Yemen Kidnapping: યમનમાં અલકાયદાના આતંકવાદીઓએ યુએનના 5 કર્મચારીઓનું અપહરણ કર્યુ, અજ્ઞાત સ્થળે લઈ જવાયા

અલ કાયદાના શંકાસ્પદ આતંકવાદીઓએ યમનમાં યુએન કર્મચારીઓનું અપહરણ કર્યું છે. આ લોકો હથિયારો સાથે આવ્યા હતા, અને બધાને અપહરણ કરીને અજાણ્યા સ્થળે લઈ ગયા હતા.

Yemen Kidnapping: યમનમાં અલકાયદાના આતંકવાદીઓએ યુએનના 5 કર્મચારીઓનું અપહરણ કર્યુ, અજ્ઞાત સ્થળે લઈ જવાયા
Al Qaeda terrorists ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 12:02 PM

અલ કાયદાના શંકાસ્પદ આતંકવાદીઓએ (Al Qaeda Terrorists) દક્ષિણ યમનમાં (Yemen) સંયુક્ત રાષ્ટ્રના પાંચ કર્મચારીઓનું અપહરણ કર્યું છે. યમનના અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કર્મચારીનું અપહરણ કરીને શુક્રવારે મોડી રાત્રે દક્ષિણી પ્રાંત અબયાનમાં અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમાં ચાર યમન અને એક વિદેશી નાગરિકનો સમાવેશ થાય છે. તેમની સલામત મુક્તિ માટેના પ્રયાસો તેજ કર્યા છે.

અપહરણ અંગેના પ્રશ્નના જવાબમાં યુએનના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે “અમે આ બાબતથી વાકેફ છીએ, પરંતુ કેટલાક કારણોસર તેના પર ટિપ્પણી કરી રહ્યા નથી.” તેણે વિસ્તૃત માહિતી આપી ન હતી. તે જ સમયે, દેશના આદિવાસી નેતાઓએ કહ્યું કે તેઓ કર્મચારીઓની મુક્તિ માટે અપહરણકર્તાઓ સાથે વાતચીત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હાઇજેકરોએ ખંડણીની માંગણી કરી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકાર દ્વારા જેલમાં બંધ કેટલાક આતંકવાદીઓની મુક્તિની માંગણી કરી છે.

સશસ્ત્ર માણસોએ કર્યા અપહરણ

યમન સરકારે પુષ્ટિ કરી કે યુએન સુરક્ષા અને સંરક્ષણ વિભાગના કર્મચારીઓનું અજાણ્યા સશસ્ત્ર માણસો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જેના કારણે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સરકાર સત્તામાં નથી. હુથીઓએ દેશના ઘણા વિસ્તારો પર કબજો કરી લીધો છે. જેના કારણે અન્ય ઘણા આતંકી સંગઠનોએ પણ અહીં પગ પછાડ્યા છે. તેઓ લોકોનું અપહરણ કરી રહ્યા છે અને સતત આતંક ફેલાવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સાઉદી અરેબિયા 2015થી હુથીઓ સામે લડી રહ્યું છે

યમનમાં સાઉદીની આગેવાની હેઠળનું લશ્કરી ગઠબંધન 2015થી ઈરાન તરફી હુથી બળવાખોરો સાથે યુદ્ધ લડી રહ્યું છે. આ ગઠબંધને 2015માં યમનમાં ચાલી રહેલા યુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો હતો. ત્યારબાદ હુથીઓએ રાજધાની સના પર કબજો કરી સરકારને સત્તા પરથી હટાવી દીધી. આ યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે અને લાખો લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે. યમનમાં તેના કારણે મોટી માનવતાવાદી આપત્તિ સર્જાઈ છે. લોકો પાસે ન ખાવા માટે પૈસા છે કે ન રોજગાર. તેમને અન્ય દેશોમાં આશરો લેવો પડે છે.

આ પણ વાંચો : Inhaled Vaccine: શ્વાસ દ્વારા કેવી રીતે આપવામાં આવે છે કોરોનાની નવી વેક્સિન? કેવી રીતે કરશે કામ, જાણો સમગ્ર માહિતી

આ પણ વાંચો : Maharashtra Car Accident: અહમદનગરમાં ગમખ્વાર અકસ્માત, શેરડી ભરેલા ટ્રેલર સાથે અથડાઈ કાર, ત્રણ મિત્રોના થયા મોત

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">