર્ણય શેના માટે લેવામાં આવ્યો તેના પર કોઈ ખુલાસો કંપનીનાં પ્રવક્તા દ્વારા નથી કરવામાં આવ્યો. ચાઈનીઝ એપ્લિકેશન ટીકટોકને મોબાઈલમાંથી ડીલીટ કરી દેવા માટેના આ મેઈલથી કર્મચારીઓમાં આશ્ચર્ય થયું હતું. ઈ મેઈલમાં લખવામાં આવ્યું હતું કે હાલનાં સમયની દેશની પરિસ્થિતિ અને ચાઈનીઝ માલિકિની એપને લઈને ટીકટોકને ડિલિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

          સિક્યુરીટી રીસ્કને લઈને એમેઝોન કંપનીનાં કર્મચારીએ આ ઈમેઈલને કન્ફર્મ કર્યો છેે પણ આ મુદ્દે સત્તાવાર કશું પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. એમેઝોન એ વોલમાર્ટ બાદની બીજી મોટી કંપની છે કે જેના 8 લાખ 40 હજાર કરતા વધારે કર્મચારીઓ દુનિયાભરમાં છે એવામાં ટીકટોકને ડિલિટ કરવાના ઈમેઈલનાં પગલે એપ પર દબાણ વધે તે સ્વાભાવિક છે. અમેરીકાની સેનાએ તેના કર્મચારીઓને પણ આ એપ વાપરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને વિદેશ રાજ્યમંત્રી માઈક પોમ્પીઓ દ્વારા પણ સંકેત આપવામાં આવ્યા છે કે તે આ એપ્લિકેશન પર બેન લગાવી શકે છે.

       યુ ટ્યુબની જેમજ ટીકટોક તેના વિડિયોને લઈ અમેરિકનોમાં પ્રખ્યાત છે પરંતુ યુઝર્સનાં ડેટા શેર અને ક્રિટિકલ વિડિયો જેવા મુદ્દાઓને લઈ સુરક્ષા સામે પણ તેણે એટલા જ સવાલો ઉભા કર્યા છે. આ મદ્દે ટીકટોકે જણાવ્યું હતું કે એમેઝોને આ ઈમેઈલ કરતા પહેલા તેને જણાવ્યું નોહતું. ઈમેઈલમાં એમ પણ લખાયું હતું કે કંપનીનાં મોબાઈલ એક્સેસ માટે ટીકટોક એપ્લિકેશન ડિલીટ કરી દેવી જરૂરી છે અને તેને તરત ડિલિટ કરી નાખવાની પણ સુચના આપી હતી. ગયા વર્ષે એમેઝોને અમેરિકાની સરકાર પર કેસ કર્યો હતો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

       જણાવવું રહ્યું કે એમેઝોનને હાલની સ્થિતિની ખબર છે કે USમાં ચૂંટણીની સ્થિત બનેલી છે અને અગર તે ટીકટોકને બેન કરે છે તો મેસેજ એ જઈ શકે છે કે તે ટ્રમ્પનાં અભિયાનને સપોર્ટ કરે છે. જે ભૂલની ખબર પડતા જ તેણે પાંચ કલાકની અંદર ફેરવી તોળ્યું અને પોતાનાં કર્મચારીને મેઈલ કરીને કહ્યું કે ટીકટોક માટે કરવામાં આવેલો મેઈલ ભૂલ થી થઈ ગયો છે અને તેને ધ્યાન પર લેવો નહી.


Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">